
– તમામ મૃતકો ઉત્તર પ્રદેશના રહેવાસી હતાં
– ખાટુ શ્યામ અને સાલાસર બાલાજી મંદિરના દર્શન કર્યા પછી આ લોકો ઉત્તર પ્રદેશના એટા સ્થિત પોતાના ગામ પરત ફરી રહ્યાં હતાં
– વાનમાં 20 લોકો સવાર હતાં : આઠ ઘાયલો પૈકી એકની સ્થિતિ ગંભીર : સવારે ચાર વાગ્યે વાને હાઇવેના સર્વિસ લેન પર ઉભેલી ટ્રકને ટક્કર મારી હતી
જયપુર : રાજસ્થાનના દૌસા જિલ્લામાં બુધવાર વહેલી સવારે એક પિક અપ વાન એક ઉભેલી ટ્રક સાથે અથડાતા સાત બાળકો સહિત ૧૧ લોકોનાં મોત થયા છે અને અન્ય આઠ લોકો ઘાયલ થયા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. તમામ મૃતકો ઉત્તર પ્રદેશના રહેવાસી હતાં.










