![]()
માંડલ-ઃ માંડલમાં આવેલા પ્રસિદ્ધ ખંભલાય માતાજીના મંદિર પરિસરમાં આવેલ શ્રી મૃત્યુંજય મહાદેવ
શિવાલયમાં તા.૨૮ને પ્રથમ શ્રાવણ માસના સોમવારે ભોળાનાથ દાદાની મહાપુજાનું આયોજન
અને શૃંગાર તેમજ મહાઆરતી સહિતના પ્રસંગો યોજવામાં આવ્યાં હતાં. સાંજે ખંભલાય
ગર્ભગૃહમાં આવેલ મહાદેવજી અને ત્યારબાદ મૃત્યુંજય મહાદેવજીને જળ, દુધ, મધ, સાકર, ઘી સહિતના વિવિધ
દ્રવ્યોથી અભિષેક કરાયો હતા. રાત્રે ૮.૩૦ કલાકે મંદિરમાં ડમરું, શંખનાથ સાથે મહાઆરતી યોજાઈ હતી.










