gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

‘માંગ પૂરી કરો, નહીંતર ડિલિવરી બંધ’, ગિગ કામદારોનો રોષ, 31 ડિસેમ્બરે ફરી હડતાલ! | Gig Workers Announ…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in Business
0 0
0
‘માંગ પૂરી કરો, નહીંતર ડિલિવરી બંધ’, ગિગ કામદારોનો રોષ, 31 ડિસેમ્બરે ફરી હડતાલ! | Gig Workers Announ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gig Workers Call Major Strike on New Year’s Eve : 25 ડિસેમ્બરે ક્રિસમસના રોજની ટૂંકી હડતાલ કર્યા પછી હવે ડિલિવરી ક્ષેત્રના કામદારો વધુ મોટું અને નિર્ણાયક પગલું ભરી રહ્યા છે. ‘તેલંગાણા ગિગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ યુનિયન’ (TGPWU) અને ‘ઇન્ડિયન ફેડરેશન ઓફ એપ-બેઝ્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ’ (IFAT) એ સંયુક્ત રીતે 31 ડિસેમ્બર, 2૦25ના રોજ દેશવ્યાપી હડતાલ જાહેર કરી છે. આ હડતાલમાં સ્વિગી, ઝોમેટો, ઝેપ્ટો, એમેઝોન, બ્લિંકિટ અને ફ્લિપકાર્ટ જેવા મોટા ઓનલાઈન ફૂડ ડિલિવરી અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ સાથે જોડાયેલા લાખો ડિલિવરી કર્મચારીઓ ભાગ લેશે. દેશના તમામ મેટ્રો શહેરો અને ટાયર-2 શહેરોમાં આ હડતાલની અસર દેખાશે. 31 ડિસેમ્બરની રાત નવા વર્ષની ઉજવણીની હોય છે, જ્યારે ઓર્ડર્સનું પ્રમાણ ખૂબ વધી જાય છે. આ ખાસ તારીખ પસંદ કરવાનો હેતુ પ્લેટફોર્મ કંપનીઓ પર મહત્તમ આર્થિક અને સેવા-સંચાલનનું દબાણ બનાવવાનો છે.

ગિગ વર્કર્સ એટલે શું? 

ગિગ વર્કર્સ (Gig Workers) એટલે ‘એવા કામદારો કે જેઓ ટુકડાઓમાં અથવા ટૂંકા ગાળા માટે કામ લે છે અને પૂરું કરી આપે છે’. મૂળ તો કોઈ પ્રસંગે સંગીત કાર્યક્રમ કરવા આવતાં કલાકારો માટે ‘ગિગ’ શબ્દ વપરાતો. હવે એ શબ્દ એવા કામદારો માટે પણ વપરાય છે જે કોઈ એક ચોક્કસ કામ (જેમ કે, એક ઓર્ડરની ડિલિવરી કરવી, એક રાઈડ પૂરી કરવી અથવા એક ઘરની સફાઈ કરવી) માટે જ ‘હાયર’ કરવામાં આવે છે. એ કામ પૂરું થાય એટલે એમનું કામ પૂરું, પછી બીજું કામ મળે કે ન મળે તે અલગ વાત.  

હડતાલ પાછળના મુખ્ય કારણો 

ગિગ અર્થતંત્રમાં કામદારોની સ્થિતિ સતત ખરાબ થવાના કારણે, વારંવાર હડતાલ જેવા કડક પગલાં જરૂરી બન્યા છે. કંપનીના પૂર્ણકાલિક કર્મચારી નહીં, પણ સ્વતંત્ર કરારધારી (Independent Contractor) ગણાતા હોવાથી તેમને નિશ્ચિત પગાર કે નોકરીની સુરક્ષા મળતી નથી; પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઇટી, પેઈડ રજા, આરોગ્ય વીમો જેવા લાભોથી પણ તેઓ વંચિત રહે છે. કામદારોનો આવાજ દબાવી દેવામાં આવે છે અને વાટાઘાટોની પ્રક્રિયા અટકી પડી છે, એવો તેમનો આરોપ છે. કામદારોના રોષ પાછળના કારણો વિગતવાર જોઈએ.

