gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મારા શરીરમાં 250 ટાંકા, હાથ-પગમાં રૉડ…’, ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ ભીની આંખે આપવીતી વર્ણવી | Unnao …

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in INDIA
0 0
0
‘મારા શરીરમાં 250 ટાંકા, હાથ-પગમાં રૉડ…’, ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ ભીની આંખે આપવીતી વર્ણવી | Unnao …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Unnao Case Update: ઉત્તર પ્રદેશમાં ઉન્નાવ દુષ્કર્મ કેસ, જેણે આખા દેશને હચમચાવી નાખ્યો હતો, તે ફરી એકવાર સમાચારમાં છે. આ વખતે કારણ દિલ્હી હાઇકોર્ટનો તાજેતરનો આદેશ છે, જેમાં આરોપી પૂર્વ ભાજપ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને જામીન આપવામાં આવ્યા હતા. આનાથી પીડિતાના જૂના ઘા ફરી તાજા થયા છે. આ આદેશ બાદ, પીડિતાએ પોતાની દુર્દશા વિશે વાત કરી. તેણે આરોપ લગાવ્યો કે ‘ઇન્ડિયા ગેટ વિરોધ દરમિયાન, પોલીસે મને બળજબરીથી વાહનમાં બેસાડી, ખેંચી અને ધક્કો માર્યો. મારા આખા શરીરમાં લગભગ 250 ટાંકા છે, અને મારા હાથ અને પગમાં સળિયા નાખવામાં આવ્યા છે. છતાં, પોલીસે મને ખેંચી જેનાથી મને ખૂબ દુખાવો થયો.”

કોર્ટમાં ગઈ, પણ મને લાચારીનો અનુભવ થયો…

દિલ્હી હાઇકોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા પીડિતાએ કહ્યું કે, ‘હું હાઇકોર્ટ ગઈ. ચુકાદો સાંભળતી વખતે મેં વિરોધ કરવાનો પ્રયાસ કર્યો, પણ મારું કોણ સાંભળે? આખી ચર્ચા અંગ્રેજીમાં થઈ. જો ચર્ચા હિન્દીમાં હોત, તો કદાચ હું પૂછી શકી હોત કે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે. હવે મને સમજાયું કે સામાન્ય લોકો, ખાસ કરીને ગરીબ અને પીડિત મહિલાઓ માટે ન્યાય કેટલો જટિલ બની ગયો છે. ચુકાદા પછી હું સંપૂર્ણપણે ભાંગી પડી હતી. હું એટલી દુઃખી હતી કે મને આપઘાત કરવાનું મન થયું. પણ પછી મેં મારા બાળકો તરફ જોયું અને મારા પરિવાર વિશે વિચાર્યું. મૃત્યુ ન્યાય નહીં આપે, જો ભગવાને મને જીવતી રાખી છે, તો કદાચ સંઘર્ષ માટે રાખી છે. મારો સીધો સવાલ છે કે, જો આવા જઘન્ય ગુનાના આરોપીને જામીન મળી શકે તો પીડિત અને સાક્ષીઓ કેવી રીતે સુરક્ષિત રહેશે?’

આ પણ વાંચોઃ છત્તીસગઢના રાયપુરમાં ક્રિસમસની ઉજવણીમાં ભંગ, બંધના એલાન વચ્ચે મોલમાં તોડફોડ

સુરક્ષા દૂર કરવાનો આરોપ

આ વિશે વધુમાં પીડિતાએ આરોપ લગાવ્યો કે, જામીનની પ્રક્રિયા દરમિયાન અને ત્યારબાદ મારા પરિવાર, વકીલો અને સાક્ષીઓની સુરક્ષા ધીમે ધીમે પાછી ખેંચી લેવામાં આવી. મારા કાકાના જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ પછી અમારા સાક્ષીઓની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી. અમે પોલીસ અને કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરી હતી, પરંતુ કોઈ સુનાવણી થઈ ન હતી. જ્યારે આરોપી પ્રભાવશાળી હોય છે, ત્યારે ડર ફક્ત જેલમાંથી બહાર નીકળવાનો જ નહીં, પરંતુ તેના સમર્થકો અને નેટવર્કનો પણ હોય છે.

