
Rajasthan Churu Plane Crash: રાજસ્થાનના ચુરુ જિલ્લાના રતનગઢ વિસ્તારના ભાનુડા ગામમાં બુધવારે વાયુ સેનાનું એક વિમાન ક્રેશ થઈ ગયું. ઘટના સ્થળેથી 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટના બાદ જ કલેક્ટર અને સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ગ્રામજનોએ આપેલી માહિતી મુજબ, આકાશમાં જોરદાર અવાજ બાદ ખેતરોમાં આગ અને ધુમાડાના ગોટા નીકળ્યા હતા.
ક્રેશ થયેલું વિમાન ભારતીય વાયુસેનાનું જેગુઆર હોવાનું કહેવાય છે.










