
મુસ્લિમો લાભ લેશે પણ ભાજપને મત નહીં આપે : મંત્રી
રોજગાર, શિક્ષણ, સ્વાસ્થ્ય, મોંઘવારીની વાત કરશો ત્યારે ભાજપ હિન્દુ-મુસ્લિમ કરવા લાગશે : આરજેડી
પટણા: કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહે ફરી વિવાદ છેડયો છે. તેમણે કહ્યું છે કે મારે નમક હરામ લોકોના મત નથી જોઇતા, બિહારના અરવાલમાં ચૂટણી પ્રચારની રેલીને સંબોધતા ગીરીરાજે આ વિવાદિત નિવેદન આપ્યું હતું. સાથે જ કહ્યું હતું કે મુસ્લિમો કેન્દ્ર સરકારની તમામ યોજનાઓનો લાભ લે છે પરંતુ અમને (ભાજપ)ને મત નથી આપતા.










