gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘રશિયાના ઓઈલથી કોઈ કમાણી નથી કરી, નિયમોનું પાલન કર્યું’, વ્હાઈટ હાઉસના આરોપો પર ભારતનો જવાબ | Puri S…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in INDIA
0 0
0
‘રશિયાના ઓઈલથી કોઈ કમાણી નથી કરી, નિયમોનું પાલન કર્યું’, વ્હાઈટ હાઉસના આરોપો પર ભારતનો જવાબ | Puri S…
1
VIEWS
Share on FacebookShare on Twitter

India-America Controversy : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બાદ હવે તેમના સલાહકાર પિટર નવારો પણ વારંવાર ભારત વિરુદ્ધ લવારી કરી રહ્યા છે. નવારોએ તાજેતરમાં યુક્રેન યુદ્ધને મોદી યુદ્ધ ગણાવ્યું હતું અને ‘લૉન્ડ્રોમૅટ’વાળી ટિપ્પણી કરી હતી. હવે ભારતે નવારોના નિવેદનનો જડબાતોડ જવાબ આપ્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ વ્હાઇટ હાઉસના પૂર્વ સલાહકાર પીટર નવારોના નિવેદનને રદીયો આપી દીધો છે. પુરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, યુક્રેન યુદ્ધ બાદ રશિયા પાસેથી તેલ ખરીદવામાં ભારતે કોઈપણ નિયમનું ઉલ્લંઘન કર્યું નથી. ભારતની ઊર્જા નીતિએ વૈશ્વિક બજારને સ્થિર રાખવામાં અને કિંમતોને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી છે. અહીં લૉન્ડ્રોમૅટ એટલે શંકાસ્પદ વસ્તુઓને કાયદેસર દેખાડવાની પ્રક્રિયા અથવા જગ્યા છે.

ભારતે કોઈ નફાખોરી કરી નથી : હરદીપ સિંહ પુરી

હરદીપ સિંહ પુરી (Hardeep Singh Puri)એ કહ્યું કે, યુક્રેન યુદ્ધ બાદ રશિયન તેલની ખરીદીમાં વધારો થયો હોવા છતાં ભારતે કોઈ નફાખોરી કરી નથી. ફેબ્રુઆરી 2022માં યુદ્ધ શરૂ થયું તેના ઘણા સમય પહેલાંથી જ ભારત વિશ્વનો ચોથો સૌથી મોટો પેટ્રોલિયમ ઉત્પાદન નિકાસકાર દેશ રહ્યો છે અને યુદ્ધ પછી પણ ભારતનો નિકાસ અને નફો લગભગ સમાન રહેલો છે. કેટલાક ટીકાકારો આક્ષેપ કરી રહ્યા છે કે, રશિયાનું ઓઈલ ભારત માટે લૉન્ડ્રોમૈટ બની ગયું છે. આનાથી મોટી ખોટી વાત કોઈ ન હોઈ શકે.’ ઉલ્લેખનીય છે કે, રાજકીય અને આર્થિક સંદર્ભમાં ‘લોન્ડ્રોમૅટ’નો ઉપયોગ શંકાસ્પદ કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા કમાયેલા પૈસાને કાયદેસર દેખાડવાની પ્રક્રિયા માટે થાય છે.

ટ્રમ્પ-નવારોની પાયાવિહોણી વાતો

ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) અને તેમના સલાહકાર પિટર નવારો (Peter Navarro) આક્ષેપ કરી રહ્યા છે કે, ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદી રહી છે અને રશિયા તે ઓઈલથી કમાયેલા નાણાં યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં વાપરી રહ્યું છે. જોકે બંને નેતાઓ ખોટી રીતે ભારત પર આક્ષેપ કરી રહ્યા છે. હકીકત એ છે કે, રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ ભારત દ્વારા રશિયન ઓઈલની આયાતમાં માત્ર એક ટકાનો વધારો થયો છે અને તે 40 ટકા પર પહોંચ્યો છે. ક્રૂડ ઓઈલની એક ટકો આયાત વધવાનું કારણ છે કે, પશ્ચિમ દેસોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા છે, જેના કારણે ભારતને ભારે રાહત પર ઓઈલ મળી રહ્યું છે. આનાથી ભારતને સસ્તી ઊર્જા મળી રહી છે. જોકે અમેરિકન તંત્ર આક્ષેપ કરી રહી છે કે, ભારત રશિયન ઓઈલને રિફાઈનલ કરીને યુરોપના દેશોને નિકાત કરી રહ્યું છે અને કમાણી કરી રહ્યું છે.

આ પણ વાંચો : ‘ભારત સાથે રાજકારણ નહીં, વિશ્વાસનો સંબંધ’, PM મોદી સાથેની બેઠકમાં પુતિનનું મોટું નિવેદન

નવારોએ PM મોદીની કરી હતી ટીકા

પીટર નવારોએ તાજેતરમાં જ એક્સ પર પોસ્ટ કરીને યુક્રેન યુદ્ધને મોદીનું યુદ્ધ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, ભારત રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના યુદ્ધ મશીનને ફન્ડિંગ કરી રહ્યું છે. તેમણે ભારતને ‘તેલ લોબીના હાથમાં રહેલી લોકશાહી લોન્ડ્રી’ ગણાવી હતી અને વડાપ્રધાન મોદીની ભગવા વસ્ત્રોમાં તસવીર પણ પોસ્ટ કરી હતી. નવારોનું કહેવું હતું કે, વિશ્વનો ટોચનો લોકશાહી દેશ ભારતની ઓઈલ લોબી ક્રેમલિન માટે વિશાળ રિફાઈનિંગ હબ અને નફો કમાવી આપતું દેશ બન્યું છે.

