![]()
,મકરપુરા વિસ્તારમાં રહેતી મહિલા પર બળાત્કાર ગુજારી ભાગી જનાર આરોપીને પોલીસે ઝડપી પાડી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે.
મકરપુરા વિસ્તારમાં રહેતી મહિલાનો સતત પીછો કરતો આરોપી એક દિવસ તેના ઘરે પહોંચી ગયો હતો. આરોપીએ ઘરનો દરવાજો ખખડાવતા મહિલાએ દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતાની સાથે જ આરોપી મહિલાના ઘરમાં ઘુસી ગયો હતો અને ધમકી આપી દુષ્કર્મ કર્યું હતું. દુષ્કર્મ કરીને ભાગી ગયેલા આરોપી સામે મહિલાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં પોલીસે મહિલાના ઘરની નજીક ફિટ કરેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરી આરોપી અક્ષય જયેન્દ્રભાઇ રાઠવા (રહે. વુડાના મકાનમાં, દંતેશ્વર, મૂળ રહે. લાલપુર ગામ,તા.કવાંટ, જિ.છોટાઉદેપુર)ને ઝડપી પાડયો હતો. આરોપી પરિણીત છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે.










