gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહા ગઠબંધનમાં ટેન્શન! 5 બેઠકો પર RJD-કોંગ્રેસ વચ્ચે કોકડું ગૂંચવાયું, CMના ચહેરા મુદ્દે પણ અસમંજસ | …

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in INDIA
0 0
0
મહા ગઠબંધનમાં ટેન્શન! 5 બેઠકો પર RJD-કોંગ્રેસ વચ્ચે કોકડું ગૂંચવાયું, CMના ચહેરા મુદ્દે પણ અસમંજસ | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election News : આગામી બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે મહા ગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને કોંગ્રેસ વચ્ચે સીટ વહેંચણીને લઈને ચાલી રહેલી વાટાઘાટો હજુ પણ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી. છેલ્લા કેટલાક દિવસોમાં મેરેથોન બેઠકો યોજાવા છતાં બંને પક્ષો વચ્ચે પાંચ બેઠકો પર ગૂંચવણ યથાવત્ છે.

આ પણ વાંચો: પંજાબમાં AAP ને જોરદાર ઝટકો, સીએમ ભગવંત માનના જિલ્લાના 8 કાઉન્સિલરે પાર્ટી છોડી

કઈ બેઠકો પર વિવાદ? 

આ વિવાદિત બેઠકોમાં બાયસી, બહાદુરગંજ, રનીગંજ, કહલગાંવ અને સહરસાનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આમાંથી કોઈ પણ પક્ષ એક પણ બેઠક પર સમાધાન કરવા તૈયાર નથી, જેના કારણે વાટાઘાટો ગૂંચવાઈ ગઇ છે. સૂત્રોના મતે, 2020ની વિધાનસભા ચૂંટણીમાં RJDએ રનીગંજ, સહરસા અને બાયસી બેઠકો પરથી ચૂંટણી લડી હતી જ્યારે કોંગ્રેસને કહલગાંવ અને બહાદુરગંજ બેઠક મળી હતી. જોકે, આ પાંચેય બેઠકો પર બંને પક્ષોનો પરાજય થયો હતો.

કયા પક્ષને કઈ બેઠક પર લડવું છે? 

આ દરમિયાન RJD ઈચ્છે છે કે કોંગ્રેસ કહલગાંવ અને બહાદુરગંજ બેઠકો છોડી દે. જ્યારે કોંગ્રેસની માંગ છે કે રનીગંજ, સહરસા અને બાયસી બેઠકો પર ચૂંટણી લડવા મળે. વરિષ્ઠ નેતાઓના હવાલાથી એક અહેવાલમાં જણાવાયું છે કે ગઠબંધનમાં અન્ય સહયોગી પક્ષોની સંખ્યા વધવાથી દરેક પક્ષના ક્વોટામાં કાપ મૂકવો પડી રહ્યો છે, જેના કારણે આ વિવાદ ઊભો થયો છે.

કહલગાંવ પર RJDની એકતરફી નિર્ણય 

આ વાટાઘાટોની વચ્ચે RJDએ કોંગ્રેસ સાથે પરામર્શ કર્યા વિના કહલગાંવ બેઠક પર યાદવ ઉમેદવારને ટિકિટ આપવાનું આશ્વાસન આપી દીધું હોવાથી કોંગ્રેસ નારાજ છે. બુધવારે તેજસ્વી યાદવે આ જ બેઠક પરથી પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત પણ કરી દીધી, જેનાથી કોંગ્રેસની નારાજગી વધી. તેજસ્વી સાથે ઝારખંડ સરકારના મંત્રી સંજય યાદવના પુત્ર રજનીશ યાદવ હાજર હતા, જે RJDના સંભવિત ઉમેદવાર માનવામાં આવે છે. નોંધનીય છે કે 2020માં કહલગાંવમાં ભાજપના પવન કુમાર યાદવે કોંગ્રેસના શુભાનંદ મુકેશને મોટા માર્જિનથી હરાવ્યા હતા.

અન્ય વિવાદિત બેઠકો વિશે જાણો 

રનીગંજ: 2020માં JDUના અચમિત ઋષિદેવે RJD ઉમેદવારને 2,304 વોટના ઓછા માર્જિનથી હરાવ્યા હતા.

સહરસા: ભાજપના આલોક રંજન ઝાએ RJDના લવલી આનંદને 19,679 વોટથી માત આપી હતી.

બાયસી અને બહાદુરગંજ: આ બંને બેઠકો પર AIMIMના ઉમેદવારોએ જીત મેળવી હતી, જેઓ પાછળથી 2022માં RJDમાં સામેલ થઈ ગયા હતા.

CM પદના ચહેરા મુદ્દે પણ ખેંચતાણ

સીટ વહેંચણી ઉપરાંત મુખ્યમંત્રી પદના ઉમેદવારને લઈને પણ બંને પક્ષોમાં અસહમતિ છે. આ મામલે RJDનું સ્ટેન્ડ સ્પષ્ટ છે કે તેજસ્વી યાદવ જ મહાગઠબંધનનો મુખ્યમંત્રી ચહેરો હશે. જ્યારે કોંગ્રેસે આ અંગે સહમતિ દર્શાવી રહી નથી. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે પાર્ટી પરંપરાગત રીતે CM ચહેરો જાહેર કરતી નથી.

