gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મુગલોએ સાહિબજાદાઓ સાથે ક્રૂરતા કરી’, ગુરુ તેગ બહાદુરના શહીદી દિવસ કાર્યક્રમમાં બોલ્યા PM મોદી | gur…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in INDIA
0 0
0
‘મુગલોએ સાહિબજાદાઓ સાથે ક્રૂરતા કરી’, ગુરુ તેગ બહાદુરના શહીદી દિવસ કાર્યક્રમમાં બોલ્યા PM મોદી | gur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS

PM Modi News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે(મંગળવાર) હરિયાણાના કુરુક્ષેત્રમાં અનેક મહત્ત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. સૌથી પહેલા વડાપ્રધાન મોદીએ કુરુક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય શંખ ‘પંચજન્ય’ના સન્માનમાં નવનિર્મિત સ્મારકનું ભવ્ય લોકાર્પણ કર્યું. આ સ્મારક મહાભારત કાળની ઐતિહાસિક વિરાસત અને અધ્યાત્મિક મહત્ત્વને સમર્પિત છે. સમારોહ દરમિયાન હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની પણ હાજર રહ્યા.

ત્યારબાદ વડાપ્રધાન મોદી નવમાં શીખ ગુરુ, ગુરુ તેગ બહાદુરના 350માં શહીદી દિવસ નિમિત્તે યોજાયેલા વિશેષ સમારોહમાં સામેલ થયા હતા. વડાપ્રધાન મોદીએ ગુરુ તેગ બહાદુરજીને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા અને તેમને શીશ ઝૂકાવ્યું હતું.

શહીદી દિવસ કાર્યક્રમમાં કર્યું સંબોધન

વડાપ્રધાન મોદીએ શહીદી દિવસ પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે, ‘આજનો દિવસ ભારતની વિરાસતનો અદ્ભુત સંગમ બનીને આવ્યો છે. આજે સવારે રામાયણની નગરી અયોધ્યામાં હતો અને હવે હું અહીં ગીતાની નગરી કુરુક્ષેત્રમાં છું. અહીં આપણે સૌ શ્રી ગુરુ તેગ બહાદુરજીના 350મા બલિદાન દિવસ પર તેમને નમન કરી રહ્યા છીએ.

હવે આજે જ્યારે અયોધ્યામાં ધર્મ ધ્વજાની સ્થાપના થઈ છે, તો ફરી મને શીખ સંગતથી આશીર્વાદ લેવાનો મોકો મળ્યો છે. હાલ થોડીવાર પહેલા કુરુક્ષેત્રની ભૂમિ પર પંચજન્ય સ્મારકનું લોકાર્પણ પણ થયું છે. કુરુક્ષેત્રની આ ધરતી પર ઊભા રહીને ભગવાન શ્રીકૃષ્ણએ સત્ય અને ન્યાયની રક્ષાને સૌથી મોટો ધર્મ ગણાવ્યો હતો.’

આ પણ વાંચો: ‘અમે પૈસા કમાવા માટે સત્તામાં નથી આવ્યા, અમે પુણ્ય કમાયા’, પંજાબમાં બોલ્યા કેજરીવાલ

ગુરુ તેગ બહાદુર જેવા વ્યક્તિત્વ ઇતિહાસમાં વિરલા જ હોય છે: PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આ ઐતિહાસિક પ્રસંગે, ભારત સરકારને શ્રી ગુરુ તેગ બહાદુરજીના ચરણોમાં એક સ્મારક ટપાલ ટિકિટ અને એક વિશેષ સિક્કો સમર્પિત કરવાનું સૌભાગ્ય મળ્યું છે. હું ઇચ્છું છું કે આપણી સરકાર આ રીતે ગુરુ પરંપરાની સેવા કરતી રહે. શ્રી ગુરુ તેગ બહાદુરજી જેવા વ્યક્તિત્વ ઇતિહાસમાં દુર્લભ છે. તેમનું જીવન, તેમનું બલિદાન અને તેમનું ચરિત્ર એક મહાન પ્રેરણા છે. ગુરુ સાહેબે મુગલ આક્રમણકારોના યુગ દરમિયાન બહાદુરીનું ઉદાહરણ બેસાડ્યું. કાશ્મીરી હિન્દુઓના બળજબરીથી ધર્માંતરણના આ સમયગાળા દરમિયાન આ કટોકટી વચ્ચે, પીડિતોના એક જૂથે ગુરુ સાહેબની મદદ માગી. શ્રી ગુરુ સાહેબે તે પીડિતોને જવાબ આપ્યો કે તમે સૌ ઔરંગઝેબને સ્પષ્ટપણે કહી દો કે જો શ્રી ગુરુ તેગ બહાદુર ઇસ્લામ સ્વીકારશે, તો અમે સૌ ઇસ્લામ સ્વીકારીશું.’

