gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહુવા ઉપર મેઘો ઓળઘોળ : 4 કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ | Clouds over Mahuva: Five and a half inches of…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
મહુવા ઉપર મેઘો ઓળઘોળ : 4 કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ | Clouds over Mahuva: Five and a half inches of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગોહિલવાડમાં સાર્વત્રિક મેઘમહેરથી ધરતીપુત્રોના સાતેય કોઠે ટાઢક..

– ગારિયાધારમાં ધોધમાર સાડા ચાર ઈંચ પાણી વરસ્યું, ભારે વરસાદના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ, શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ ; મહુવા-સાવરકુંડલા રોડ બંધ કરવો પડયો

ભાવનગર : ગોહિલવાડમાં અતિભારે વરસાદની આગાહી સાચી ઠરતા સાર્વત્રિક ઝાપટાંથી લઈ સાડા પાંચ ઈંચ પાણી વરસ્યું હતું. દોઢેક માસની લાંબી ઈંતેજારી બાદ મઘા નક્ષત્રમાં મેહૂલિયો મનમુકીને વરસતા ધરતીપુત્રોના સાતેય કોઠે ટાઢક વળી હતી. તો બીજી તરફ મહુવા, ગારિયાધાર પંથકમાં ભારે વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થતાં જનજીવન પ્રભાવિત થયું હતું.

મહુવામાં રાત્રે એક ઈંચથી વધુ વરસાદ બાદ આજે વહેેલી સવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જેના કારણે માત્ર ચાર કલાકમાં જ સાડા પાંચ ઈંચ જેટલું પાણી વરસી જતાં તમામ મુખ્ય માર્ગો પર ગોઠણસમા પાણી ભરાયા હતા. ભારે વરસાદની સ્થિતિને જોતા મહુવામાં મોટાભાગની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. નેશનલ હાઈવે-૩૫૧ પર ડાયવર્ઝનમાં ધોવાણ થતાં બપોરે મહુવા-સાવરકુંડલા હાઈવે બંધ કરી દેવાયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસતા માલણ નદી બે કાંઠે વહી હતી. જેના કારણે રસ્તા પર પાણી ભરાયા હતા. ગરાહવો નદીમાં પૂર આવતા માળિયા સહિતના ગામોમાં પાણી ફરી વળ્યા હતા.

ગારિયાધારમાં સવારે ધીમીધાર બાદ મેઘરાજા ધોધમાર વરસી પડતાં બપોર સુધીમાં સાડા ચાર ઈંચ પાણી ખાબકી જતાં રસ્તા-ખેતરો વરસાદી પાણીમાં ગરકાવ થયા હતા. તાલુકાના પરવડી ગામના પાદરમાં એક કાર પાણીમાં તણાઈ હતી. પાલિતાણા રોડ પર વાવાઝોડા સાથેના વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી થતાં મુખ્ય માર્ગ બંધ થવાથી ટ્રાફિકજામ થયો હતો. જેસર પંથકમાં રાત્રે ઝરમર વરસાદ બાદ મધરાત્રે વીજળીના ચમકારા અને ઠંડો પવન ફૂંકાયો હતો. ત્યારબાદ સવારે આભમાંથી કાચા સોનારૂપી અઢી ઈંચ પાણી પડયું હતું. જેસરના વડવાળાનગર વિસ્તારમાં દડુભાઈ ગીલાભાઈ ભમ્મરનું એક કાચું મકાન જમીનદોસ્ત થયું હતું. જેસરથી રાણીગામ વચ્ચે કોઝવે ઉપર પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ થયો હતો.

