અમદાવાદ, રવિવાર
નવરંગપુરા મીઠાખળીમાં આવેલા એન્જલ સ્પામાં બાંગ્લાદેશી યુવતીઓ પાસે મસાજના નામે દેહવિક્રયનો કારોબાર કરાવવાના મામલે એક પછી એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. જેમાં અજય બંગાળી અને તેનો સાથીદાર તેમજ સાથીદારની પત્ની સપના બંગાળીના નામો સૌથી મોટો ખુલાસો થયો છે. સપના બંગાળી સહિતની ટોળકી બાંગ્લાદેશી યુવતીઓને માત્ર તેમના એન્જલ સ્પામાં જ નહી પણ અન્ય સ્પામાં પણ બાંગ્લાદેશી યુવતીઓને મસાજના નામે દેહવિક્રયના વ્યવસાયમાં ધકેલે છે. સૌથી નવાઇની વાત એ છે કે અજય બંગાળી વોટ્સએપ પર તેમજ મોબાઇલ ફોનમાં યુવતીઓના ફોટોગ્રાફ્સ ચોક્કસ ગ્રાહકોને મોકલે છે.
જેમાં યુવતીનો સોદો બે હજાર થી ત્રણ હજાર સુધીની રકમમાં નક્કી કરવામાં આવે છે. પોલીસ સ્ટેશનથી માત્ર 400 મીટર દુર ચાલતા દેહવિક્રયના કારોબારને બરોકટોક ચલાવવાની સાથે એન્જલ સ્પામાંથી બાંગ્લાદેશી યુવતીઓને અન્ય સ્પામાં મોકલવા માટેના સોદા પાર પણ પાર પાડવામાં આવી રહ્યાની માહિતી સુત્રો દ્વારા જાણવા મળી છે. થોડા દિવસ પહેલા ગોતામાં મળી આવેલી બાંગ્લાદેશી યુવતીઓએ પણ સપના બંગાળી સહિત અન્ય એજન્ટોનો ચોંકાવનારી વિગતો આપી હતી. જે કેસની તપાસ ગાંઘીનગર તેમજ અન્ય એજન્સી દ્વારા પણ કરવામાં આવી રહી છે.










