gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારના ભત્રીજા બાદશાહ સહિત 16 જુગાર રમતા ઝડપાયા | 16 people including Badsha…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in GUJARAT
0 0
0
માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારના ભત્રીજા બાદશાહ સહિત 16 જુગાર રમતા ઝડપાયા | 16 people including Badsha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ખેડા જિલ્લાના ભલાડા ગામે સ્ટેટ વિજિલન્સનો મોટો દરોડો

– સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ધારાસભ્યના હોમટાઉનમાં હાઈપ્રોફાઈલ જુગારધામ પર વિજિલન્સની ટીમ ત્રાટકી, રૂ. 22.36 લાખની મત્તા જપ્ત

નડિયાદ : ખેડા જિલ્લાના માતર તાલુકાના ભલાડા ગામે હરસિદ્ધી ફળિયા નજીક આવેલા ખુલ્લા ખેતરમાં સ્ટેટ વિજિલન્સની ટીમે ઓચિંતા દરોડા પાડી મોટાપાયે ચાલતા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી મુખ્ય સંચાલક રાજેશ ઉર્ફે લાલો ગુલાબભાઈ પરમાર સહિત કુલ ૧૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રકમ, લક્ઝુરિયસ કાર અને મોબાઈલ ફોન મળી કુલ ૨૨,૩૬,૭૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીંબાસી પોલીસ મથકે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ખાનગી બાતમી મળી હતી કે, માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારના ભત્રીજા રાજેશ ઉર્ફે લાલો દ્વારા ભલાડા ગામની સીમમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવામાં આવે છે. બાતમીના આધારે પોલીસે તા. ૪ એપ્રિલ ૨૦૨૬ના રોજ સાંજે ૧૭.૪૦ કલાકે ખેતરમાં કોર્ર્ડન કરી રેઈડ કરી હતી. પોલીસને જોઈને કેટલાક શખ્સોએે નાસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટીમે ૧૬ શખ્સોને રંગેહાથ પકડી પાડયા હતા. તપાસ દરમિયાન સ્થળ પરથી અંદર-બહારનો જુગાર રમતા ખેડા, આણંદ અને વડોદરા જિલ્લાના જુગારીઓ મળી આવ્યા હતા, જેમના કબજામાંથી રોકડા ૩,૨૦,૬૫૦ રૂપિયા મળી આવ્યા હતા. મુદ્દામાલની વિગતો જોતા પોલીસે ૧૮,૦૦,૦૦૦ રૂપિયાની કિંમતની ૩ ફોર વ્હીલર ગાડીઓ કબજે કરી છે. જેમાં અર્ટીગા કાર, ગ્રાન્ડ વિટારા અને વેગેનારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૨૫,૦૦૦ રૂપિયાની કિંમતનું એક મોટરસાયકલ અને ૧૪ મોબાઈલ ફોન પણ જપ્ત કરાયા છે. ઘટનાસ્થળેથી ગંજીપાનાના પેકેટ, ચટાઈ, તાડપત્રી અને પાણીનો જગ જેવી વસ્તુઓ પણ પોલીસે તપાસ અર્થે કબજે લીધી છે.

આ હાઈપ્રોફાઈલ દરોડાને પગલે સ્થાનિક રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે, કારણ કે મુખ્ય આરોપી રાજેશ પરમાર લાંબા સમયથી આ ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવતો હોવાની ચર્ચાઓ થઈ રહી છે અને તેની સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે. રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે સત્તાધારી પક્ષના ધારાસભ્યના નજીકના સંબંધી સામે થયેલી આ કડક કાર્યવાહીથી વહીવટી તંત્ર અને રાજકીય વર્તુળોમાં અનેક તર્કવિતર્કો શરૂ થયા છે. ધારાસભ્ય કલ્પેશ પરમારે આ મામલે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કર્યો છે, જેને લઈને પણ પ્રજામાં ભારે ચર્ચા જાગી છે.

