
Major Terror Plot Foiled: જમ્મુ અને કાશ્મીર પોલીસે દેશમાં મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કરીને હરિયાણાના ફરીદાબાદમાં એક ડૉક્ટરના ભાડે રાખેલા રૂમમાંથી વિસ્ફોટકો અને હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીએ દેશની સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચાવ્યો છે અને આતંકવાદી નેટવર્કના નવા જોડાણો તરફ ઈશારો કર્યો છે.
ડોક્ટરના રૂમમાંથી શું મળ્યું?
સૂત્રોના જણાવ્યાનુસાર, માહિતીના આધારે કરવામાં આવેલા આ સંયુક્ત ઓપરેશનમાં જમ્મુ અને કાશ્મીર પોલીસની એક ખાસ ટીમે સ્થાનિક પોલીસ સાથે મળીને દરોડો પાડ્યો હતો. પોલીસે રૂમમાંથી નીચે મુજબનો સામાન જપ્ત કર્યો છે.










