![]()
ST Bus Accident In Dhoraji Rajkot : રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક ST બસને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. શનિવારે (8 નવેમ્બર) રાત્રે મોરબીથી બાંટવા જઈ રહેલી ST બસ પલટી જતી અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં 20 મુસાફરો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ભરૂચના આમોદમાં ગમખ્વાર અકસ્માત: બેફામ ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતા 2 લોકોના મોત, ડ્રાઈવર ફરાર
મળતી માહિતી મુજબ, ધોરાજી-જૂનાગઢ રોડ પર કેનાલના રસ્તે ST બસ પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના બનાવને લઈને મુસાફરોમાં ડર જોવા મળ્યો હતો. આ દુર્ઘટનામાં બસમાં સવાર 20 જેટલાં મુસાફરોને ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.










