gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિલાઓ વિરુદ્ધ ગુનાખોરીમાં વધારો, પતિ કે તેના સંબંધીઓ દ્વારા ક્રૂરતા મુખ્ય કારણ! | Unsafe Gujarat: w…

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
મહિલાઓ વિરુદ્ધ ગુનાખોરીમાં વધારો, પતિ કે તેના સંબંધીઓ દ્વારા ક્રૂરતા મુખ્ય કારણ! | Unsafe Gujarat: w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Envato 

Violence against women in Gujarat: વર્ષ 2023માં રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ નોંધાયેલા કુલ 7,805 ગુના પૈકી 2,176 ગુના મહિલાના પતિ અથવા પતિના સંબંધીઓ દ્વારા આચરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ પ્રકારના ગુના IPCની કલમ 498(એ) હેઠળ નોંધવામાં આવે છે. પતિ અથવા પતિના સંબંધીઓ દ્વારા આચરવામાં આવેલા ગુનાએ રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ નોંધાયેલા કુલ ગુનાના લગભગ 27.87 ટકા જેટલા થાય છે. આંકડા દર્શાવે છે કે વર્ષ 2023માં ગુજરાતમાં ગુનાખોરીનો સામનો કરનારી 4માંથી 1 મહિલાએ તેના જીવનસાથી કે તેના સંબંધીઓ દ્વારા ક્રૂરતાનો અનુભવ કર્યો છે.

વર્ષ 2023માં પ્રદેશમાં 2,191 મહિલાઓએ તેમના પતિ કે પતિના સંબંધી દ્વારા ક્રૂરતાનો સામનો કર્યો છે. NCRBના આંકડા પ્રમાણે રાજ્યમાં દર 1 લાખ પૈકી 6 મહિલાઓ જીવનસાથી કે તેના સંબંધીઓ દ્વારા આચરવામાં આવતા ગુનાનો ભોગ બને છે.

ભારતીય દંડ સંહિતાની (IPC) કલમ 498(A) પતિ અથવા તેના સંબંધીઓ દ્વારા પરિણીત સ્ત્રી પ્રત્યેની ક્રૂરતાને ગુનાહિત ગણે છે, જેમાં દહેજ માટે ઉત્પીડન અથવા માનસિક, શારીરિક નુકસાન પહોંચાડતા અન્ય કૃત્યોનો સમાવેશ થાય છે. આ ગુના હેઠળ ત્રણ વર્ષ સુધીની જેલની સજા અને દંડ થઈ શકે છે.

આ પણ વાંચો: ભુજ: 60 વર્ષના વિધુર જોડે લગ્ન કરનારી મહિલાએ રૂપિયા માટે પતિને જીવતો સળગાવ્યો

વર્ષ 2023માં અમદાવાદ શહેરમાં 498(A)ની કલમ હેઠળ 544 ગુના દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન 545 મહિલાઓ તેમના પતિ અથવા તેના સંબંધીઓ દ્વારા ક્રૂરતાનો ભોગ બની હતી. અમદાવાદમાં દર લાખ પૈકી 18 મહિલાઓ આ ગુનાનો ભોગ બને છે. આ જ રીતે સુરતમાં 339 ગુના દાખલ કરવામાં આવ્યા, જ્યાં દર 1 લાખ પૈકી 17 મહિલાઓને આ ગુનાનો સામનો કરવો પડે છે.

દુષ્કર્મના 99 ટકા કેસમાં આરોપી – પીડિતા પરિચિત

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે – વર્ષ 2023માં રાજ્યમાં દુષ્કર્મના કુલ 634 પૈકી 630 કેસ એવા હતા કે જ્યાં પીડિતા અને આરોપી એકબીજાથી પરિચિત હતા. 357 કેસમાં મહિલાઓ સાથે લગ્ન કરવાના બહાને આ ગુનો મિત્ર, ઓનલાઈન મિત્ર, લિવ-ઈન-પાર્ટનર અથવા મહિલાથી અલગ થયેલા પતિ દ્વારા આચરવામાં આવ્યા હતા. જ્યારે 235 કેસમાં ગુનેગારો કૌટુંબિક મિત્ર, પડોશી, નોકરીદાતાઓ અથવા અન્ય જાણીતા વ્યક્તિઓ હતા. આનો અર્થ એ થાય કે રાજ્યમાં લગભગ 99.4 ટકા દુષ્કર્મના કેસમાં પીડિતા અને આરોપી એકબીજાથી પરિચિત હતા.