ઝડપાયેલા 16 આરોપીઓના નામ

(૧) રાજેશકુમાર ઉર્ફે લાલો ગુલાબભાઇ પરમાર – ભલાડા (૨) મયુરભાઇ વિષ્ણુભાઇ સાધુ – સયલા (૩) એઝાઝ ઉર્ફે જાડીયો ગુલામહુશેન મલીક – ખંભાત (૪) મહમદ શાબીર શાકીર હુશેન મલેક – ખંભાત (૫) બુધાભાઈ ખોડાભાઈ ઝીજરવાડીયા – નવાખલ (૬) ગજેન્દ્રસિંહ ભાવસિંહ રાજ – અડાસ (૭) મહેશભાઈ ઉર્ફેે જગદીશભાઇ સોમાભાઇ રાવલ – માંજલપુર (૮) દક્ષેશભાઈ મનુભાઈ પંચાલ – રણોલી (૯) મુખત્યાર હસનભાઇ પઠાણ – વડોદરા (૧૦) મનોજભાઈ રમેશભાઇ કોટવાલ – ફાજલપુર (૧૧) મિતેશ ઉર્ફે લાલો રમણલાલ અગ્રવાલ – વડોદરા (૧૨) હરીશભાઈ રાઘવનભાઈ કારકીલ – ગોરવા (૧૩) ગીરીશકુમાર લક્ષ્મણભાઇ સથવારા – ગોરવા (૧૪) ખાલીદ ઐયુબ પટેલ – વડોદરા (૧૫) દયાશંકર ઇન્દ્રાસન શર્મા – ગોરવા (૧૬) ઘનશ્યામભાઈ કનુભાઇ ગોહીલ – નંદેસરી

માતરના આંતરીક રાજકારણમાં ખટરાગ બાદ કાર્યવાહીની ગંધ

માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશ પરમાર અત્યાર સુધી માતર ભાજપના એક નેતાના ઈશારે કામગીરી કરતા હોવાની રાજકીય આલમમાં ચર્ચાઓ છે. જો કે છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે ગજગ્રાહ શરૂ થયો હતો અને આ મામલો ખેડા લોકસભાના ટોચના નેતા સુધી પહોંચ્યો હતો. રાજકીય મોરચે લીલી ઝંડી મળ્યા બાદ જ સ્ટેટ વિજિલન્સે આ કાર્યવાહી કરી હોવાની ગંધ ઉઠી છે, જેનાથી આગામી સમયમાં પક્ષમાં મોટા ફેરફારના સંકેત મળી રહ્યાં છે.

3 દિવસથી વિજિલન્સે અડ્ડો જમાવેલો

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મોટા દરોડા પૂર્વે સ્ટેટ વિજિલન્સની ટીમે છેલ્લા ત્રણ દિવસથી ભલાડા અને આસપાસના વિસ્તારોમાં ગુપ્ત રીતે અડ્ડો જમાવ્યો હતો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને કરવામાં આવેલી આ ગુપ્ત વોચ બાદ જ્યારે ચોક્કસ ખાતરી થઈ કે મોટા પ્રમાણમાં જુગાર રમાઈ રહ્યો છે, ત્યારે જ શનિવારે સાંજે ઓચિંતો દરોડો પાડીને સફળતા મેળવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller
GUJARAT

Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

August 19, 2026
15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…
GUJARAT

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

August 19, 2026
Next Post
વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની ગરમી પરાકાષ્ઠાએ | Gujarat Samachar Delhi ni Vaat 06 April 2026

વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની ગરમી પરાકાષ્ઠાએ | Gujarat Samachar Delhi ni Vaat 06 April 2026

લીંબડીમાં બાર મહિના પહેલા બનાવેલો સીસી રોડ ખોદી પાણીની લાઇનો નખાઇ | CC road built twelve months ago …

લીંબડીમાં બાર મહિના પહેલા બનાવેલો સીસી રોડ ખોદી પાણીની લાઇનો નખાઇ | CC road built twelve months ago ...

નકલી દવા બનાવવાના આંતર રાજ્ય રેકેટના પર્દાફાશ : છ લોકોની ધરપકડ | Inter state racket of manufacturing…

નકલી દવા બનાવવાના આંતર રાજ્ય રેકેટના પર્દાફાશ : છ લોકોની ધરપકડ | Inter state racket of manufacturing...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતા કપડવંજના 32 યાત્રિકો 12 કલાક રસ્તામાં અટવાયા | 32 pilgrims from Kapadvanj s…

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતા કપડવંજના 32 યાત્રિકો 12 કલાક રસ્તામાં અટવાયા | 32 pilgrims from Kapadvanj s…

11 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

1 year ago
ચોરી કરી જતાં નેપાળી યુવાનને છરીના ઘા ઝીંકયા હતા, બે ઝડપાયા

ચોરી કરી જતાં નેપાળી યુવાનને છરીના ઘા ઝીંકયા હતા, બે ઝડપાયા

8 months ago
બ્યૂટિ પાર્લર ચલાવતી મહિલાને યુ.કે. મોકલવાના બહાને ૧૯.૫૮ લાખ પડાવ્યા | Woman running a beauty parlor…

બ્યૂટિ પાર્લર ચલાવતી મહિલાને યુ.કે. મોકલવાના બહાને ૧૯.૫૮ લાખ પડાવ્યા | Woman running a beauty parlor…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News