gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોરબીમાં દરગાહ પર બુલડોઝર ફેરવાતા તંગદિલી : પોલીસ સ્ટેશન પર પથ્થરમારો | Tensions rise as bulldozers …

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
મોરબીમાં દરગાહ પર બુલડોઝર ફેરવાતા તંગદિલી : પોલીસ સ્ટેશન પર પથ્થરમારો | Tensions rise as bulldozers …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મણી મંદિર વિસ્તારમાં 300 લોકોના ટોળાની ધમાલ

પોલીસના ધાડા ઉતારીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો, સઘન પેટ્રોલિંગ શરૂ, સાવચેતી માટે તાબડતોબ મુખ્ય બજારો બંધ કરાવાઈ

Morbi Demolition News : મોરબીમાં ઐતિહાસિક મણીમંદિરે પાસે બપોરે દરગાહનું દબાણરૂપ બાંધકામ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યું હતું. અગાઉ પાલિકા તંત્રએ નોટિસ આપી હતી તેમજ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચુકી હતી. બાદમાં આજે દરગાહનું દબાણ તોડી પાડવામાં આવ્યું હતું.

જેને પગલે અશાંતિનો માહોલ જોવા મળ્યો હતો. 300 જેટલા યુવાનોના ટોળાએ ધમાલ મચાવીને પોલીસ સ્ટેશનને ઘેરાવ કરવા સાથે પથ્થરમારો કર્યો હતો. પરિણામે પોલીસના ધાડા ઉતારીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને સઘન પેટ્રોલિંગ શરૂ કરવા સાથે સાવચેતી માટે તાબડતોબ મુખ્ય બજારો બંધ કરાવાઈ હતી.

મોરબીના ઐતિહાસિક મણીમંદિરની બાજુમાં દરગાહ બનાવવામાં આવી હતી અને ગેરકાયદે બાંધકામ હોવાથી નગરપાલિકા તંત્રએ દબાણ દુર કરવા માટે જાન્યુઆરી 2022માં નોટિસ ફટકારી હતી. જોકે ત્યારબાદ પણ દબાણો દુર કરવામાં આવ્યા નહોતા. તે ઉપરાંત વર્ષ-2022ના સપ્ટેમ્બર માસમાં માર્ગ અને મકાન વિભાગના ઈજનેર દ્વારા અહીં ગેરકાયદેસર દબાણ મામલે જવાબદાર લોકો સામે સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.  

આ મામલે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. આખરે બપોરે પોલીસના ધાડા ઉતારીને ડિમોલિશન સ્થળે ચકલું’ય ના ફરકી શકે તેવો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી હતો. આ સાથે 10 જેસીબીની મદદથી દબાણ તોડી પાડયા બાદ ૨૫ જેટલા ડમ્પર કામે લગાડીને ગણતરીના કલાકોમાં જ દબાણ દૂર કરી કાટમાળનો પણ નિકાલ કરી દેવામાં આવ્યો હતો. જોકે ડિમોલિશનના સમાચાર વાયુવેગે પ્રસરી જતા ટોળેટોળા એ-ડિવિઝન પોલીસ મથકે પહોંચી ગયા હતા. એ-ડિવિઝન પોલીસ મથકને ઘેરી લીધું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ડિમોલિશન પૂર્ણ થયા બાદ શહેરમાં અને અન્ય સ્થળોએ ટોળા એકત્ર થયેલા જોવા મળ્યા હતા. 

ગેસ્ટ હાઉસ રોડ, તખ્તસિંહજી રોડ અને એ-ડિવિઝન પોલીસ મથક પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ સ્ટેશનનું બોર્ડ તૂટી ગયું હતું. જેથી પોલીસે તોફાની ટોળાને વિખેરીને તમામ સ્થળોએ લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ સાથે તકેદારી માટે પરાબજાર, નગર દરવાજા ચોક, સોની બજાર, ગ્રીન ચોક, સાવસર પ્લોટ સહિત મુખ્ય બજારો તાકીદે બંધ કરાવી હતી અને સઘન પેટ્રોલિંગ શરુ કરી દીધું હતું. 

