![]()
વડોદરા,સમા કેનાલ પાસેથી ઉત્તરાખંડમાં રહેતા અને માંજલપુરની ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકની લાશ મળી આવી છે. છાણી પોલીસે સ્થળ પર જઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમા કેનાલ પાસે આવેલા દશામાંના મંદિર પાસે રોમન પાર્ક સોસાયટીની સામે લીમડાના ઝાડ નીચે એક લાશ પડી હોવાનો મેસેજ છાણી પોલીસને મળતા પોલીસે સ્થળ પર જઇ તપાસ હાથ ધરી હતી. મૃતક પાસેથી મળેલા આઇકાર્ડ પરથી મૃતકનું નામ નવદીપસિંઘ સુમેન્દ્રસિંઘ, ઉં.વ.૨૭ (રહે. ઉત્તરાખંડ) હોવાનું જાણવા મળ્યું હતું. માંજલપુર વિસ્તારની એક ખાનગી કંપનીમાં તે નોકરી કરતો હતો. દવાના ઓવરડોઝના કારણે તેનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. તેણે આપઘાત કર્યો છે કે પછી ભૂલથી દવાનો ઓવરડોઝ લઇ લીધો છે. તે અંગે છાણી પોલીસે તપાસ હાથ ધરી છે.







