![]()
વડોદરા,માણેજા રોડ પર રોડ ઓળંગતા મોપેડ સવાર યુવકોને કાર ચાલકે ટક્કર મારતા બંનેને ઇજા પહોંચી હતી. માંજલપુર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મકરપુરા તુલસી નગર પાસે યશોદા નગરમાં રહેતો દેશરાજ રામાઆધાર યાદવ મકરપુરા જી.આઇ.ડી.સી.માં નોકરી કરે છે. ગઇકાલે તે કંપનીનું મોપેડ લઇને વિરેન્દ્રકુમાર ભોલાભાઇ સરોજ (રહે. રણછોડ નગર, માણેજા રોડ) સાથે કામ માટે મકરપુરા એરફોર્સ ગયો હતો. કામ પતાવીને તેઓ પરત આવતા હતા. તે સમયે મકરપુરા એરફોર્સથી સુશેન થઇ માણેજા તરફ જતા રોડ પરના ડિવાઇડર પરથી તેઓ રોડ ક્રોસ કરતા હતા. તે દરમિયાન એક કાર ચાલકે ટક્કર મારતા બંને ઉછળીને રોડ પર પટકાયા હતા. કાર ચાલકે એમ્બ્યુલન્સને કોલ કરી બોલાવી હતી. બંનેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. કાર ચાલકે ખર્ચના ૨૫ હજાર આપ્યા હતા. પરંતુ, સારવારનો ખર્ચ વધારે હતો. જે આપવાની કાર ચાલકે ના પાડી દીધી હતી.










