![]()
વડોદરા,સાંકરદા ભાદરવા રોડ ચાલતા જતા રાહદરીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થતા મોત થયું છે.નંદેસરી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોડીરાત્રે સવા ત્રણ વાગ્યે સાંકરદા ભાદરવા રોડ પર આવેલા પેટ્રોલપંપ નજીકથી ચાલતા જતા યુવકને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા તેનું મોત થયું હતું. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા નંદેસરી પોલીસે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૃતકનું નામ સુનિલભાઇ પુનમભાઇ નાયક, ઉં.વ.૩૫ (રહે.દિયાપુરા, મોક્સી ગામ) હોવાનું જાણવા મળ્યું હતું. સુનિલ તેના પિતા સાથે ફોઇના ઘરે ગયો હતો. ત્યાંથી ગઇકાલે બપોરે સુનિલ એકલો ઘરે પરત આવ્યો હતો. ગઇકાલે તે ઘરેથી નીકળી ગયા પછી કયા કારણસર તે એકલો ચાલતો નીકળ્યો, તે હજી જાણી શકાયું નથી. ૧૦ વર્ષ અગાઉ છૂટાછેડા થયા પછી તે પિતા સાથે એકલો ઘરે રહેતો હતો.








