gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મેરઠના સૌરભ જેવો હત્યાકાંડ, પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી પછી સાંપના કરડવાથી મોતનું કાવતરું ઘડ્યું…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in INDIA
0 0
0
મેરઠના સૌરભ જેવો હત્યાકાંડ, પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી પછી સાંપના કરડવાથી મોતનું કાવતરું ઘડ્યું…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Meerut Amit Kashyap Murder Case: મેરઠનો સૌરભ હત્યાકાંડ હજુ તો વિસરાયો નથી ત્યાં તો શહેરમાંથી આવો જ એક બીજો હત્યાકાંડ સામે આવ્યો છે. મેરઠના અકબરપુર સાદાત ગામમાં એક મહિલાએ પોતાના પ્રેમીની મદદથી પોતાના જ પતિની હત્યા કરી અને પછી એવું નાટક રચ્યું જેનાથી લોકોને એવું જ લાગે કે તેનું મૃત્યુ સાંપના કરડવાથી થયું છે. હત્યા છુપાવવા માટે મૃતક અમિત કશ્યપના પલંગ નીચે સાંપ છોડી દેવામાં આવ્યો હતો. પહેલી નજરે તો પોલીસને એવું જ લાગ્યું કે, અમિતનું મૃત્યુ સાંપના કરડવાથી થયું છે, પરંતુ પરિવારને શરૂઆતથી જ કાવતરું ઘડાયું હોવાની શંકા હતી. તેમની વિનંતી પર અમિત કશ્યપનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને જ્યારે રિપોર્ટ આવ્યો, ત્યારે તેમાં સંપૂર્ણ સત્ય બહાર આવ્યું.

હત્યા કર્યા પછી સાંપના કરડવાથી મોતનું કાવતરું ઘડ્યું 

આ સમગ્ર હત્યાકાંડ અંગે પોલીસે જણાવ્યું કે, રવિવારે મિક્કી ઉર્ફે અમિત કશ્યપનો મૃતદેહ તેના પલંગ પરથી મળી આવ્યો હતો. તેની પાસેથી જ એક સાપ પણ મળી આવ્યો હતો અને તેના શરીર પર ઘણી જગ્યાએ ડંખના નિશાન મળી આવ્યા હતા. આ કારણે પડોશીઓ અને પોલીસે તરત જ માની લીધું કે અમિતનું મૃત્યુ સાંપ કરડવાથી થયું છે. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પરિવારની શંકા સાચી સાબિત થઈ. રિપોર્ટમાં ખુલાસો થયો કે, અમિતનું મૃત્યુ સાપના ડંખથી નહીં પણ ગૂંગળામણથી થયું હતું. આ વાત સામે આવતાની સાથે જ પોલીસે તપાસ હાથ ધરી. અંતે, જ્યારે તેને અમિતની પત્ની રવિતાનું વલણ શંકાસ્પદ લાગ્યું, ત્યારે પોલીસે તેની ધરપકડ કરી અને તેની પૂછપરછ શરૂ કરી. ત્યાર પછી તેના પ્રેમી અમરદીપની પણ ધરપકડ કરી લેવામાં આવી. પછી બંનેએ કબૂલાત કરી કે, ‘અમે અમિતની હત્યા સાથે મળીને કરી હતી અને અમે બંને રિલેશનશિપમાં હતા.’

આ પણ વાંચો: ‘તે મારૂ કરિયર ખતમ કરી દીધું’, વિરાટ કોહલી પર ભડકી ઉઠ્યો હતો ઝહીર ખાન, જાણો શું હતો મામલો?

મેરઠ ગ્રામીણ એસપી રાકેશ કુમાર મિશ્રાએ જણાવ્યું કે, ‘અમરદીપે 1000 રૂપિયામાં એક સાંપ ખરીદ્યો હતો. તેણે આ સાપ મેરઠના મહમૂદપુર શીખેડા ગામના એક સપેરા પાસેથી લીધો હતો. હત્યાની રાત્રે રવિતા અને અમરદીપ અમિત કશ્યપના જમ્યા પછી સૂઈ જવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારબાદ આ બંનેએ તેની હત્યા કરી નાખી અને પછી સાંપને તેના શરીર પર છોડી દીધો, સાંપે અમિતને ઘણા ડંખ માર્યા. આ બંને લોકોને એવું  બતાવવા માગતા હતા કે અમિતનું મૃત્યુ સાંપ કરડવાથી થયું છે. ત્યાં એકઠા થયેલા લોકોએ સ્વીકારી પણ લીધું કે અમિતને સાંપ કરડ્યો હતો અને તેના કારણે જ તેનું મૃત્યુ થયું હતું, ત્યાં સુધીમાં બંનેએ પોતાના ઉદ્દેશ્યમાં સફળતા પણ મેળવી લીધી હતી. સાંપને પકડવા માટે એક સપેરાને પણ બોલાવવામાં આવ્યો અને તેણે પણ કહ્યું કે, અમિતનું મૃત્યુ સાંપ કરડવાથી થયું છે. પછી વન વિભાગે તે સાંપને જંગલમાં છોડી દીધો.