5-6 વર્ષ પહેલાં બીજો એક અદ્ભુત સંયોગ બન્યો હતો: PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘5-6 વર્ષ પહેલાં બીજો એક અદ્ભુત સંયોગ બન્યો હતો. 9 નવેમ્બર, 2019ના રોજ, જ્યારે સુપ્રીમ કોર્ટનો રામ મંદિર પર નિર્ણય આવ્યો, ત્યારે હું કરતારપુર સાહિબ કોરિડોરના ઉદ્ઘાટન માટે ડેરા બાબા નાનકમાં હતો. હું પ્રાર્થના કરી રહ્યો હતો કે રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો થાય, લાખો રામ ભક્તોની આકાંક્ષાઓ પૂર્ણ થાય અને અમારી બધી પ્રાર્થનાઓ પૂર્ણ થઈ, અને તે જ દિવસે રામ મંદિરના પક્ષમાં નિર્ણય આવ્યો.’

…તેથી તે દેશના દરેક નાગરિક માટે ગર્વની ક્ષણ હતી: PM મોદી

વડાપ્રધાને કહ્યું કે, ‘આપણા ગુરુઓની પરંપરા આપણા રાષ્ટ્રના ચારિત્ર્ય, આપણી સંસ્કૃતિ અને આપણી મૂળ ભાવનાનો પાયો છે. મને સંતોષ છે કે છેલ્લા 11 વર્ષોમાં આપણી સરકારે આ પવિત્ર પરંપરાઓ, શીખ પરંપરાના દરેક ઉજવણીને રાષ્ટ્રીય તહેવાર તરીકે સ્થાપિત કરી છે. થોડા સમય પહેલા જ્યારે ગુરુ ગ્રંથ સાહિબના ત્રણ મૂળ સ્વરુપ અફઘાનિસ્તાનથી ભારત આવ્યા હતા, ત્યારે તે દેશના દરેક નાગરિક માટે ગર્વની ક્ષણ હતી.’

મુગલો સાહિબજાદાઓ પ્રત્યે ક્રુર હતા: PM મોદી

વડાપ્રધાન કહ્યું કે, ‘અમારી સરકારે દરેક ગુરુઓના દરેક તીર્થને આધુનિક ભારતના સ્વરુપ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. કરતારપુર કોરિડોર પૂર્ણ કરવાનો હોય, હેમકુંડ સાહિબ ખાતે રોપવે પ્રોજેક્ટ બનાવવાનો હોય કે આનંદપુર સાહિબ ખાતે વિરાસત-એ-ખાલસા મ્યુઝિયમનું વિસ્તરણ કરવાનો હોય, અમે ગુરુઓની ભવ્ય પરંપરાને અમારા આદર્શ માનીને આ બધા કાર્યોને ખૂબ જ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે.’

તેમણે કહ્યું, ‘આપણે બધા જાણીએ છીએ કે કેવી રીતે મુગલોએ બહાદુર સાહિબજાદાઓ સાથે પણ ક્રૂરતાની બધી હદો ઓળંગી હતી. બહાદુર સાહિબજાદાઓને દીવાલમાં ચણાઈ જવાનું સ્વીકાર્યું… પરંતુ પોતાનું કર્તવ્ય અને ધર્મનો માર્ગ ન છોડ્યો. આ આદર્શોનું સન્માન કરવા માટે આપણે હવે દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાળ દિવસ ઉજવીએ છીએ.’

