gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માજી સૈનિકોની મહારેલીને પગલે ગાંધીનગર પોલીસ છાવણીમાં ઃ ૧૫૦થી વધુની અટકાયત | Gandhinagar police camp:…

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in GUJARAT
0 0
0
માજી સૈનિકોની મહારેલીને પગલે ગાંધીનગર પોલીસ છાવણીમાં ઃ ૧૫૦થી વધુની અટકાયત | Gandhinagar police camp:…
0
VIEWS
Share on FacebookShare on Twitter

છેલ્લા ૨૩ દિવસથી સત્યાગ્રહ છાવણીમાં આંદોલન ઉપર રહેલા

પ્રવેશદ્વારો ઉપર પોલીસ જવાનો ખડકી દેવાયા ઃ પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ ઃ પોલીસ સાથે ઘર્ષણના પણ દ્રશ્યો

ગાંધીનગર :  ગાંધીનગર શહેરની સત્યાગ્રહ છાવણી ઉપર છેલ્લા ૨૩ દિવસથી પડતર
માંગણીઓને લઈ આંદોલન ઉપર રહેલા માજી સૈનિકો દ્વારા આજે મહારેલીની જાહેરાત કરવામાં
આવી હતી પરંતુ રેલીને કોઈ મંજૂરી નહીં હોવાથી આજે સવારથી ગાંધીનગરના પ્રવેશદ્વારો
ઉપર પોલીસ ખડકી દેવામાં આવી હતી અને ગાંધીનગર આવતા માજી સૈનિકોની અટકાયત કરવામાં
આવતા ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. સાંજ સુધીમાં ૧૫૦થી વધુ જવાનોની અટકાયત
કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજ્યમાંથી આવેલા માજી સૈનિકો તેમની પડતર માંગણીઓને લઈ
ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ઉપર આંદોલન ઉપર બેઠા છે. સરકારી ભરતીમાં માજી સૈનિકો
માટે અલગથી અનામત બેઠકની માંગણી કરવામાં આવી છે અને અન્ય કોઈ કેટેગરીમાં તેમનો
સમાવેશ નહીં કરવા માટે સરકારને અનેક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ સરકાર તરફથી કોઈ
જ પ્રત્યુતર આપવામાં આવ્યો નથી. છેલ્લા ૨૩ દિવસથી સત્યાગ્રહ છાવણી ઉપર બેઠેલા આ
માજી સૈનિકોની ધીરજ ખૂટી પડી હતી અને ૧૯ ઓગસ્ટના રોજ મહારેલીની જાહેરાત કરવામાં
આવી હતી. જોકે પોલીસ કે તંત્ર દ્વારા આ રેલીને કોઈ જ મંજૂરી આપવામાં આવી ન હતી.
જેના પગલે આજે સવારથી ગાંધીનગરના પ્રવેશદ્વારો ઉપર સઘન સલામતી બંદોબસ્ત ગોઠવી
દેવામાં આવ્યો હતો અને શહેરમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હતું.

જેમાં માજી સૈનિકો બેઠા હોય તેવા વાહનો રોકીને તેમની અટકાયત
કરી લેવામાં આવી હતી. માજી સૈનિક મંડળના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતની પોલીસે અટકાયત
કરી લેતા આ જવાનોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. જેના પગલે ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ જવાના
માર્ગ ઉપર જવાનો દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવતા કલાકો સુધી ટ્રાફિકજામ રહ્યો
હતો. આ ઘટનાને પગલે ગાંધીનગર પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી અને શાહપુર બ્રિજ પાસે
નાકાબંધી કરી દીધી હતી અને ગાંધીનગરમાં જવાનો પ્રવેશી ન જાય તે માટે અહીં પોલીસનો
મોટો ખડકલો કરી દેવામાં આવ્યો હતો. જેમાં ખાનગી વાહનોમાં આવી રહેલા આ માજી
સૈનિકોની અટકાયત કરવામાં આવી હતી. સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સાંજ સુધીમાં
પોલીસ દ્વારા ૧૫૦થી વધુ માજી સૈનિકોની અટકાયત કરવામાં આવી હતી. જોકે પોલીસ દ્વારા
જ્યારે અટકાયત કરવામાં આવી ત્યારે અલગ અલગ સ્થળોએ ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા
હતા.

