![]()
વડોદરા,દુબઇના વેપારીના ઇશારે મ્યુલ બેન્ક એકાઉન્ટ ઓપરેટ કરવાના ગુનામાં પોલીસે ભરૃચના બિઝનેસમેનની ધરપકડ કરી છે. આ ગુનામાં અગાઉ બે આરોપી પકડાયા હતા.
મકરપુરા પોલીસે મળેલી માહિતીના આધારે બેન્ક એકાઉન્ટ ભાડે લઇ કમિશન પેટે અન્ય વ્યક્તિઓને ગેરકાયદે આર્થિક વ્યવહારો માટે આપતા નીલ વિનલકુમાર મજમુદાર (રહે. વિવેકાનંદ સોસાયટી, મકરપુરા રોડ) તથા તેેના મિત્ર આકાશ ચંદ્રકાંતભાઇ પટેલ (રહે. રેવા પાર્ક સોસાયટી, માંજલપુર) ની ધરપકડ કરી હતી. આ કેસમાં નીલે પોલીસને જણાવ્યું હતું કે,હું અગાઉ દુબઇ ખાતે નોકરી કરતો હતો, તે મારા શેઠ હેરીભાઇના કહ્યા મુજબ એકાઉન્ટ ઓપરેટ કરતો હતો. આ ગુનામાં સામેલ અને અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવનાર ભરૃચના બિઝનેસમેન અફાન ઉસ્માનભાઇ કાની (રહે. મદીના પાર્ક,ભરૃચ)ની આજે મકરપુરા પોલીસે ધરપકડ કરી છે. નીલના કહેવા મુજબ, અફાન સાયબર ફ્રોડ કરવાના ઇરાદે અલગ – અલગ લોકોના બેન્ક એકાઉન્ટ ખોલાવીને તેની કીટ મને મોકલતો હતો. તે કીટ પેટે હું ૫૦ હજાર અફાનને મોકલતો હતો.