ગુરુ તેગ બહાદુર સાહેબના ઉપદેશો આપણા માટે પ્રેરણારુપ: PM મોદી

વડાપ્રધાને કહ્યું કે, ‘નશાની લતે આપણા ઘણા યુવાનોના સપનાઓને મોટા પડકારોમાં ધકેલી દીધા છે. સરકાર આ સમસ્યાને નાબૂદ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. પરંતુ આ સમાજ અને પરિવારો માટે પણ એક લડાઈ છે. આવા સમયે શ્રી ગુરુ તેગ બહાદુર સાહેબના ઉપદેશો આપણા માટે પ્રેરણા અને ઉકેલ બંને છે.’

આ પણ વાંચો: 500 વર્ષના યજ્ઞની પૂર્ણાહુતિ, ભારતીય સભ્યતાનું પુનઃજાગરણ : અયોધ્યામાં ધ્વજારોહણ બાદ PM મોદીનું સંબોધન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…
INDIA

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…

May 16, 2026
કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…
INDIA

કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…

May 16, 2026
સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…
INDIA

સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…

May 16, 2026
Next Post
અરુણાચલ મામલે ચીનનો ફરી દાવો, કહ્યું, ‘જંગનાન અમારું છે, અમે ભારતીય મહિલાને હેરાન કરી નથી’ | China I…

અરુણાચલ મામલે ચીનનો ફરી દાવો, કહ્યું, ‘જંગનાન અમારું છે, અમે ભારતીય મહિલાને હેરાન કરી નથી’ | China I...

સેવન્થ ડે સ્કૂલને આપેલો પ્લોટ AMC પરત લેશે, વિદ્યાર્થીની હત્યા બાદ આપેલી ત્રણ નોટિસ છતાં ખુલાસો ન થત…

સેવન્થ ડે સ્કૂલને આપેલો પ્લોટ AMC પરત લેશે, વિદ્યાર્થીની હત્યા બાદ આપેલી ત્રણ નોટિસ છતાં ખુલાસો ન થત...

ધ્રાંગધ્રાના કંકાવટી ગામે સોની વેપારીની દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ : ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટ…

ધ્રાંગધ્રાના કંકાવટી ગામે સોની વેપારીની દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ : ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુમાં ફારુક અબ્દુલ્લા પર ફાયરિંગ: લગ્ન પ્રસંગમાં ગયેલા પૂર્વ મુખ્યમંત્રીનો આબાદ બચાવ | Firing On …

જમ્મુમાં ફારુક અબ્દુલ્લા પર ફાયરિંગ: લગ્ન પ્રસંગમાં ગયેલા પૂર્વ મુખ્યમંત્રીનો આબાદ બચાવ | Firing On …

2 months ago
આસામમાં બીજા લગ્ન કરવા પર થશે 10 વર્ષની જેલની સજા, વિધાનસભામાં બિલ પસાર, CM સરમાએ કહ્યું- ‘આ ઇસ્લામ …

આસામમાં બીજા લગ્ન કરવા પર થશે 10 વર્ષની જેલની સજા, વિધાનસભામાં બિલ પસાર, CM સરમાએ કહ્યું- ‘આ ઇસ્લામ …

6 months ago
જામનગર જિલ્લાના જોડીયામાં જામદુધઈ રોડ પર ટ્રક અને બોલેરો પીકપ વેન વચ્ચેના અકસ્માત : એકનું મોત, એકને …

જામનગર જિલ્લાના જોડીયામાં જામદુધઈ રોડ પર ટ્રક અને બોલેરો પીકપ વેન વચ્ચેના અકસ્માત : એકનું મોત, એકને …

2 weeks ago
વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી, સરકારે બરોડા મેડિકલ કોલેજના સત્તાધીશોનો ખુલાસો પૂછયો | gujarat governm…

વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી, સરકારે બરોડા મેડિકલ કોલેજના સત્તાધીશોનો ખુલાસો પૂછયો | gujarat governm…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News