gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેરડીના કૂચામાંથી ઈથેનોલ જેવું બાયોફ્યુઅલ બનાવ્યું | chemistry d…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in GUJARAT
0 0
0
યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેરડીના કૂચામાંથી ઈથેનોલ જેવું બાયોફ્યુઅલ બનાવ્યું | chemistry d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ભારતમાં હવે શેરડીના રસમાંથી નીકળતી બાય પ્રોડકટનો ઉપયોગ કરીને ઈથેનોલ બનાવાય છે અને તેને પેટ્રોલમાં ભેળવવાનું શરુ કરાયું છે.બીજી તરફ એમ.એસ.યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોને શેરડીના ફેંકી દેવાતા કૂચામાંથી પણ બાયો ફ્યુઅલ તૈયાર કરવામાં પ્રાથમિક તબક્કે સફળતા મળી છે.

કેમેસ્ટ્રી વિભાગના પૂર્વ હેડ અને વરિષ્ઠ અધ્યાપક પ્રો.અંજલિ પટેલના માર્ગદર્શન હેઠળ કવન ચૌહાણે પોતાના પીએચડી સંશોધનના ભાગરુપે શેરડીના કૂચા પર કેમિકલ પ્રક્રિયા કરીને તેમાંથી બાયો ફયુઅલ પ્રાપ્ત કર્યું છે.જોકે અત્યારે આ પ્રયોગ લેબોરેટરી સુધી  સિમિત છે અને તેના વ્યાપારિક ઉપયોગની શક્યતાઓ ચકાસવાની બાકી છે.આ સંશોધન માટે પ્રોફેસર અંજલિ પટેલને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજરાત સરકાર દ્વારા ૨૦.૩૦ લાખની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે.

ડો.અંજલિ પટેલ અને તેમના  પીએચડી સ્ટુડન્ટ કવન ચૌહાણનું કહેવું છે કે, સામાન્ય રીતે ભારતમાં બાયો ફયુઅલ તરીકે વપરાતા ઈથેનોલનું ઉત્પાદન શેરડીના રસને ઉકાળીને તેમાંથી નીકળતી મોલાસિસ નામની બાય પ્રોડકટમાંથી કરવામાં આવે છે.જ્યારે અમે શેરડીના ફેંકી દેવાતા કૂચામાંથી બાયો ફયુઅલ તૈયાર કર્યું છે.આ માટે અમે વિભાગમાં બનાવેલા એક કેટાલિસ્ટ( રાસાયણિક પ્રક્રિયા માટે જવાબદાર ઉદ્દીપક)નો ઉપયોગ કર્યો છે.શેરડીના કૂચાને ગરમ પાણીમાં આ કેટાલિસ્ટ સાથે ૨૦૦ ડિગ્રી તાપમાન પર ઉકાળીને અમે આ બાયો ફયુઅલ પ્રાપ્ત કર્યું છે.

બાયોફ્યુઅલની ક્ષમતા વધારે તેવા એડિટિવ્સ પર પણ સંશોધન 

તેમના કહેવા પ્રમાણે શેરડીની ભારતમાં વ્યાપક ખેતી થાય છે અને શેરડીનો વેસ્ટ એટલે કે કૂચા વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોય છે.આમ ફેંકી દેવાતા વેસ્ટનો ઉપયોગ બાયો ફયુઅલ બનાવવામાં થઈ શકે છે તેવી એક શક્યતાનું સર્જન આ સંશોધનથી થયું છે.તેની સાથે સાથે શેરડીના કૂચામાંથી વર્તમાનમાં માર્કેટમાં ઉપલબ્ધ બાયોફયુઅલની કાર્યક્ષમતા વધી શકે તેવા એડિટિવ્સ બનાવવા પર પણ અમે અત્યારે કામ કરી રહ્યા છે.

એક ટન શેરડીમાંથી ૨૮૦થી ૩૦૦ કિલો કૂચા નીકળે છે 

શેરડીના ઉત્પાદનમાં ગુજરાત પણ આગળ પડતું છે.ગુજરાતમાં દર વર્ષે ૧૭.૪૪ લાખ ટન ખાંડનું ઉત્પાદન થાય છે.આ પ્રક્રિયા દરમિયાન દર એક ટન શેરડીમાંથી ૨૮૦ થી ૩૦૦ કિલો શેરડીના કૂચા નીકળે છે.અત્યારે ૫૦ ટકા જ કૂચાનો ઉપયોગ ખાતર પ્રોડક્શન માટે, કાગળ બનાવવા માટે અને સિમેન્ટ ઉદ્યોગોમાં થાય છે.બાકીના ૫૦ ટકા કૂચા ઉપયોગના અભાવે ખાંડની મિલોમાં લાંબા સમય સુધી પડી રહે છે અને ચોમાસામાં પલળી જવાથી ખરાબ થઈ જાય છે.ક્યારેક  ઉનાળામાં વધારે પડતી ગરમીના કારણે તેમાં આગ લાગવાનું પણ જોખમ રહે છે.આ સંજોગોમાં જો શેરડીના કૂચાનો ઉપયોગ બાયો ફ્યુઅલ બનાવવા માટે થાય તો શેરડીના વેસ્ટના નિકાલની સમસ્યાનો પણ ઉકેલ આવી શકે છે.