આજે મારી સાથે થયું, કાલે મારી દીકરી સાથે પણ આવું થઈ શકે છે

ભવિષ્ય વિશે વાત કરતી વખતે પીડિતાની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે કહ્યું કે, ‘આજે મારી સાથે આવું થયું. કાલે મારી દીકરી સાથે પણ આવું થઈ શકે છે, મારા દીકરા સાથે પણ આવું થઈ શકે છે. હું એક માતા છું, મેં એ સહન કર્યું છે. પણ મારી દીકરી એ કેવી રીતે સહન કરશે? આ ચુકાદાથી ફક્ત હું જ નહીં, પરંતુ ન્યાયની આશા સાથે જીવતી દરેક દીકરી ડરી ગઈ છે.’

મારા કાકાએ કોઈ ગુનો કર્યો નથી, છતાં તેઓ સાત વર્ષથી જેલમાં છે

પીડિતાએ બીજો ગંભીર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, ‘મારા કાકાએ કોઈની છેડતી કે બળાત્કાર કર્યો નથી, છતાં તેઓ સાત વર્ષથી જેલમાં છે અને જેણે મારી સાથે આવું કર્યું, સત્તામાં એક શક્તિશાળી વ્યક્તિ, તેને જામીન મળી રહ્યા છે. આરોપી એક સમયે સત્તાધારી પાર્ટી ભાજપ સાથે સંકળાયેલો હતો, જેના કારણે સિસ્ટમ તેમને નબળી લાગે છે. સામૂહિક દુષ્કર્મ જેવા કેસમાં જામીન આપવા એ એક ખતરનાક સંકેત છે. જો દુષ્કર્મના કેસમાં જામીન મળે છે, તો હત્યાના કેસમાં પણ જામીન મળશે. આ જ ડર સતાવે છે. જ્યારે કોઈ છોકરી પર દુષ્કર્મ થાય છે અને તેના પિતાની હત્યા પણ થાય છે અને આરોપીને હજુ પણ રાહત મળે છે, ત્યારે તે ન્યાય વ્યવસ્થા પર ગંભીર પ્રશ્ન ઉભો થાય છે.’

ઇન્ડિયા ગેટ પર વિરોધ અને પોલીસ પર ગંભીર આરોપો

હાઇકોર્ટના નિર્ણય પછી, પીડિતાએ ઇન્ડિયા ગેટ પર શાંતિપૂર્ણ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો. આ વિશે વાત કરતા તેણે કહ્યું કે, ‘ત્યાં જે બન્યું તેનાથી હું વધુ દુઃખી થઈ ગઈ. પોલીસે કહ્યું કે ત્યાં વિરોધ પ્રદર્શનની મંજૂરી નથી. મેં પૂછ્યું, જો વિરોધ પ્રદર્શનની મંજૂરી નથી, તો શું દુષ્કર્મની મંજૂરી છે? શું ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ ના નારા ફક્ત પોસ્ટરો સુધી મર્યાદિત છે? પોલીસે મને બળજબરીથી વાહનમાં બેસાડી, ખેંચીને ધક્કો માર્યો. મારા આખા શરીરમાં લગભગ 250 ટાંકા અને મારા હાથ અને પગમાં સળિયા છે. છતાં, પોલીસે મને ખેંચી લીધી. મને ખૂબ દુખાવો થયો.’

આ પણ વાંચોઃ રેલવે ટ્રેક ઓળંગતા 5 લોકો ટ્રેન નીચે કચડાયા, ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં માતમ પ્રસર્યો

મને બંધક બનાવાઇ

પીડિતાનો દાવો છે કે, તેને કલાકો સુધી બંધક બનાવીને રાખવામાં આવી અને કહેવામાં આવ્યું કે, આરોપી સામે ન બોલે. પોલીસવાળા કહેતા કે, તમે કુલદીપ સેંગર સામે ન બોલો. એટલું જ નહીં તેણે એક પોલીસ પર દારૂ પીને ડ્યુટી કરતા હોવાનો આરોપ પણ લગાવ્યો. 