1. અનિશ્ચિત અને ઘટતી આવક 

– પહેલાં નિશ્ચિત ‘પે પર ડિલિવરી’ (ડિલિવરી દીઠ નિશ્ચિત રકમ) મળતી હતી, એના બદલે હવે ડાયનેમિક પગાર સિસ્ટમ લાદવામાં આવી છે, જેમાં અલ્ગોરિધમ જટિલ ગણતરીઓ વડે કામદારની રકમ નક્કી કરે છે. આમાં અંતર, સમય, ટ્રાફિક, કલાક અને ‘સર્પ્લસ’ જેવા અસ્પષ્ટ પરિબળો સામેલ હોય છે. 

– આ સિસ્ટમમાં પ્રોત્સાહન (ઇન્સેન્ટિવ્સ) અને બોનસનાં નિયમો વારંવાર અને અચાનક બદલાય છે, જેથી કામદાર પાસેથી વધુ કામ લઈ શકાય, પણ વધુ પગાર ન આપવો પડે. 

– પ્લેટફોર્મ નવા કામદારોની સતત ભરતી કર્યા કરતું હોવાથી ઓર્ડર્સનું વિતરણ તો ઝડપી થાય છે, પણ દરેક કામદારની આવક પર અસર પડે છે.

2. અલ્ગોરિધમિક નિયંત્રણ અને પારદર્શિતાનો અભાવ 

– કામદારો પર ‘ડિજિટલ બોસ’નું સંપૂર્ણ નિયંત્રણ હોય છે. આ અલ્ગોરિધમ તેમની કમાણી, કામનું ભારણ, રેટિંગ અને એકાઉન્ટ બ્લોક કરવું વગેરે નક્કી કરે છે. 

– ‘1૦-મિનિટમાં ડિલિવરી’ જેવા અત્યંત ઝડપી લક્ષ્યો પાર પાડવા માટે ડિલિવરી કામદારો રેડ સિગ્નલ વટાવી જવા, હેલ્મેટ ન પહેરવા અને થાકેલા હોવા છતાં મજબૂરીમાં વાહન ચલાવતા રહેવા જેવા પગલાં ભરે છે, જેને કારણે ઘણા અકસ્માતના ભોગ પણ બને છે. 

– જો કોઈ ઓર્ડર રદ થાય, ગ્રાહક ફરિયાદ કરે અથવા ડિલિવરીમાં વિલંબ થાય (જેનાં કારણો ટ્રાફિક, મકાનનો નંબર ન મળવો, વગેરે હોઈ શકે), તો કામદારને દંડ થાય છે અને એમના રેટિંગ પણ ઘટી જાય છે. કામદારો વિરુદ્ધ જતાં આવા નિર્ણયો માટે કોઈ સ્પષ્ટીકરણ નથી આપવામાં આવતું.

3. સામાજિક સુરક્ષા લાભોનો સંપૂર્ણ અભાવ

– ગિગ કામદારોને કોઈ રોજગાર કાયદા હેઠળ કવર કરવામાં આવતા નથી. તેમને પેન્શન, પ્રોવિડન્ટ ફંડ (PF), ગ્રેચ્યુઇટી અથવા રાજ્ય વીમા (ESI) જેવા કોઈ લાભ મળતા નથી.

– લાંબા કલાકો સાયકલ/બાઇક પર ભટકવાના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે, પણ કોઈ આરોગ્ય વીમો (Health Insurance) હોતો નથી. અકસ્માતમાં ઇજા થાય તો ખર્ચો પોતે વહોરવો પડે છે.

– આરામનો સમય (Fixed Rest Breaks), રજા (Paid Leave), અથવા મેટર્નિટી/પેટર્નિટી બેનેફિટ્સ જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી હોતી.

4. અસરકારક ફરિયાદ નિવારણ પ્રણાલીની કમી

– પગાર, દંડ અથવા એકાઉન્ટ બ્લોક સંબંધિત ફરિયાદ દાખલ કરવી હોય તો માત્ર ચેટબોટ અથવા ઈ-મેલ સપોર્ટ જ ઉપલબ્ધ છે. કોઈ માનવીય અધિકારી સાથે સીધો સંપર્ક શક્ય નથી.

– ફરિયાદનો જવાબ આવતાં અઠવાડિયા લાગે છે અને મોટાભાગનાં કિસ્સાઓમાં ‘કંપનીની પોલિસી અનુસાર’ જવાબ આપીને કેસ બંધ કરી દેવામાં આવે છે.

હડતાલની અસર કેવી પડશે?