કોંગ્રેસના નેતાઓને કઈ વાતનો ડર? 

કોંગ્રેસના કેટલાક નેતાઓને એવી આશંકા છે કે જો યાદવ સમુદાયમાંથી CM ચહેરો જાહેર થશે, તો ગેર-યાદવ OBC વોટ બેન્ક ભારતીય જનતા પાર્ટી (BJP) તરફ વળી જશે, જેમ કે હરિયાણામાં જોવા મળ્યું હતું. જવાબમાં, RJDનું કહેવું છે કે તેઓ મહાગઠબંધનની સૌથી મોટી પાર્ટી છે અને સરકાર બનવા પર મુખ્યમંત્રી RJDનો જ હશે, જ્યારે અન્ય પક્ષો પોતાના નાયબ મુખ્યમંત્રીના ચહેરા નક્કી કરી શકે છે.

કોંગ્રેસની ઉમેદવારોની યાદી તૈયાર

સીટ વહેંચણી પર ગતિરોધ હોવા છતાં, કોંગ્રેસે પોતાના 25 ઉમેદવારોના નામ અંતિમ સ્વરૂપ આપી દીધું છે. બુધવારે દિલ્હીમાં મળેલી પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં પાંચ વર્તમાન ધારાસભ્યોનો સમાવેશ થાય છે. શુક્રવારે બિહાર સ્ક્રીનિંગ કમિટીની બેઠક બાદ CEC ટૂંક સમયમાં અંતિમ યાદી જાહેર કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્ય પ્રદેશની 11મી સદીની ભોજશાળા ‘મંદિર’ જાહેર, ઈન્દોર હાઈકોર્ટનો હિન્દુઓની તરફેણમાં ચુકાદો | Bhojsh…
INDIA

મધ્ય પ્રદેશની 11મી સદીની ભોજશાળા ‘મંદિર’ જાહેર, ઈન્દોર હાઈકોર્ટનો હિન્દુઓની તરફેણમાં ચુકાદો | Bhojsh…

May 15, 2026
કર્ણાટક સરકારનો ઐતિહાસિક નિર્ણય, સ્કૂલ-કોલેજમાં હિજાબ પર મૂકેલો પ્રતિબંધ હટાવ્યો | Karnataka Govt En…
INDIA

કર્ણાટક સરકારનો ઐતિહાસિક નિર્ણય, સ્કૂલ-કોલેજમાં હિજાબ પર મૂકેલો પ્રતિબંધ હટાવ્યો | Karnataka Govt En…

May 15, 2026
‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત | NE…
INDIA

‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત | NE…

May 15, 2026
Next Post
પંજાબમાં AAPને ઝટકો, CM ભગવંત માનના જિલ્લાના 8 કાઉન્સિલરનું રાજીનામું | aam aadmi party setback in s…

પંજાબમાં AAPને ઝટકો, CM ભગવંત માનના જિલ્લાના 8 કાઉન્સિલરનું રાજીનામું | aam aadmi party setback in s...

વડોદરા પોલીસને લાંછન: 2.50 કરોડના દારૂમાં PIસસ્પેન્ડ થયા ત્યાં SMCએ ફરી 62 લાખનો દારૂ પકડ્યો | Vadod…

વડોદરા પોલીસને લાંછન: 2.50 કરોડના દારૂમાં PIસસ્પેન્ડ થયા ત્યાં SMCએ ફરી 62 લાખનો દારૂ પકડ્યો | Vadod...

વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા સ્કૂલ, હોસ્પિટલ, હોટલ જેવા સ્થળોએ ટ્રેનિંગનું અભિયાન | Vadodara Fire Brig…

વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા સ્કૂલ, હોસ્પિટલ, હોટલ જેવા સ્થળોએ ટ્રેનિંગનું અભિયાન | Vadodara Fire Brig...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇન્સ્ટા ફેમ કોન્સ્ટેબલ હેરોઇન સાથે ઝડપાઇ : નોકરી ગઇ, સંપત્તિની તપાસ થશે | Insta famous constable cau…

ઇન્સ્ટા ફેમ કોન્સ્ટેબલ હેરોઇન સાથે ઝડપાઇ : નોકરી ગઇ, સંપત્તિની તપાસ થશે | Insta famous constable cau…

1 year ago
વડોદરામાં ગોરવાના ગંગાનગરના મકાનમાંથી ગાંજા સાથે મહિલા પકડાઈ, પુત્ર ફરાર | Woman caught with ganja f…

વડોદરામાં ગોરવાના ગંગાનગરના મકાનમાંથી ગાંજા સાથે મહિલા પકડાઈ, પુત્ર ફરાર | Woman caught with ganja f…

1 month ago
બોરસદના ઝારોલા ગામમાં વીજળી પડતા કિશોરનું મોત | Teenager dies after being struck by lightning in Zar…

બોરસદના ઝારોલા ગામમાં વીજળી પડતા કિશોરનું મોત | Teenager dies after being struck by lightning in Zar…

10 months ago
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News