વર્ષ 2023માં રાજ્યમાં બાળકોના જાતીય ગુનાઓથી રક્ષણ અધિનિયમ (પોક્સો એક્ટ) હેઠળ કુલ 2,548 ગુના નોંધાયા હતા. ગુજરાતમાં 2,570 છોકરીઓ જાતીય ગુનાનો ભોગ બની હતી, જે પ્રતિ લાખ વસ્તીમાં 7 છોકરીઓ થાય છે.

રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાખોરીમાં નજીવો 0.94 ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ 2023માં રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાખારીના કુલ 7,805 કેસ નોંધાયા હતા, જે વર્ષ 2022માં 7,731 હતા.

આ પણ વાંચો: રાજકોટના ડેડરવા ગામમાં હડકાયા શ્વાને 15થી વધુ લોકોને બચકા ભર્યા, લોકોમાં ભયનો માહોલ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…
GUJARAT

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…

May 11, 2026
ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન
GUJARAT

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

May 11, 2026
મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ
GUJARAT

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

May 11, 2026
Next Post
ટ્રેક્ટરના પાર્ટસની આડમાં કન્ટેનરમાં દારૃની હેરાફેરીનું નેટવર્ક ઝડપાયું | liquer caught in truck con…

ટ્રેક્ટરના પાર્ટસની આડમાં કન્ટેનરમાં દારૃની હેરાફેરીનું નેટવર્ક ઝડપાયું | liquer caught in truck con...

નર્મદા: ઝરવાણીના જંગલમાં રસ્તો ભૂલેલા તેલંગાણાના 5 પ્રવાસીઓનું સફળ રેસ્ક્યુ, ગણતરીના કલાકોમાં શોધી ક…

નર્મદા: ઝરવાણીના જંગલમાં રસ્તો ભૂલેલા તેલંગાણાના 5 પ્રવાસીઓનું સફળ રેસ્ક્યુ, ગણતરીના કલાકોમાં શોધી ક...

શિમલામાં નાગ મંદિરમાં લાગી ભીષણ આગ, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ ત્રણ માળનું નવનિર્મિત ભવન સળગી ઉઠ્યું | …

શિમલામાં નાગ મંદિરમાં લાગી ભીષણ આગ, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ ત્રણ માળનું નવનિર્મિત ભવન સળગી ઉઠ્યું | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સીઝફાયર માટે પાકિસ્તાને જ પહેલા કોલ કર્યો…’ ઈન્ડોનેશિયામાં સલમાન ખુર્શીદનો મોટો ખુલાસો | pakistan…

‘સીઝફાયર માટે પાકિસ્તાને જ પહેલા કોલ કર્યો…’ ઈન્ડોનેશિયામાં સલમાન ખુર્શીદનો મોટો ખુલાસો | pakistan…

12 months ago
ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, સિઝનનો કુલ 115% વરસાદ થયો, સૌથી વધુ કચ્છમાં | gujarat rain update…

ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, સિઝનનો કુલ 115% વરસાદ થયો, સૌથી વધુ કચ્છમાં | gujarat rain update…

7 months ago
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ઝોનમાં મિલકતવેરાના બિલો આપી દેવાયા | Vadodara Municipal Cor…

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ઝોનમાં મિલકતવેરાના બિલો આપી દેવાયા | Vadodara Municipal Cor…

9 months ago
કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે: યુદ્ધ અંગે PM મોદીનું મોટું નિવેદન | PM Modi Slam…

કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે: યુદ્ધ અંગે PM મોદીનું મોટું નિવેદન | PM Modi Slam…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News