![]()
વડોદરા,માંડવી રાજપુરાની પોળમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને જુગારધામના સંચાલક સહિત આઠ જુગારીઓને ઝડપી પાડી રોકડા, મોબાઇલ મળી કુલ ૪૦,૨૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.
વાડી પોલીસને માહિતી મળી હતી કે, માંડવી રાજપુરાની પોળમાં મો.આરીફ કાસમભાઇ બાવરચીના મકાનના ચોથા માળે જુગારધામ ચાલે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરી હતી. પોલીસે જુગારધામના સંચાલક સહિત આઠ જુગારીઓને ઝડપી પાડયા હતા. જેમાં (૧) મો.આરીફ (૨) હુસેનફારૃક ગુલામ કાદરભાઇ શેખ (રહે. બાવામાનપુરા) (૩) ચુનીલાલ લલ્લુભાઇ પરમાર (રહે. ગોયા દરવાજા, વાડી) (૪) અકબર મુરાદભાઇ સિન્ધી (રહે. યાકુતપુરા) (૫) યાકુબ સુલેમાનભાઇ દૂધવાલા (રહે. મુસ્લિમ મહોલ્લો, ન્યાય મંદિર) (૬) હાસીમ ઝમીલ ખાન (રહે. પાણીગેટ, શેખ ફરીદ મહોલ્લો) (૭) અબ્દુલહમીદ ઝમાલભાઇ શેખ (રહે. વાડી, ખાટકીવાડ પાસે) તથા (૮) મહેબૂબ કરીમભાઇ શેખ (રહે. રાજપુરાની પોળ, માંડવી) નો સમાવેશ થાય છે.










