gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મેટ્રોની આવક અઢી વર્ષમાં 102 કરોડ, દર વર્ષે 30%નો વધારો, ઓલિમ્પિક 2036ના ભાગરૂપે નવા રૂટની વિચારણા |…

G METRO NEWS by G METRO NEWS
July 21, 2025
in GUJARAT
0 0
0
મેટ્રોની આવક અઢી વર્ષમાં 102 કરોડ, દર વર્ષે 30%નો વધારો, ઓલિમ્પિક 2036ના ભાગરૂપે નવા રૂટની વિચારણા |…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Metro Train Income: અમદાવાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને ખાસ પ્રતિસાદ મળે નહીં તેવી માન્યતા મેટ્રો રેલ ખોટી પાડી રહ્યું છે. અમદાવાદમાં વર્ષ 2023થી જૂન 2025 એમ અઢી વર્ષમાં જ મેટ્રોની કુલ આવક રૂ. 102 કરોડને પાર થઈ છે, જ્યારે મુસાફરોનો આંક 8.47 કરોડ છે. હવે મેટ્રોને કોટેશ્વરથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ સુધી દોડાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઓલિમ્પિક્સ-2036ની પૂર્વ તૈયારીના ભાગરૂપે ઍરપોર્ટથી કોટેશ્વર વચ્ચે મેટ્રોનો રૂટ શરુ કરવા વિચારણા થઈ રહી છે. 

મેટ્રોની આવકમાં દર વર્ષે 30 ટકા વૃદ્ધિ

મેટ્રોની આવકમાં દર વર્ષે સરેરાશ 30 ટકા જેટલો વધારો થયો છે. વર્ષ 2023માં મેટ્રોની વાર્ષિક આવક રૂપિયા 32.12 કરોડ હતી અને તે વર્ષ 2024માં વધીને 43.62 કરોડ થઈ હતી. બીજી તરફ આ વર્ષે પ્રથમ 6 મહિનામાં મેટ્રોને રૂ. 27.13 કરોડની આવક થઈ હતી. આમ, મેટ્રોએ આ વર્ષે દરરોજની સરેરાશ રૂ. 15.07 લાખની આવક કરી છે. આ પ્રમાણ યથાવત્‌ રહ્યું તો વર્ષ 2025માં મેટ્રોની કુલ આવક 55 કરોડથી વધી શકે છે. 

ગાંધીનગર સચિવાલય સુધી મેટ્રો દોડાવવાનો ફાયદો

ગાંધીનગર સચિવાલય સુધી મેટ્રો દોડાવવાને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. જાન્યુઆરીથી માર્ચ સુધી ગાંધીનગર રૂટથી મેટ્રોને રૂ. 12થી 14 લાખની આવક થતી હતી. હવે મે મહિનામાં તે વધીને રૂપિયા 26.83 લાખ અને જૂનમાં રૂપિયા 30 લાખ સુધી થઈ છે. જૂન મહિનામાં અમદાવાદ રૂટથી મેટ્રોને દરરોજની સરેરાશ રૂપિયા 14 લાખ અને ગાંધીનગર રૂટથી રૂપિયા 1 લાખ જેટલી આવક થઈ હતી. 

આ પણ વાંચોઃ સ્ટેમ્પ ડ્યુટી ચોરીનું કૌભાંડ : દસ્તાવેજમાં બાંધકામની મિલકતને ઓપન પ્લોટ તરીકે બતાવી

આ વર્ષે મેટ્રોને આઇપીએલની મેચ, કોલ્ડપ્લે કોન્સર્ટ ખૂબ જ ફળી છે અને તેના કારણે પણ આવકમાં વધારો થયો છે. 25 જાન્યુઆરીના કોલ્ડપ્લે વખતે 2.16 લાખ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી, જે એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ મુસાફરો છે. આ પછી આઇપીએલ ફાઇનલમાં 2.11 લાખ જેટલા મુસાફરો નોંધાયા હતા.

મેટ્રો હજુ કેટલીક ખામીઓ સુધારે તો મુસાફરો વધી શકે…

  • વસ્ત્રાલ ગામથી થલતેજ, એપીએમસીથી થલતેજની છેલ્લી ટ્રેન રાત્રે 10ના ઉપડે છે. છેલ્લી ટ્રેન ઉપાડવાનો સમય વધારીને રાત્રે 12 કરવાની મુસાફરોની માગણી.
  • ગિફ્‌ટ સિટીથી છેલ્લી ટ્રેન સાંજે 6.25ના છે. આ સમય રાત્રે 10 સુધી લંબાવી શકાય તેમ છે. 
  • અનેક મેટ્રો સ્ટેશનમાં પાર્કિંગની સુવિધા નથી. 
  • મેટ્રો સ્ટેશનમાં ફૂડ કોર્ટ જેવી સુવિધા ઉમેરવા માટે વિચારણા ઘણા સમયથી છે પણ તેનો અમલ થયો નથી