ભારત તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કરે છે : પુરી

પુરીએ આનો જવાબ આપતા કહ્યું કે, ઈરાન કે વેનેઝુએલાની જેમ રશિયન તેલ પર કોઈ સીધો પ્રતિબંધ નથી. રશિયન તેલ પર G7 અને યુરોપિયન યુનિયન દ્વારા કિંમત મર્યાદા લાગુ કરાયેલી છે, જેનો ઉદ્દેશ્ય ઓઈલની આયાત ચાલુ રાખવાનો અને રશિયન આવકને મર્યાદિત કરવાનો છે. ભારત આ તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કરે છે. ભારતનો દરેક લેવડ-દેવડ કાયદેસરની છે. ભારત કાયદેસરના શિપિંગ, વીમા અને પ્રમાણિત વેપારીઓ દ્વારા વેપાર કરે છે. 

‘…તો ભાવો અને મોંઘવારી બંને વધશે’

પુરીએ વધુમાં કહ્યું કે, જો ભારત રશિયન તેલની આયાત બંધ કરી દે, તો વૈશ્વિક બજારમાં ક્રૂડ તેલની કિંમત 90થી 100 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. તેમણે બ્રોકરેજ ફર્મ સીએલએસએના અહેવાલનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, રશિયા પાસેથી તેલના ખરીદદારો મર્યાદિત છે, જો ભારત પાછળ હટી જાય તો વૈશ્વિક પુરવઠામાં એક ટકાનો ઘટાડો થશે, જેનાથી ભાવો અને મોંઘવારી બંને વધશે. 

આ પણ વાંચો : ‘સાચી વાત, રશિયાના ઓઈલથી ઊંચી જ્ઞાતિના બિઝનેસમેનને જ ફાયદો’, કોંગ્રેસ નેતાએ અમેરિકાના નવારોનું કર્યું સમર્થન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્ય પ્રદેશની 11મી સદીની ભોજશાળા ‘મંદિર’ જાહેર, ઈન્દોર હાઈકોર્ટનો હિન્દુઓની તરફેણમાં ચુકાદો | Bhojsh…
INDIA

મધ્ય પ્રદેશની 11મી સદીની ભોજશાળા ‘મંદિર’ જાહેર, ઈન્દોર હાઈકોર્ટનો હિન્દુઓની તરફેણમાં ચુકાદો | Bhojsh…

May 15, 2026
કર્ણાટક સરકારનો ઐતિહાસિક નિર્ણય, સ્કૂલ-કોલેજમાં હિજાબ પર મૂકેલો પ્રતિબંધ હટાવ્યો | Karnataka Govt En…
INDIA

કર્ણાટક સરકારનો ઐતિહાસિક નિર્ણય, સ્કૂલ-કોલેજમાં હિજાબ પર મૂકેલો પ્રતિબંધ હટાવ્યો | Karnataka Govt En…

May 15, 2026
‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત | NE…
INDIA

‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત | NE…

May 15, 2026
Next Post
TET પાસ કરો નહીંતર નોકરી છોડો : શિક્ષકોને લઈને સુપ્રીમ કોર્ટનો આદેશ

TET પાસ કરો નહીંતર નોકરી છોડો : શિક્ષકોને લઈને સુપ્રીમ કોર્ટનો આદેશ

અંબાજી ખાતે જિલ્લા કલેકટરના હસ્તે ભાદરવી મહામેળો ૨૦૨૫નો આરંભ

અંબાજી ખાતે જિલ્લા કલેકટરના હસ્તે ભાદરવી મહામેળો ૨૦૨૫નો આરંભ

હિમાચલ-કાશ્મીર બાદ દિલ્હીમાં પણ પૂરનો ખતરો, યમુનામાં 3 લાખ ક્યુસેક પાણી છોડાયું | Flood Alert In Del…

હિમાચલ-કાશ્મીર બાદ દિલ્હીમાં પણ પૂરનો ખતરો, યમુનામાં 3 લાખ ક્યુસેક પાણી છોડાયું | Flood Alert In Del...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિની વાવાઝોડામાં થાનના 20 થી વધુ સિરામિક એકમોના શેડ ઉડયા | Mini cyclone destroys sheds of more than …

મિની વાવાઝોડામાં થાનના 20 થી વધુ સિરામિક એકમોના શેડ ઉડયા | Mini cyclone destroys sheds of more than …

2 months ago
મહિલાક્રિકેટ ટૂર્નામેન્ટ માં વુમેન્સ ખેલાડીઓ વચ્ચે મારામારી | Fight breaks out between women’s playe…

મહિલાક્રિકેટ ટૂર્નામેન્ટ માં વુમેન્સ ખેલાડીઓ વચ્ચે મારામારી | Fight breaks out between women’s playe…

6 months ago
ભાવનગર ખાતે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને નેશનલ સ્પોર્ટ્સ ડે નો કાર્…

ભાવનગર ખાતે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને નેશનલ સ્પોર્ટ્સ ડે નો કાર્…

9 months ago
‘કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં IPS અધિકારીઓની નિયુક્તિ બંધ કરો’, ગૃહ મંત્રાલયને સુપ્રીમ કોર્ટનો નિર્દે…

‘કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં IPS અધિકારીઓની નિયુક્તિ બંધ કરો’, ગૃહ મંત્રાલયને સુપ્રીમ કોર્ટનો નિર્દે…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News