gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માતરનું 4.50 કરોડના ખર્ચે બનેલું નવીન આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન | Matar new health center b…

G METRO NEWS by G METRO NEWS
January 13, 2026
in GUJARAT
0 0
0
માતરનું 4.50 કરોડના ખર્ચે બનેલું નવીન આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન | Matar new health center b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દરવાજા બંધ કરી સ્ટાફ આરામ ફરમાવતો હોવાનો આક્ષેપ 

– તંત્રની બેદરકારી : ઉદ્ધાટન બાદ પણ અપૂરતા સ્ટાફ અને ડૉક્ટરોના અભાવે આધુનિક સુવિધાઓ ધૂળ ખાઈ રહી છે

નડિયાદ : ખેડા જિલ્લાના માતર મુકામે સરકાર દ્વારા મસમોટા ખર્ચે આરોગ્યની સુવિધાઓ ઉભી કરવામાં આવી હોવાના દાવાઓ વચ્ચે વાસ્તવિકતા સાવ વિપરીત જોવા મળી રહી છે. માતરમાં રૂપિયા ૪.૫૦ કરોડના જંગી ખર્ચે તૈયાર કરવામાં આવેલું નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્ર હાલ માત્ર શો-પીસ બનીને રહી ગયું છે. હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓ અંદરથી દરવાજા બંધ રાખીને આરામ કરતા હોવાના આક્ષેપો ઉઠી રહ્યાં છે. જેથી સારવાર માટે આવતા દર્દીઓને ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

સરકારે લોકોની સુખાકારી માટે માતરમાં રૂપિયા ૪.૫૦ કરોડના ખર્ચે અત્યાધુનિક સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કર્યું છે, પરંતુ આ સુવિધાનો મળવાને બદલે લોકોની મુશ્કેલીઓ વધી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, સ્થળ પરની પરિસ્થિતિ એવી છે કે, હોસ્પિટલના મુખ્ય દરવાજાઓ લાભાર્થીઓ માટે બંધ રાખવામાં આવે છે. હોસ્પિટલનો સ્ટાફ અંદરથી દરવાજા બંધ કરી દેતો હોવાની અને અંદર આરામ ફરમાવતો હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે. આ હોસ્પિટલના લોકાર્પણમાં પણ અગાઉ ઘણો વિલંબ થયો હતો. હવે જ્યારે હોસ્પિટલ શરૂ થઈ છે ત્યારે પણ પરિસ્થિતિ સુધરી નથી. હોસ્પિટલની અંદર અધ્યતન મેડિકલ સાધનો અને સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ તેનો ઉપયોગ કરનાર કોઈ નથી. પૂરતો મેડિકલ સ્ટાફ કે, કાયમી ડોક્ટરો હાજર રહેતા નથી. પરિણામે કરોડોના ખર્ચે વસાવેલી ટેકનોલોજી અને સાધનો ધૂળ ખાઈ રહ્યાં છે. જવાબદાર સ્ટાફની પણ એટલી જ જરૂર હોવા છતા અભાવ વર્તાઈ રહ્યો છે.

દૂર-દૂરના ગામડાઓમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ અહીં મફત અને સારી સારવારની આશાએ આવે છે. પરંતુ સરકારી દવાખાનાના બંધ દરવાજા અને ડોક્ટરોની ગેરહાજરી જોઈને તેમણે નાછૂટકે ખાનગી હોસ્પિટલોમાં જવું પડે છે, જ્યાં તેમને મોટી રકમ ખર્ચવી પડે છે. આટલી ગંભીર બેદરકારી હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ મૌન સેવી રહ્યાં છે અને કોઈ પગલાં લેવામાં આવતા નથી. તંત્રની ઉદાસીનતા સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠવા પામી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…
GUJARAT

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…

June 24, 2026
પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …
GUJARAT

પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

June 24, 2026
નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…
GUJARAT

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

June 24, 2026
Next Post
દિલ્હી ચાંદી રૂ. 15,000 ઉછળીને રૂ. 2,65,000ની ટોચે | Delhi silver jumps Rs 15 000 to peak at Rs 2 65…

દિલ્હી ચાંદી રૂ. 15,000 ઉછળીને રૂ. 2,65,000ની ટોચે | Delhi silver jumps Rs 15 000 to peak at Rs 2 65...

પૂરપાટ ઈકોની ટક્કરે બાઈક ચાલક યુવાનનું મોત નિપજ્યું | A young biker died after being hit by a full s…

પૂરપાટ ઈકોની ટક્કરે બાઈક ચાલક યુવાનનું મોત નિપજ્યું | A young biker died after being hit by a full s...

વાંઠવાડીમાં તસ્કરો મકાનનું તાળું તોડી રૂ. 11.18 લાખની મત્તા ચોરીને ફરાર | Smugglers break the lock o…

વાંઠવાડીમાં તસ્કરો મકાનનું તાળું તોડી રૂ. 11.18 લાખની મત્તા ચોરીને ફરાર | Smugglers break the lock o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોટીલા જતાં પદયાત્રીઓને કારે અડફેટે લેતાં કલોલના કોઠા ગામની વૃદ્ધાનું મોત | An old woman from Kotha …

ચોટીલા જતાં પદયાત્રીઓને કારે અડફેટે લેતાં કલોલના કોઠા ગામની વૃદ્ધાનું મોત | An old woman from Kotha …

10 months ago
લારીમાંથી રૃપિયા ચોર્યા, આરોપીને ઠપકો આપતા ચાકુના ઘા મારતા વેપારી લોહી લુહાણ | A atake ngeni emon ch…

લારીમાંથી રૃપિયા ચોર્યા, આરોપીને ઠપકો આપતા ચાકુના ઘા મારતા વેપારી લોહી લુહાણ | A atake ngeni emon ch…

3 months ago
પ્રતાપનગર યાર્ડમાં બ્લોકના કારણે કેટલીક ટ્રેનો રદ્દ રહેશે | Some trains will be cancelled due to blo…

પ્રતાપનગર યાર્ડમાં બ્લોકના કારણે કેટલીક ટ્રેનો રદ્દ રહેશે | Some trains will be cancelled due to blo…

8 months ago
જામજોધપુરના કોટડા બાવીસી ગામમાં રહેતી પરણીતાનો સંતાનના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત

જામજોધપુરના કોટડા બાવીસી ગામમાં રહેતી પરણીતાનો સંતાનના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News