– પાંચ ડીવાયએસપી સહિત 750 પોલીસનો બંદોબસ્ત

મેગા ડીમોલીશનને કારણે શહેરમાં અશાંતિ ના સર્જાય તેવા હેતુથી મોરબી જિલ્લાના 600 પોલીસ કર્મચારી તેમજ 150 બહારના પોલીસ કર્મચારીનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો. પાંચ ડીવાયએસપી સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા. ડિમોલિશન કામગીરીમાં 10 જેસીબી, 2 હિતાચી, 25 ડમ્પર સહિતના સાધનો વડે ત્રણ કલાક બાદ દબાણ દુર કરવામાં આવ્યું હતું અને 3500 ફૂટ જગ્યા ખાલી કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 7 જિલ્લામાં કમોસમી વરસાદનું ઍલર્ટ, જગતના તાતની ચિંતા વધી | Gujarat Weat…
GUJARAT

ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 7 જિલ્લામાં કમોસમી વરસાદનું ઍલર્ટ, જગતના તાતની ચિંતા વધી | Gujarat Weat…

March 25, 2026
અમદાવાદના નવરંગપુરામાં બુલેટ સવારનો આતંક, અકસ્માત સર્જી બે લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા | ahmedabad na…
GUJARAT

અમદાવાદના નવરંગપુરામાં બુલેટ સવારનો આતંક, અકસ્માત સર્જી બે લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા | ahmedabad na…

March 25, 2026
સુરતની ખજોદ ડમ્પિંગ સાઈટ પર સતત બીજા દિવસે પણ કચરામાં લાગેલી આગ બુઝાતી નથી | fire in garbage at Sura…
GUJARAT

સુરતની ખજોદ ડમ્પિંગ સાઈટ પર સતત બીજા દિવસે પણ કચરામાં લાગેલી આગ બુઝાતી નથી | fire in garbage at Sura…

March 25, 2026
Next Post
કેરળમાં ભાજપે ‘સોનિયા ગાંધી’ને ચૂંટણી મેદાને ઉતાર્યા, કોંગ્રેસ સહિત મતદારો પણ વિચારમાં પડી ગયા!

કેરળમાં ભાજપે 'સોનિયા ગાંધી'ને ચૂંટણી મેદાને ઉતાર્યા, કોંગ્રેસ સહિત મતદારો પણ વિચારમાં પડી ગયા!

ધ્રાંગધ્રા તાલુકામાં ખનિજ ચોરી બેફામ, તંત્ર સદંતર નિષ્ફળ હોવાની ફરિયાદ | Mineral theft rampant in Dh…

ધ્રાંગધ્રા તાલુકામાં ખનિજ ચોરી બેફામ, તંત્ર સદંતર નિષ્ફળ હોવાની ફરિયાદ | Mineral theft rampant in Dh...

પહેલીવાર અમેરિકન ડૉલર સામે રૂપિયો 90ને પાર, ભારતીય કરન્સી ઓલ ટાઈમ લૉ લેવલ પર પહોંચી | Indian rupee r…

પહેલીવાર અમેરિકન ડૉલર સામે રૂપિયો 90ને પાર, ભારતીય કરન્સી ઓલ ટાઈમ લૉ લેવલ પર પહોંચી | Indian rupee r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજસ્થાનમાં લાંચ માંગનારા ત્રણ ધારાસભ્યો સામે તપાસનાં આદેશ | Investigation ordered against three MLA…

રાજસ્થાનમાં લાંચ માંગનારા ત્રણ ધારાસભ્યો સામે તપાસનાં આદેશ | Investigation ordered against three MLA…

3 months ago
સનાતનનું સત્ય મોરારિબાપુના મુખેથી -2

સનાતનનું સત્ય મોરારિબાપુના મુખેથી -2

2 months ago
સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનારો આરોપી ઝડપાયો | Accused of kidnapping and raping minor arrested

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનારો આરોપી ઝડપાયો | Accused of kidnapping and raping minor arrested

12 months ago
જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળામાં માનવ મહેરામણ ઉમટયું, ઠેર-ઠેર ભાવિકોની ભીડ

જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળામાં માનવ મહેરામણ ઉમટયું, ઠેર-ઠેર ભાવિકોની ભીડ

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News