gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માયધાર ગામે આહીર સમાજમાં અસીમ શ્રદ્ધા સાથે વીર દેવાયત બાપાની પ્રતિમા અનાવરણનો ગૌરવમય પ્રસંગ યોજાયો

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in GUJARAT
0 0
0
માયધાર ગામે આહીર સમાજમાં અસીમ શ્રદ્ધા સાથે વીર દેવાયત બાપાની પ્રતિમા અનાવરણનો ગૌરવમય પ્રસંગ યોજાયો
0
VIEWS
Share on FacebookShare on Twitter

વીર દેવાયત બાપાના શૌર્યને સલામ માયધારમાં ઇતિહાસ જીવંત બન્યો

માયધાર ગામે ગૌરવનો સૂર્યોદય દેવાયત બાપા બોદરની પ્રતિમા અનાવરણઃ બલિદાનની સુગંધથી મહેક્યું

પાલીતાણા તાલુકાના માયધાર ગામે યદુવંશી વીર આહીર શ્રી દેવાયત બાપા બોદરની પ્રતિમાનું ભવ્ય અનાવરણ તથા ધાર્મિક સાંસ્કૃતિક ધર્મસભાનો ગૌરવસભર કાર્યક્રમ યોજાયો આ પવિત્ર પ્રસંગે આહીર સમાજના રાજકીય,સામાજિક તથા ઉદ્યોગક્ષેત્રના અગ્રણીઓ સાથે આસપાસના ગામો અને શહેરોમાંથી મોટી સંખ્યામાં આહીર સમાજના ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા સમગ્ર માયધાર ગામે આજે ગૌરવ,ભાવના અને ભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો પરંપરાગત વિધિ વિધાનો,વેદમંત્રો અને ધાર્મિક ભાવનાના મધુર સ્પંદનો વચ્ચે વીર દેવાયત બાપા બોદરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યુ હતુ

ઉપસ્થિત મહાનુભાવોએ વીર દેવાયત બોદરના અદમ્ય શૌર્ય,બલિદાન અને સમાજપ્રેમના અવિસ્મરણીય ઇતિહાસને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી અનેક વક્તાઓએ જણાવ્યું હતું કે દેવાયત બાપા માત્ર એક ઐતિહાસિક પાત્ર નહી,પરંતુ આહીર સમાજના સ્વાભિમાન, એકતા અને અડગ હિંમતના જીવંત પ્રતીક છે યદુવંશી આહીર સમાજના ગૌરવ પુરુષ વીર દેવાયત બાપા બોદર શૂરવીરતા,પરાક્રમ અને સ્વધર્મ માટેના અદ્વિતીય બલિદાન માટે જાણીતા રહ્યા છે લોક પરંપરાઓ અને સામાજિક સ્મૃતિમાં તેઓ એવા યોદ્ધા તરીકે યાદ કરવામાં આવે છે

જેમણે અન્યાય અને અત્યાચાર સામે અડગ સંઘર્ષ કર્યો હતો સમાજના માન મર્યાદા અને ગૌરવની રક્ષા માટે જીવન અર્પણ કરનાર દેવાયત બાપાનું નામ આહીર સમાજમાં આજે પણ શ્રદ્ધા અને ગૌરવ સાથે ઉચ્ચારવામાં આવે છે તેમના શૌર્યગાથાઓ પેઢીથી પેઢી પ્રેરણાનું પ્રકાશપુંજ બની રહી છે

આ પ્રસંગ માત્ર પ્રતિમાનું અનાવરણ નહોતુ,પરંતુ આહીર સમાજની અખંડ એકતા,સંસ્કૃતિપ્રેમ અને ઐતિહાસિક ગૌરવનું ભવ્ય પ્રતિક બની રહ્યો હતો કાર્યક્રમમાં રાજકીય ક્ષેત્રના વિવિધ પક્ષ વિપક્ષના સ્થાનિક અને પ્રદેશ કક્ષાના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ સમાજના ઉત્થાનમાં ફાળો આપતા અગ્રણી દાતાઓ ઉદ્યોગપતિઓ અને સેવાભાવી આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતુ

પાલીતાણા અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આહીર જ્ઞાતિના ભાઈ બહેનો ઉપસ્થિત રહી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે માયધાર આહીર સમાજ અને ગામના યુવાનો દ્વારા અનન્ય જહેમત ઉઠાવવામાં આવી હતી વ્યવસ્થાપન યાત્રાળુઓની આવકાર વ્યવસ્થા, પ્રસાદ ભોજન સહિતની તમામ કામગીરી સુંદર અને સુવ્યવસ્થિત રીતે પાર પાડવામાં આવી હતી

