માંડલઃ માંડલ પંથકમાં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
માંડલની પીએમશ્રી પ્રાથમિક શાળા સહિત ટ્રેન્ટ, નાનાઉભડા અને વિઠલાપુર હાઈવે પરની
વિવિધ શાળાઓમાં રંગોત્સવનું આયોજન કરાયું હતું. નાના ભૂલકાંઓથી લઈને મોટા
વિદ્યાર્થીઓએ એકબીજાને ગુલાલ લગાવી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. શિક્ષકોએ
વિદ્યાર્થીઓને આ પર્વનું ધામક મહત્વ સમજાવ્યું હતું. કેટલીક શાળાઓમાં
વિદ્યાર્થીઓને ખજૂર-ધાણીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.