કૂચામાં રહેતા ત્રણ તત્વો મહત્વના 

શેરડીના કૂચામાં મુખ્યત્વે સેલ્યુલોઝનું પ્રમાણ ૫૦ ટકા જેટલુ, હેમી સેલ્યુલોઝનું ૨૫ ટકા તથા લીગ્નિનનું ૨૫ ટકા જેટલુ પ્રમાણ હોય છે.આ તત્વોનું જ્યારે કેટલિસ્ટ સાથે ૨૦૦ ડિગ્રી ગરમ પાણીમાં સંયોજન થાય છે ત્યારે તેમાંથી બાયો ફયુઅલ તારવી શકાય છે.આ પ્રકારના બાયો ફ્યુઅલને કેમેસ્ટ્રીની ભાષામાં ફુરફુરાલ કહેવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ‘જગ વસંત’ જહાજ ગુજરાત પહોંચ્યું, 16,000 મેટ્રિક ટન LPGનો જથ્થો | Middle Eas…
GUJARAT

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ‘જગ વસંત’ જહાજ ગુજરાત પહોંચ્યું, 16,000 મેટ્રિક ટન LPGનો જથ્થો | Middle Eas…

March 28, 2026
જામનગરના મસીતીયામાં પરંપરાગત ઘોડા રેસ યોજાઈ, ‘જલાલી 1616’ નામનો ઘોડો પ્રથમ નંબરે આવ્યો | Traditional…
GUJARAT

જામનગરના મસીતીયામાં પરંપરાગત ઘોડા રેસ યોજાઈ, ‘જલાલી 1616’ નામનો ઘોડો પ્રથમ નંબરે આવ્યો | Traditional…

March 28, 2026
સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…
GUJARAT

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…

March 28, 2026
Next Post
પતિ,પત્ની ઓર વોહનો કિસ્સોઃ બીજા યુવક સાથે ગયેલી પત્નીની ફાંસો ખાઇ વીડિયો મૂકવાની ધમકી, વાહન નીચે પડત…

પતિ,પત્ની ઓર વોહનો કિસ્સોઃ બીજા યુવક સાથે ગયેલી પત્નીની ફાંસો ખાઇ વીડિયો મૂકવાની ધમકી, વાહન નીચે પડત...

ભાયલી ગેંગ રેપ કેસમાં પંચની જુબાની પુરી થઇ | The panel’s testimony in the Bhayli gang rape case has …

ભાયલી ગેંગ રેપ કેસમાં પંચની જુબાની પુરી થઇ | The panel's testimony in the Bhayli gang rape case has ...

દેશભરમાં વીજળી વધુ મોંઘી થઇ શકે : સુપ્રીમનો કંપનીઓની તરફેણમાં ચુકાદો

દેશભરમાં વીજળી વધુ મોંઘી થઇ શકે : સુપ્રીમનો કંપનીઓની તરફેણમાં ચુકાદો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાય થઈ જતાં રીક્ષા દબાઈ : સદભાગ્યે જાનહાની ટળી | tree fe…

જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાય થઈ જતાં રીક્ષા દબાઈ : સદભાગ્યે જાનહાની ટળી | tree fe…

7 months ago
આતંકવાદ અંગે દુનિયા સમક્ષ પાકિસ્તાનને ઉઘાડું પાડવા 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ તૈયાર, થરુર પણ સામેલ |…

આતંકવાદ અંગે દુનિયા સમક્ષ પાકિસ્તાનને ઉઘાડું પાડવા 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ તૈયાર, થરુર પણ સામેલ |…

11 months ago
સહકારી બેન્કમાં દસ વર્ષથી વધુ સમયથી ડિરેક્ટરપદે સેવા આપનારાને હવે છૂટા કરાશે | More power to RBI

સહકારી બેન્કમાં દસ વર્ષથી વધુ સમયથી ડિરેક્ટરપદે સેવા આપનારાને હવે છૂટા કરાશે | More power to RBI

3 months ago
માંડવી મેન રોડ પરની શૃંગારની દુકાનના તાળા તૂટયા | Locks of a shop on Mandvi Main Road broken

માંડવી મેન રોડ પરની શૃંગારની દુકાનના તાળા તૂટયા | Locks of a shop on Mandvi Main Road broken

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News