સચિવાલયના પણ દરવાજા ઉપર લોખંડી પહેરો ગોઠવાયો

માજી સૈનિકો દ્વારા સચિવાલય સુધી મહારેલીની જાહેરાત કરવામાં
આવી હતી. જેના પગલે પોલીસે ગેટ નંબર એક ઉપર પણ લોખંડી પોલીસ પહેરો ગોઠવી દીધો હતો
અને સચિવાલયમાં પ્રવેશતા તમામ વ્યક્તિઓની પૂછપરછ કરીને જ પ્રવેશ આપવામાં આવતો હતો.
જોકે સાંજ સુધીમાં આ રેલીને સફળતા નહીં મળતા પોલીસે હાસકારો અનુભવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાયસંગગઢના પાટિયા પાસે બાઇક અને અજાણ્યું વાહન અથડાતા યુવાનનું મોત | A young man died after his bike …
GUJARAT

રાયસંગગઢના પાટિયા પાસે બાઇક અને અજાણ્યું વાહન અથડાતા યુવાનનું મોત | A young man died after his bike …

March 23, 2026
આર્મી ઓફિસરની ઓળખ આપી કંજરીના દૂધના વેપારી સાથે 88 હજારની છેતરપિંડી | Milk trader from Kanjri cheate…
GUJARAT

આર્મી ઓફિસરની ઓળખ આપી કંજરીના દૂધના વેપારી સાથે 88 હજારની છેતરપિંડી | Milk trader from Kanjri cheate…

March 23, 2026
સુરેન્દ્રનગરમાં અરજી મેળામાં 100 થી વધુ અરજદારોની અરજીઓ કરી | More than 100 applicants applied at th…
GUJARAT

સુરેન્દ્રનગરમાં અરજી મેળામાં 100 થી વધુ અરજદારોની અરજીઓ કરી | More than 100 applicants applied at th…

March 23, 2026
Next Post
ચાંદખેડાના યુવાનને માર મારવાના કેસમાં ૩ આરોપીઓને કેદની સજા | 3 accused sentenced to imprisonment in …

ચાંદખેડાના યુવાનને માર મારવાના કેસમાં ૩ આરોપીઓને કેદની સજા | 3 accused sentenced to imprisonment in ...

સ્ટર્લિંગ હોસ્પિટલને ૧.૫૧ લાખનો દંડ કરતું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ | Pollution Control Board fines Ste…

સ્ટર્લિંગ હોસ્પિટલને ૧.૫૧ લાખનો દંડ કરતું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ | Pollution Control Board fines Ste...

સગાઇ કરીને શરીર સંબંધ બાંધી મંગેતરે લગ્નની ના પાડી દીધી | Fiancee refuses marriage after getting eng…

સગાઇ કરીને શરીર સંબંધ બાંધી મંગેતરે લગ્નની ના પાડી દીધી | Fiancee refuses marriage after getting eng...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં સિલિન્ડરનો કાળો કારોબાર! 3 લાખ લોકો પાસે LPG-PNG ડબલ કનેક્શન | Black Market in Ahmedabad:…

અમદાવાદમાં સિલિન્ડરનો કાળો કારોબાર! 3 લાખ લોકો પાસે LPG-PNG ડબલ કનેક્શન | Black Market in Ahmedabad:…

2 days ago
અમદાવાદ પોલીસે ઇકો કારમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, એકની ધરપકડ | Bopal police seize illic…

અમદાવાદ પોલીસે ઇકો કારમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, એકની ધરપકડ | Bopal police seize illic…

4 months ago
પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે વડોદરાના ચોખંડી-ભીડભંજન હનુમાનની બાજુમાં લોટ ઘરમાં આરોગ્યની ટીમ દ્વારા …

પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે વડોદરાના ચોખંડી-ભીડભંજન હનુમાનની બાજુમાં લોટ ઘરમાં આરોગ્યની ટીમ દ્વારા …

8 months ago
VIDEO: બિહારની બમ્પર જીત પર PM મોદીએ કહ્યું- ‘કટ્ટા સરકાર બિહારમાં ક્યારેય પરત નહીં ફરે’ | bihar ass…

VIDEO: બિહારની બમ્પર જીત પર PM મોદીએ કહ્યું- ‘કટ્ટા સરકાર બિહારમાં ક્યારેય પરત નહીં ફરે’ | bihar ass…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News