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સંકલન ડી.કે. ડાંગર દ્વારા કરવામાં આવ્યુ હતુ તેમના સુચારૂ આયોજન અને સમર્પિત પ્રયાસોથી કાર્યક્રમ અત્યંત સફળ અને યાદગાર બન્યો હતો અંતે સમગ્ર માયધાર ગામે એક સ્વરથી વ્યક્ત કર્યું કે વીર દેવાયત બાપા બોદરની આ પ્રતિમા આવનારી પેઢીઓને શૌર્ય,સ્વાભિમાન અને સમાજસેવાની પ્રેરણા આપતી રહેશે અને આહીર સમાજની ગૌરવગાથાને અવિનાશી બનાવતી રહેશે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સગા-સંબંધીને માલિક બતાવી ભાડા ભથ્થું લેતા હોવ તો ચેતજો! 200 ટકા દંડ ભરવો પડશે | HRA Fraud Alert: 200…
GUJARAT

સગા-સંબંધીને માલિક બતાવી ભાડા ભથ્થું લેતા હોવ તો ચેતજો! 200 ટકા દંડ ભરવો પડશે | HRA Fraud Alert: 200…

February 24, 2026
પંચમહાલ: શહેરા માર્કેટ યાર્ડમાં ઘઉંનું ભૂસું ભરેલી ટ્રક ગેટ સાથે અથડાતા સર્જાયો અકસ્માત, ડ્રાઈવરનો આ…
GUJARAT

પંચમહાલ: શહેરા માર્કેટ યાર્ડમાં ઘઉંનું ભૂસું ભરેલી ટ્રક ગેટ સાથે અથડાતા સર્જાયો અકસ્માત, ડ્રાઈવરનો આ…

February 24, 2026
રાજકોટ: પહેલા દિવસે જંગલેશ્વરમાં 1119 મકાન જમીનદોસ્ત, આજે બંગલૉ પર ચાલશે બુલડોઝર | Rajkot Demolition…
GUJARAT

રાજકોટ: પહેલા દિવસે જંગલેશ્વરમાં 1119 મકાન જમીનદોસ્ત, આજે બંગલૉ પર ચાલશે બુલડોઝર | Rajkot Demolition…

February 24, 2026
Next Post
ભોજશાળામાં મંદિર હોવાના પૂરાવા! અવશેષોમાં મસ્જિદ બનાવાઈ હોવાનો ASI રિપોર્ટમાં દાવો | bhojshala asi s…

ભોજશાળામાં મંદિર હોવાના પૂરાવા! અવશેષોમાં મસ્જિદ બનાવાઈ હોવાનો ASI રિપોર્ટમાં દાવો | bhojshala asi s...

ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 23 હજાર કરોડની 5 મોટી ડીલ | canada pm ma…

ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 23 હજાર કરોડની 5 મોટી ડીલ | canada pm ma...

શર્ટલેસ પ્રોટેસ્ટ: 20 કલાકની પૂછપરછ બાદ યૂથ કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુ ચિબની ધરપકડ | Delhi AI Summit…

શર્ટલેસ પ્રોટેસ્ટ: 20 કલાકની પૂછપરછ બાદ યૂથ કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુ ચિબની ધરપકડ | Delhi AI Summit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જીવનરક્ષક કે જીવલેણ? ડેક્સ્ટ્રોમેથોર્ફન કફ સિરપના કારણે રાજસ્થાન-મધ્ય પ્રદેશમાં 11 માસુમના મોત! | Li…

જીવનરક્ષક કે જીવલેણ? ડેક્સ્ટ્રોમેથોર્ફન કફ સિરપના કારણે રાજસ્થાન-મધ્ય પ્રદેશમાં 11 માસુમના મોત! | Li…

5 months ago
બિહારના પટણામાં ફરી મોટું કાંડ, હોટલમાં ઘૂસીને આરજેડી નેતાની ગોળી મારી હત્યા કરાઈ | Bihar rjd leader…

બિહારના પટણામાં ફરી મોટું કાંડ, હોટલમાં ઘૂસીને આરજેડી નેતાની ગોળી મારી હત્યા કરાઈ | Bihar rjd leader…

6 months ago
સોનામાં ફરી આગઝરતી તેજી, ભાવ રૂ. 1000 ઉછળી નવી ઐતિહાસિક ટોચે, જાણો અમદાવાદમાં શું છે હાલ | Gold Pric…

સોનામાં ફરી આગઝરતી તેજી, ભાવ રૂ. 1000 ઉછળી નવી ઐતિહાસિક ટોચે, જાણો અમદાવાદમાં શું છે હાલ | Gold Pric…

7 months ago
SIR ની કામગીરીમાં નામ કમી થતા ફોર્મ નં.7ના બહાને ભારે ફ્રોડના આક્ષેપ સાથે કોંગ્રેસનો હોબાળો | Vadoda…

SIR ની કામગીરીમાં નામ કમી થતા ફોર્મ નં.7ના બહાને ભારે ફ્રોડના આક્ષેપ સાથે કોંગ્રેસનો હોબાળો | Vadoda…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News