મેટ્રો રેલને છેલ્લા 6 મહિનામાં આવક

અમદાવાદ ગાંધીનગર
મહિનો મુસાફર આવક મહિનો મુસાફર આવક
જાન્યુઆરી 39.54 લાખ 4.70 કરોડ જાન્યુઆરી 68 હજાર 12.53 લાખ
ફેબ્રુઆરી 33.85 લાખ 39.10 કરોડ ફેબ્રુઆરી 63 હજાર 11.29 લાખ
માર્ચ 35.54 લાખ 42.39 કરોડ માર્ચ 77 હજાર 13.78 લાખ
એપ્રિલ 36.29 લાખ 42.57 કરોડ એપ્રિલ 83 હજાર 14.90 લાખ
મે 36.79 લાખ 44.32 કરોડ મે 1.58 લાખ 26.83 લાખ
જૂન 37.43 લાખ 44.95 કરોડ જૂન 1.79 લાખ 29.92 લાખ
કુલ 2.19 કરોડ 26.04 કરોડ કુલ 6.28 લાખ 1.09 કરોડ

મેટ્રોમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ મુસાફરો

ઈવેન્ટ તારીખ મુસાફરો
કોલ્ડપ્લે 25 જાન્યુ. 2025 2.16 લાખ
આઇપીએલ ફાઇનલ 3 જૂન 2025 2.11 લાખ
આઇપીએલ 2 મે 2025 1.97 લાખ
કોલ્ડપ્લે 26 જાન્યુ. 2025 1.94 લાખ
વન-ડે 12 ફેબ્રુઆરી 2025 1.92 લાખ
આઇપીએલ 29 માર્ચ 2025 1.83 લાખ
આઇપીએલ 9 એપ્રિલ 2025 1.72 લાખ
રથયાત્રા 27 જૂન 2025 1.66 લાખ

મેટ્રોની આવક અઢી વર્ષમાં 102 કરોડ, દર વર્ષે 30%નો વધારો, ઓલિમ્પિક 2036ના ભાગરૂપે નવા રૂટની વિચારણા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
વડોદરા કોર્પોરેશન દ્વારા નિમેટા અને રાયકા ફ્રેન્ચવેલ ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી |…

વડોદરા કોર્પોરેશન દ્વારા નિમેટા અને રાયકા ફ્રેન્ચવેલ ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી |...

મુંબઈ એરપોર્ટ પર ટાયર ફાટતાં એર ઈન્ડિયાનું વિમાન લપસ્યું, એન્જિનને નુકસાનના અહેવાલ | Air India Plane…

મુંબઈ એરપોર્ટ પર ટાયર ફાટતાં એર ઈન્ડિયાનું વિમાન લપસ્યું, એન્જિનને નુકસાનના અહેવાલ | Air India Plane...

‘અમે એર ઈન્ડિયા કે બોઈંગ નહીં, સત્યની પડખે છીએ’, અમદાવાદ પ્લેન ક્રેશ મામલે સંસદમાં સરકારનું નિવેદન |…

‘અમે એર ઈન્ડિયા કે બોઈંગ નહીં, સત્યની પડખે છીએ’, અમદાવાદ પ્લેન ક્રેશ મામલે સંસદમાં સરકારનું નિવેદન |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં આગામી ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી, 28-29 સપ્ટેમ્બરે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy rains…

ગુજરાતમાં આગામી ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી, 28-29 સપ્ટેમ્બરે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy rains…

9 months ago
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : પ્રિય લક્ષ્મી મિલ અંડરપાસ બંધ થતાં 10 હજાર રહીશો હાલાકીમાં | Bullet Train Pr…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : પ્રિય લક્ષ્મી મિલ અંડરપાસ બંધ થતાં 10 હજાર રહીશો હાલાકીમાં | Bullet Train Pr…

2 months ago
દર્શન કરીને પરત જતાં વૃદ્ધાને વાહનચાલકે ટક્કર મારતા મોત | Elderly woman dies after being hit by vehi…

દર્શન કરીને પરત જતાં વૃદ્ધાને વાહનચાલકે ટક્કર મારતા મોત | Elderly woman dies after being hit by vehi…

4 days ago
કપડવંજ પંથકની રસ્તો ભટકેલી બાળકીનું 3 દિવસ બાદ પરિવાર સાથે પુનઃ મિલન | A girl who strayed from the K…

કપડવંજ પંથકની રસ્તો ભટકેલી બાળકીનું 3 દિવસ બાદ પરિવાર સાથે પુનઃ મિલન | A girl who strayed from the K…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News