ગ્રામીણોને પહેલાથી જ તેના અફેરની શંકા હતી

તેમ છતાં પરિવારના લોકોને વિશ્વાસ નહોતો. તેમને ષડયંત્રની આશંકા હતી. કેટલાક ગ્રામીણોએ પણ પોસ્ટમોર્ટમની સલાહ આપી તો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. પછી જ્યારે હત્યાનો ખુલાસો થયો તો પોલીસે રવિતા અને અમરદીપ બંનેની ધરપકડ કરી લીધી. બંનેએ જણાવ્યું કે, અમે એક વર્ષથી રિલેશનશિપમાં હતા. અમિત સાથે જ મજૂરી કામ કરતો અમરદીપ ઘણી વખત તેના ઘરે આવતો હતો. ગ્રામીણોને પહેલાથી જ તેમના પર શંકા હતી. આ જ કારણોસર અમિતના અચાનક મોત પર લોકોને શંકા ગઈ. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, અમિતને થોડા સમય પહેલા જ પત્નીના અફેરની જાણ થઈ હતી અને તે તેનો વિરોધ કરતો હતો. આ જ કારણોસર કપલે તેની હત્યા કરી નાંખી. આ હત્યા પહેલા બંનેએ ગૂગલ અને યૂટ્યુબ પર હત્યાની રીત પણ જોઈ હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…

April 1, 2026
મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

April 1, 2026
દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
Next Post
પાર્ટી અધ્યક્ષની પસંદગીનો મુદ્દો ભાજપ માટે માથાનો દુઃખાવો બનતાં ખુદ પીએમ મોદી થયા ‘એક્ટિવ’ | BJP pre…

પાર્ટી અધ્યક્ષની પસંદગીનો મુદ્દો ભાજપ માટે માથાનો દુઃખાવો બનતાં ખુદ પીએમ મોદી થયા 'એક્ટિવ' | BJP pre...

‘કાળઝાળ ગરમીમાં 12 વાગ્યા સુધી જ શૈક્ષણિક કાર્ય શરૂ રાખવું’ અમદાવાદની તમામ શાળાને શિક્ષણ અધિકારીનો આ…

'કાળઝાળ ગરમીમાં 12 વાગ્યા સુધી જ શૈક્ષણિક કાર્ય શરૂ રાખવું' અમદાવાદની તમામ શાળાને શિક્ષણ અધિકારીનો આ...

સામાન્ય લોકો પાસે શબ્દો ખૂટી જાય, ત્યારે સાહિત્યકાર બોલે છે… ‘મિથિલાંચલ ડાયરી’ના વિમોચન પ્રસંગે મુ…

સામાન્ય લોકો પાસે શબ્દો ખૂટી જાય, ત્યારે સાહિત્યકાર બોલે છે... ‘મિથિલાંચલ ડાયરી’ના વિમોચન પ્રસંગે મુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશન દ્વારા તબક્કાવાર પાણીની ટાંકીઓ અને સંપની સફાઈ | Vadodara Corporation to clean wate…

વડોદરા કોર્પોરેશન દ્વારા તબક્કાવાર પાણીની ટાંકીઓ અને સંપની સફાઈ | Vadodara Corporation to clean wate…

1 year ago
ભારતમાં ૭૧ ટકા વિદેશી મૂડી રોકાણ દેશના પાંચ મોટા શહેરો પૂરતું સીમિત | 71 percent fdi in india goes t…

ભારતમાં ૭૧ ટકા વિદેશી મૂડી રોકાણ દેશના પાંચ મોટા શહેરો પૂરતું સીમિત | 71 percent fdi in india goes t…

4 months ago
અમદાવાદ મેટ્રો ડેટા રિપોર્ટ: 3 વર્ષમાં મુસાફરોની સંખ્યા 4 ગણી વધી 11.50 કરોડે પહોંચી, રોજના દોઢ લાખ …

અમદાવાદ મેટ્રો ડેટા રિપોર્ટ: 3 વર્ષમાં મુસાફરોની સંખ્યા 4 ગણી વધી 11.50 કરોડે પહોંચી, રોજના દોઢ લાખ …

2 months ago
‘પાકિસ્તાનમાં હાઈ એલર્ટ, ભારતીય સેના ગમે ત્યારે કરી શકે છે હુમલો’, પાક.ના સંરક્ષણ મંત્રીનું નિવેદન

‘પાકિસ્તાનમાં હાઈ એલર્ટ, ભારતીય સેના ગમે ત્યારે કરી શકે છે હુમલો’, પાક.ના સંરક્ષણ મંત્રીનું નિવેદન

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News