gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2026
in INDIA
0 0
0
મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss…
0
VIEWS
Share on FacebookShare on Twitter

KMC Issues Notice to Abhishek Banerjee: લોકસભા સાંસદ અને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીની મિલકતો સામે મોટી કાર્યવાહી થવાના સંકેત મળી રહ્યા છે. કોલકાતા નગર નિગમ (KMC) દ્વારા તેમની એક ડઝનથી વધુ મિલકતોના સંદર્ભમાં નોટિસ ફટકારવામાં આવી હોવાના અહેવાલ છે. આ નોટિસ દ્વારા તેમને તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. જોકે, આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તાજેતરમાં જ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પણ સરકારી અધિકારીઓને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતાઓની મિલકતોની વિગતો એકઠી કરવાના નિર્દેશ આપ્યા હોવાનું જણાવ્યું હતું.

17 મિલકતો રડાર પર: ઇમારતના નકશા અને લિફ્ટની વિગતો મંગાઈ

મીડિયા રિપોર્ટ્સ મુજબ KMCએ અભિષેક બેનરજીની 17 જેટલી મિલકતોના ગેરકાયદે બાંધકામ અંગે નોટિસ મોકલી છે. આ નોટિસમાં ઇમારતોના સ્કેચ (નકશા), લિફ્ટ અને એસ્કેલેટર્સ સંબંધિત તમામ મહત્ત્વપૂર્ણ જાણકારીઓ માંગવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટીએમસી નેતા પાસે આ નોટિસને પડકારવાના વિકલ્પો પણ ઉપલબ્ધ છે. પરંતુ, તેમણે એ સ્પષ્ટ કરવું પડશે કે આ ગેરકાયદે બાંધકામો શા માટે તોડી પાડવામાં ન આવે.

નોટિસમાં શું છે આદેશ? 

રિપોર્ટ અનુસાર, આ નોટિસમાં કોલકાતા નગર નિગમ (KMC) અધિનિયમ, 1980ની કલમ 400(1) હેઠળ કડક આદેશ આપવામાં આવ્યો છે. નોટિસમાં લખ્યું છે કે, ‘તમારી આ ઇમારતનો જેટલો ભાગ પરવાનગી વિના અથવા નિયમોની વિરુદ્ધ જઈને બનાવવામાં આવ્યો છે, તેને 7 દિવસની અંદર તોડી પાડવામાં આવે.’ આ પ્રકારની નોટિસો અભિષેક બેનરજી સાથે જોડાયેલી તમામ 17 પ્રોપર્ટીઝને મોકલવામાં આવી છે.

કાનૂની વિકલ્પો પણ ખુલ્લા: ભારે દંડ ભરીને બચી શકે છે બાંધકામ

KMCના સૂત્રોના જણાવ્યા અનુસાર, કલમ 400(1) હેઠળ મકાનમાલિકોને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવે છે. જો કોઈ બાંધકામ ગેરકાયદે સાબિત થાય તો પણ માલિક અધિકારીઓ સમક્ષ હાજર થઈને પોતાની દલીલો રજૂ કરી શકે છે. આ પ્રકારના મામલાની સુનાવણી કોલકાતા નગર નિગમના મુખ્ય મથકે થાય છે, જ્યાં સ્પેશિયલ ઓફિસર બંને પક્ષોની વાત સાંભળે છે.

સુનાવણી બાદ સ્પેશિયલ ઓફિસર પાસે બે કાનૂની રસ્તાઓ હોય છે:

KMCની સુનાવણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્પેશિયલ ઓફિસર પાસે આ મામલે નિર્ણય લેવા માટે મુખ્યત્વે બે કાનૂની રસ્તાઓ હોય છે. જેમાં પ્રથમ વિકલ્પ હેઠળ તેઓ પરવાનગી વગર નિયમોની વિરુદ્ધ જઈને ઊભું કરવામાં આવેલું ગેરકાયદે બાંધકામ તાત્કાલિક તોડી પાડવાનો આદેશ આપી શકે છે, અથવા તો બીજા વિકલ્પ તરીકે તેઓ તે ગેરકાયદે બાંધકામ પર ભારે મોટો દંડ ફટકારીને તેને નિયમો અનુસાર કાનૂની રીતે માન્ય પણ રાખી શકે છે.

આ પણ વાંચો: ‘બ્રાહ્મણ’ અંગે ફરી વિવાદ, BHUની પરીક્ષામાં પૂછાયો આવો પ્રશ્ન, શંકરાચાર્યએ પણ કરી ટિપ્પણી

કયા વિસ્તારોની પ્રોપર્ટીઝ પર તોળાતું જોખમ?