તળાજા પંથકમાં પણ મધા નક્ષત્રમાં મેઘરાજાએ સવા ઈંચ મહેર વરસાવી હતી. વલ્લભીપુરમાં સવારે ઝાપટું, ઉમરાળામાં પા ઈંચ, ભાવનગરમાં ધીમીધારે અર્ધો ઈંચ, ઘોઘામાં ધોધમાર પોણા બે ઈંચ, સિહોરમાં શ્રાવણી સરવડાંરૂપે પોણો ઈંચ અને પાલિતાણામાં મુશળધાર બે ઈંચ વરસાદ વરસ્યો હતો. બોટાદ જિલ્લામાં ગઢડામાં ચાર મિ.મી. અને બરવાળા-રાણપુરમાં પાંચ-પાંચ મિ.મી. વરસાદ થયો હતો.

 પાણીમાં ફસાયેલા 5 લોકોનું રેસ્ક્યુ કરાયું

પાલિતાણા તાલુકાના વડિયા ગામે નાના ખારો વિસ્તારમાં ચાર વ્યક્તિ પાણીમાં ફસાયા હોવાની તલાટી મંત્રીએ જાણ કરતા મામલતદાર, તાલુકા પંચાયત કચેરી, નગરપાલિકાની ટીમ અને તરવૈયાઓએ દોડી જઈ ચારેય વ્યક્તિનું રેસ્ક્યુ કરી તેમના જીવ બચાવ્યા હતા. તેમજ ગુંદરણા ગામે એક યુવાન ૧૫ ફૂટ પાણીમાં ફસાતા પોલીસ, સ્થાનિકોએ જહેમત ઉઠાવી રેસ્ક્યુ કર્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
કાર અને ઓટો રીક્ષા અથડાતા વૃદ્ધાનું મોત, પુત્રવધૂને ઇજા | Elderly man dies daughter in law injured i…

કાર અને ઓટો રીક્ષા અથડાતા વૃદ્ધાનું મોત, પુત્રવધૂને ઇજા | Elderly man dies daughter in law injured i...

૧૨થી લઈ ૧૮ મીટર સુધીના રસ્તો આવેલો છે, કિરણ પાર્કથી વિજયનગર ક્રોસીંગ સુધી હાલના રોડને ૨૪ મીટર પહોળો …

૧૨થી લઈ ૧૮ મીટર સુધીના રસ્તો આવેલો છે, કિરણ પાર્કથી વિજયનગર ક્રોસીંગ સુધી હાલના રોડને ૨૪ મીટર પહોળો ...

યુવકે ધમકી આપી સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી | Young man threatened and raped a minor and m…

યુવકે ધમકી આપી સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી | Young man threatened and raped a minor and m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આર્મી અગ્નિવીર ભરતી માટે ઓનલાઈન નોંધણીની તારીખ લંબાવવામાં આવી.

આર્મી અગ્નિવીર ભરતી માટે ઓનલાઈન નોંધણીની તારીખ લંબાવવામાં આવી.

1 year ago
ધનખડને કારણે મુશ્કેલીમાં ફસાયેલા ભાજપને ફરી RSSથી આશા! ઉપરાષ્ટ્રપતિની રેસમાં જુઓ કોનું નામ જોડાયું |…

ધનખડને કારણે મુશ્કેલીમાં ફસાયેલા ભાજપને ફરી RSSથી આશા! ઉપરાષ્ટ્રપતિની રેસમાં જુઓ કોનું નામ જોડાયું |…

10 months ago
ગુજરાતમાં 25% કરતાં વધુ ડૉક્ટર-પેરામેરડક્સની ઘટ, ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયો કેગનો રિપોર્ટ | Gujara…

ગુજરાતમાં 25% કરતાં વધુ ડૉક્ટર-પેરામેરડક્સની ઘટ, ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયો કેગનો રિપોર્ટ | Gujara…

1 year ago
વડોદરા જિલ્લા ભાજપના નવા સંગઠનમાં વિવાદ, ડેસરની બાદબાકીઃસિનિયર સિટિઝનોને હોદ્દા | Controversy in the…

વડોદરા જિલ્લા ભાજપના નવા સંગઠનમાં વિવાદ, ડેસરની બાદબાકીઃસિનિયર સિટિઝનોને હોદ્દા | Controversy in the…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News