![]()
Mahisagar News: મહીસાગર જિલ્લાના વાવકુવા ગામ પાસે આવેલા અળદરી ધોધ જોવા માટે આવેલા રાજસ્થાનના બે વિદ્યાર્થીઓ ડૂબી ગયા હોવાની આશંકા છે. આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થીનું મોત થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, રાજસ્થાનના સરથાણા ગામના ધોરણ 11ના બે વિદ્યાર્થીઓ અળદરી ધોધ જોવા માટે આવ્યા હતા. તે દરમિયાન બે વિદ્યાર્થીઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાંથી એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ બાકોર અને ડીટવાસ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.