ગેરકાયદે બાંધકામ ધરાવતી આ પ્રોપર્ટીઝમાં મોટે ભાગે રહેણાંક મકાનો અને ફ્લેટ્સ સામેલ છે. આ મિલકતો કાલીઘાટ, ગરિયાહાટ પાસે, પંડિતિયા અને કોલકાતાના અન્ય કેટલાક વિસ્તારોમાં આવેલી છે. આ બિલ્ડિંગોમાંથી કેટલીક ઇમારતોના માલિક ખુદ અભિષેક બેનરજી છે, જ્યારે કેટલીક મિલકતો તેમના નજીકના સંબંધીઓ અને કંપનીઓના નામે છે. આ સિવાય, કેટલાક મોટા એપાર્ટમેન્ટ્સના ફ્લેટ્સના કનેક્શન પણ અભિષેક અથવા તેમના નજીકના સાથીઓ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

‘ભલે મારું ઘર તોડી પાડે, હું નહીં ઝૂકું’- અભિષેક બેનરજી

આ લડાઈ વચ્ચે મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ દાવો કર્યો છે કે અભિષેકની 14 મિલકતો ‘લીપ્સ એન્ડ બાઉન્ડ્સ’ કંપની, 4 તેમના પોતાના અને 6 પ્રોપર્ટી તેમના પિતાના નામે છે અને સરકાર ભ્રષ્ટાચારીઓને જેલમાં મોકલશે. બીજી તરફ, અભિષેકે પડકાર ફેંકતા કહ્યું છે કે ભલે મારું ઘર તોડી પાડવામાં આવે, પણ હું ભાજપ સામે નહીં ઝૂકું. તેમણે જે કરવું હોય એ કરવા દો. મારું ઘર તોડી નાખે કે નોટીસ મોકલે. હું તેમની સામે ઝૂકીશ નહીં, જે પણ થાય BJP વિરુદ્ધ મારી લડાઈ ચાલુ રહેશે.  

ટીએમસી સાંસદ સાયોની ઘોષે કથિત કનેક્શન નકાર્યું

આ યાદીમાં કલકત્તાના એક સરનામે સંયુક્ત માલિક તરીકે ‘શ્રીમતી સાયોની ઘોષ’નું નામ સામે આવતા સોશિયલ મીડિયા પર જાધવપુરના સાંસદ સાયોની ઘોષ અંગે અટકળો શરૂ થઈ હતી. જોકે, સાંસદ સાયોની ઘોષે આ બાબતને સખત શબ્દોમાં નકારી કાઢી છે અને સ્પષ્ટ કર્યું છે કે આ મિલકત સાથે તેમને કોઈ લેવાદેવા નથી. તેમણે પોતાના મતદારોને ચૂંટણી એફિડેવિટ (હલફનામું) ચેક કરવા જણાવીને, ખોટી અફવા ફેલાવનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ખુલ્લી ધમકી આપી છે. ટીએમસીએ પણ ભાજપની આ આખી યાદીને ખોટી અને અવિશ્વસનીય ગણાવીને ફગાવી દીધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સુરત પાલિકાના ખસીકરણ અભિયાનની ‘રિવર્સ ઈફેક્ટ’? કરોડોનો ધુમાડો છતાં રખડતા કુતરાની સંખ્યા વધી | SMC De…

સુરત પાલિકાના ખસીકરણ અભિયાનની ‘રિવર્સ ઈફેક્ટ’? કરોડોનો ધુમાડો છતાં રખડતા કુતરાની સંખ્યા વધી | SMC De...

વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર અચાનક પ્રગટ થયો 8 ફૂટનો મહાકાય મગર, ધમપછાડા વચ્ચે ફોરેસ્ટ વિભાગનું દિ…

વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર અચાનક પ્રગટ થયો 8 ફૂટનો મહાકાય મગર, ધમપછાડા વચ્ચે ફોરેસ્ટ વિભાગનું દિ...

અમદાવાદ: લક્ઝુરિયસ કારમાંથી 2 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત, એક શખસની ધરપકડ | Ahmedabad News Vijay Char R…

અમદાવાદ: લક્ઝુરિયસ કારમાંથી 2 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત, એક શખસની ધરપકડ | Ahmedabad News Vijay Char R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટ પોલીસ પર ગંભીર આરોપ, હિટ એન્ડ રનમાં યુવકને કચડનાર નબીરાઓને બચાવવા ડ્રાઈવર બદલી નાખ્યો | Rajko…

રાજકોટ પોલીસ પર ગંભીર આરોપ, હિટ એન્ડ રનમાં યુવકને કચડનાર નબીરાઓને બચાવવા ડ્રાઈવર બદલી નાખ્યો | Rajko…

1 year ago
ઇથિયોપિયાના જ્વાળામુખીની ગુજરાત પર અસર: ‘હાયલી ગુબી’ની રાખ વડોદરા સુધી પહોંચવાની શક્યતા | ethiopia v…

ઇથિયોપિયાના જ્વાળામુખીની ગુજરાત પર અસર: ‘હાયલી ગુબી’ની રાખ વડોદરા સુધી પહોંચવાની શક્યતા | ethiopia v…

7 months ago
કઠલાલ ઓવરબ્રિજ પાસે ટ્રકની ટક્કરે રિક્ષામાં સવાર માતા, પુત્રીના મોત | Mother daughter killed in rick…

કઠલાલ ઓવરબ્રિજ પાસે ટ્રકની ટક્કરે રિક્ષામાં સવાર માતા, પુત્રીના મોત | Mother daughter killed in rick…

11 months ago
વાંકાનેરમાં ₹2 કરોડના દારૂના કેસમાં ફરાર જામનગર પાલિકાના ભાજપના કોર્પોરેટરના પુત્રની ધરપકડ | Jamnaga…

વાંકાનેરમાં ₹2 કરોડના દારૂના કેસમાં ફરાર જામનગર પાલિકાના ભાજપના કોર્પોરેટરના પુત્રની ધરપકડ | Jamnaga…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News