વર્ષના અંત ભાગમાં ઓનલાઇન ઓર્ડર્સના પ્રમાણમાં ધરખમ વધારો થતો હોય છે. તેથી 31 ડિસેમ્બરે ઘણાં શહેરોમાં ફૂડ ડિલિવરીમાં વિલંબ થઈ શકે છે. રેસ્ટોરન્ટ્સને ઓર્ડર મળવા બંધ થઈ શકે છે. નવા વર્ષની તૈયારી માટેની ઑનલાઈન ખરીદી (કપડાં, ગિફ્ટ્સ)ની ડિલિવરી પણ મોડી થઈ શકે છે.

લક્ષ્ય લાંબા ગાળાનું છે 

ગિગ યુનિયનોનો હેતુ ફક્ત એક દિવસની સેવા બંધ કરવાનો નથી. તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારોનું ધ્યાન આ સંકટ તરફ ખેંચવા માંગે છે. તેઓ ગિગ કામદારો માટે કાયદાકીય રક્ષણ, ન્યૂનતમ મજૂરી દર અને સામાજિક સુરક્ષા યોજનાઓની માંગ કરે છે. હડતાલનો સમય પણ પીક બિઝનેસ સીઝનનો રાખવામાં આવ્યો છે, જેથી પ્લેટફોર્મ કંપનીઓ પર દબાણ વધે. આર્થિક નુકસાનની શક્યતાને કારણે કંપનીઓને વાટાઘાટો માટે મજબૂર કરવાની તાકાત આ પગલામાં છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…
Business

શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…

March 30, 2026
ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…
Business

ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…

March 29, 2026
લોન લેનારા માટે ખુશખબર: 1 એપ્રિલથી બદલાશે લોન અને CIBIL સ્કોરના નિયમો | New Loan & CIBIL Rules from …
Business

લોન લેનારા માટે ખુશખબર: 1 એપ્રિલથી બદલાશે લોન અને CIBIL સ્કોરના નિયમો | New Loan & CIBIL Rules from …

March 29, 2026
Next Post
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની પરીક્ષાના ગુણ જાહેર કર્યા, જુઓ લિસ્ટ | Gujarat Police Rec…

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની પરીક્ષાના ગુણ જાહેર કર્યા, જુઓ લિસ્ટ | Gujarat Police Rec...

હવે ગુજરાત STની એક્સપ્રેસ બસોમાં મળી રહેશે જમવાનું! શરુ કરાશે ‘FOOD ON BUS’ સર્વિસ | Food service wi…

હવે ગુજરાત STની એક્સપ્રેસ બસોમાં મળી રહેશે જમવાનું! શરુ કરાશે 'FOOD ON BUS' સર્વિસ | Food service wi...

ઘર ખરીદનારાઓને મોટી રાહત! હવે ઓનલાઇન નોંધાવી શકશો ફરિયાદ, RERAએ જાહેર કરી નવી SOP | Gujarat Real Est…

ઘર ખરીદનારાઓને મોટી રાહત! હવે ઓનલાઇન નોંધાવી શકશો ફરિયાદ, RERAએ જાહેર કરી નવી SOP | Gujarat Real Est...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટના લોકમેળાને લઈને રાજ્ય સરકારે SOPના નિયમો હળવા કર્યા, આયોજકોને મળી મોટી રાહત | Gujarat govern…

રાજકોટના લોકમેળાને લઈને રાજ્ય સરકારે SOPના નિયમો હળવા કર્યા, આયોજકોને મળી મોટી રાહત | Gujarat govern…

8 months ago
હવામાન વિભાગનું એલર્ટ, ગુજરાત-મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં પડશે વરસાદ, ફૂંકાશે ભારે પવન | IMD Mons…

હવામાન વિભાગનું એલર્ટ, ગુજરાત-મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં પડશે વરસાદ, ફૂંકાશે ભારે પવન | IMD Mons…

11 months ago
મારું નામ શક્તિ છે, તારું લોકેશન આપ… કારમાં લોકેશન પર પહોંચી યુવક ઉપર તિક્ષ્ણ હથિયારથી હુમલો | you…

મારું નામ શક્તિ છે, તારું લોકેશન આપ… કારમાં લોકેશન પર પહોંચી યુવક ઉપર તિક્ષ્ણ હથિયારથી હુમલો | you…

8 months ago
શીરોલા ગામ પાસે ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિના મોત | 2 people died in an accident betw…

શીરોલા ગામ પાસે ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિના મોત | 2 people died in an accident betw…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News