પૈસામાં ઘણી તાકત

પોતાના જીવના જોખમ વિશે વાત કરતા પીડિતાએ કહ્યું કે, ‘મને સતત જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. અમે અનેક અરજીઓ સબમિટ કરી, જેમાં અમે કહ્યું કે અમને ખતરો છે. અમને કહેવામાં આવી રહ્યું છે કે, બહાર નીકળતા જ ખતમ કરી દેશે. પૈસામાં બહું તાકત હોય છે.’

અમે ચુપ નહીં બેસીએ, સુપ્રીમ કોર્ટ જઇશું

પીડિતાએ સ્પષ્ટ કર્યું કે, ‘અમે હવે પીછેહઠ નહીં કરીએ. જ્યાં સુધી આરોપીની જામીન રદ નહીં થાય અમે શાંત નહીં બેસીએ. ભલે મને જેલ જ કેમ ન જવું પડે. મને સુપ્રીમ કોર્ટ પર પૂરો વિશ્વાસ છે, ત્યાં મને ન્યાય મળશે. જેવી કોર્ટ ખુલશે અમે ત્યાં અરજી કરીશું.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી યુવાનના અપહરણના પ્રકરણના ફરાર વધુ 4 આરોપીઓની પણ અટકાયત | 4 accused…

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી યુવાનના અપહરણના પ્રકરણના ફરાર વધુ 4 આરોપીઓની પણ અટકાયત | 4 accused...

જામનગરના મોટી ખાવડીથી સુરત રવાના કરાયેલા ડીઝલ ભરેલા ટેન્કરમાંથી ચાલકે રૂપિયા બે લાખનું ડીઝલ કાઢી લેત…

જામનગરના મોટી ખાવડીથી સુરત રવાના કરાયેલા ડીઝલ ભરેલા ટેન્કરમાંથી ચાલકે રૂપિયા બે લાખનું ડીઝલ કાઢી લેત...

સુરતના અલથાણમાં હૃદયદ્રાવક ઘટના: માતાએ માસૂમ પુત્ર સાથે 14મા માળેથી પડતું મૂક્યું, પુત્રનું મોત | Tr…

સુરતના અલથાણમાં હૃદયદ્રાવક ઘટના: માતાએ માસૂમ પુત્ર સાથે 14મા માળેથી પડતું મૂક્યું, પુત્રનું મોત | Tr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈશ્વિક અનિશ્ચિતતાઓ આર્થિક વિકાસ માટે ખતરા સમાન | Global uncertainties pose a threat to economic gro…

વૈશ્વિક અનિશ્ચિતતાઓ આર્થિક વિકાસ માટે ખતરા સમાન | Global uncertainties pose a threat to economic gro…

12 months ago
4 વર્ષ જૂનો ‘અનડીટેક્ટ’ મર્ડર કેસ ઉકેલાયો: રાયપુરથી ભાગીને અમદાવાદમાં છૂપાઈને રહેતા આરોપીની ધરપકડ, જ…

4 વર્ષ જૂનો ‘અનડીટેક્ટ’ મર્ડર કેસ ઉકેલાયો: રાયપુરથી ભાગીને અમદાવાદમાં છૂપાઈને રહેતા આરોપીની ધરપકડ, જ…

2 days ago
ગઠીયાએ ઇ-ચલણની લીંક મોકલીને એકાઉન્ટમાંથી ૪.૮૦ લાખની ઠગાઇ | ahmedabad resident women lost money after…

ગઠીયાએ ઇ-ચલણની લીંક મોકલીને એકાઉન્ટમાંથી ૪.૮૦ લાખની ઠગાઇ | ahmedabad resident women lost money after…

6 months ago
‘ડર લાગતો હોય એ ખુશીથી રજા લઈ લે’, પ્રદેશ પ્રમુખની કમાન સંભાળતા જ અમિત ચાવડાની ચેતવણી | amit chavda …

‘ડર લાગતો હોય એ ખુશીથી રજા લઈ લે’, પ્રદેશ પ્રમુખની કમાન સંભાળતા જ અમિત ચાવડાની ચેતવણી | amit chavda …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News