અમદાવાદ,મંગળવાર,7 ઓકટોબર,2025
સાબરમતી નદીના પ્રદૂષણને લઈ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હીતની
અરજીની સુનવણી ચાલી રહી છે.હાઈકોર્ટના આદેશના
પગલે નામ પુરતી કાર્યવાહી કોર્પોરેશને કરી હતી. ફરી મધરડેરી સહીત કોર્પોરેશનના અન્ય
આઉટલેટમાંથી ગટરના પાણી છોડાતા સ્થિતિ પહેલા જેવી જ બની ગઈ છે.
સાબરમતી નદીના વધતા જતા પ્રદૂષણને અટકાવવા ઘણાં વર્ષોથી કોર્પોરેશન
તરફથી કરોડો રૃપિયાનો ખર્ચ કરવામા આવ્યો છે. થોડા મહીના પહેલા કોર્પોરેશને વાસણા બેરેજના
ગેટ રીપેર કરવાની સિંચાઈ વિભાગની સુચના મળતા નદીને ખાલી કરાવી સફાઈ કરાવી હતી.હાઈકોર્ટના આદેશ છતાં મધરડેરી બાજુથી સાબરમતી નદીમા ડ્રેનેજના
પાણી છોડવામા આવતા હોવાના વિડીયો સ્થાનિકોએ વાઈરલ કરવાની ફરજ પડી છે.ઉત્તરઝોનમાં સરદારનગર
જી.આઈ.ડી.સી. બાજુમાંથી, કોતરપુર ઉપરાંત
ભદ્રેશ્વર સ્મશાન તેમજ તાજહોટલની પાછળના ભાગમાંથી સાબરમતીમાં ડ્રેનેજના પાણી છોડાતા
હોવા છતાં કોર્પોરેશન કે જી.પી.સી.બી.તરફથી કોઈ નકકર કાર્યવાહી કરવામા આવતી નથી.રણમુકતેશ્વર
મહાદેવ પાસે નદીના પટમાં કેટલીક સોસાયટી જેમણે ગટરના કનેકશન લીધા નથી તેમના દ્વારા
ગટરના પાણી છોડાતા હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.સરદારનગર વોર્ડમાં થોડા
સમય અગાઉ જી.પી.સી.બી.દ્વારા કેમિકલ અને ડાઈંગની ફેકટરીઓ બંધ કરાવી હતી. આમ છતાં કેટલીક
ફેકટરીઓ દ્વારા કોર્પોરેશનની પસાર થતી મેઈન ટ્રન્ક લાઈનમાં ટ્રીટ કર્યા વગર પાણી છોડાઈ
રહયા છે.










