gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજસ્થાન-MPની ઘટના બાદ ગુજરાતમાં કફ સિરપની તપાસના આદેશ, 9 બાળકના મૃત્યુ બાદ એમપીમાં ‘Coldrif’ પર પ્ર…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
રાજસ્થાન-MPની ઘટના બાદ ગુજરાતમાં કફ સિરપની તપાસના આદેશ, 9 બાળકના મૃત્યુ બાદ એમપીમાં ‘Coldrif’ પર પ્ર…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Cough Syrup Case Impact in Gujarat: રાજસ્થાનમાં કફ સિરપ પીવાથી થયેલા બાળકોના મોતના પડઘા હવે ગુજરાત સુધી પહોંચ્યા છે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં કફ સિરપના વેચાણ અંગે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે આરોગ્ય વિભાગ પાસેથી આ અંગે રિપોર્ટ માંગ્યો છે અને કેન્દ્રની માર્ગદર્શિકા તથા રાજસ્થાનના રિપોર્ટનો અભ્યાસ કરવા સૂચના આપી છે. આ આદેશનો હેતુ ગુજરાતમાં વેચાતા કફ સિરપની ગુણવત્તા અને સલામતી ચકાસવાનો છે.

આરોગ્ય વિભાગને આપ્યા તપાસના આદેશ

કેન્દ્રીય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓને તાત્કાલિક ધોરણે પગલાં લેવા જણાવ્યું છે. તેમણે ખાસ કરીને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને રાજસ્થાનમાંથી આવેલા રિપોર્ટ્સનો સંપૂર્ણ અભ્યાસ કરવાની સૂચના આપી છે. આ અભ્યાસના આધારે ગુજરાતમાં વેચાતી કફ સિરપની ગુણવત્તા અને તેના વેચાણ પર સઘન તપાસ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ કચ્છ-મુંબઈ વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો, 26 ઓક્ટોબરથી સીધી વિમાન સેવા શરૂ થશે

આ મામલે ઋષિકેશ પટેલે સમગ્ર મામલે વિસ્તૃત અને તાત્કાલિક રિપોર્ટ પણ માંગ્યો છે. આ તપાસ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન અને અન્ય સંબંધિત વિભાગો દ્વારા હાથ ધરવામાં આવશે. જેનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે, ગુજરાતના બજારમાં કોઈ નબળી કે ઝેરી ગુણવત્તાની કફ સિરપનું વેચાણ ન થાય અને બાળકોના સ્વાસ્થ્યને જોખમ ન પહોંચે.

મધ્યપ્રદેશમાં કફ સિરપ પીધા બાદ 9 બાળકોના મૃત્યુ

મધ્યપ્રદેશના છિંદવાડામાં કફ સિરપ સંબંધિત એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં 9 બાળકોના મૃત્યુ થયા છે. આ ઘટના બાદ મધ્યપ્રદેશ સરકારે ‘Coldrif’ કફ સિરપ પર રાજ્યવ્યાપી પ્રતિબંધ લગાવી દીધો છે. ઘટનાની જાણ થતા જ છિંદવાડા વહીવટી તંત્રએ અગાઉ જ ‘Coldrif’ અને ‘Nextro-DS’ સિરપ પર જિલ્લા-વ્યાપી પ્રતિબંધ મૂકી દીધો હતો.

તપાસનો ધમધમાટ

મધ્યપ્રદેશ સરકારે રાજ્ય સ્તરે એક વિશેષ તપાસ ટીમની રચના કરી કરી છે. આ ટીમ સિરપના વિતરણ, સપ્લાય ચેઇન અને સારવાર કરનાર તબીબોની ભૂમિકાની ઝીણવટભરી તપાસ કરશે. આ તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC)ની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી છે અને સેમ્પલ તપાસમાં સહયોગ કરી રહી છે.

આ પણ વાંચોઃ પ્રદેશ પ્રમુખ મારી ઓળખ નથી, ભાજપનો કાર્યકર્તા મારી ઓળખ છે: જગદીશ પંચાલ

શું હતી ઘટના?

છિંદવાડાના પરાસિયા વિસ્તારમાં વાયરલ તાવની સારવાર માટે સ્થાનિક ડૉક્ટરની સલાહ મુજબ બાળકોને આ સિરપ આપવામાં આવ્યું હતું, ત્યારબાદ તેમની તબિયત લથડી હતી. અનેક બાળકોને છિંદવાડા અને નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, પરંતુ 9 બાળકોને બચાવી શકાયા નહોતા.

આ બંને ઘટનાઓ બાળકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સની ગુણવત્તા નિયંત્રણ પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે, જેના પગલે ગુજરાત સરકાર પણ સાવચેત બની છે. અને તપાસના આદેશ આપ્યા છે.

રાજસ્થાનમાં બે બાળકોના મોત

રાજસ્થાનમાં સામાન્ય કફ સિરપથી બે બાળકોના મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, છેલ્લા બે અઠવાડિયામાં રાજસ્થાનમાં બે બાળકોના મોત થયા છે.  આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સીકરના એક 5 વર્ષના છોકરાનું સોમવારે કફ સિરપ પીધાના થોડા કલાકો પછી મૃત્યુ થયું. બાળકને શરદી થઈ હતી, અને તેના માતાપિતા તેને ચિરાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર લઈ ગયા હતા. નીતિશ સવારે ત્રણ વાગ્યે જાગી ગયો અને હેડકી આવતી હોવાથી તેની માતાએ પાણી આપતા બાળક પાછો સૂઈ ગયો હતો અને ફરી ક્યારેય જાગ્યો જ ન હતો. સોમવારે, બાળકના માતા-પિતા તેને સરકારી હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. 

આ સિવાય, 22 સપ્ટેમ્બરે બે વર્ષના સમ્રાટ જાધવ નામના બાળકનું કફ સિરપ પીવાથી મૃત્યુ થયું હતું. સમ્રાટ જાધવની માતાએ જણાવ્યું કે, સમ્રાટ, તેની બહેન સાક્ષી અને પિતરાઈ ભાઈ વિરાટને શરદી થઈ ગઈ હતી. જેથી તેને સારવાર માટે સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં ગયા હતા. જ્યાં કેસન ફાર્મા દ્વારા ઉત્પાદિત કફ સિરપ આપવામાં આવ્યું. જેમાં 22 સપ્ટેમ્બરના રોજ બપોરે 1:30 વાગ્યાની આસપાસ ત્રણેય બાળકોને કફ સિરપ પીવડાવ્યું હતું. પાંચ કલાક પછી તેમાંથી કોઈ જાગ્યું નહીં. પરિવાર ગભરાઈ ગયો. સાક્ષી અને વિરાટ અચાનક જાગી ગયા અને ઉલટી કરી, પરંતુ સમ્રાટ ના જાગ્યો. ત્યારબાદ પરિવાર તેને હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં 22 સપ્ટેમ્બરના રોજ તેનું મૃત્યુ થયું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

From Hrithik Roshan’s friend Bittu in Koi Mil Gaya to titular role in Common Aadmi: Anujj Anil Sharr…
GUJARAT

From Hrithik Roshan’s friend Bittu in Koi Mil Gaya to titular role in Common Aadmi: Anujj Anil Sharr…

November 14, 2026
ऋतिक रोशन के नन्हे दोस्त बिट्टू का बदला अंदाज, अब ‘कॉमन आदमी’ में दिखेगा अनुज्ज का नया अवतार
GUJARAT

ऋतिक रोशन के नन्हे दोस्त बिट्टू का बदला अंदाज, अब ‘कॉमन आदमी’ में दिखेगा अनुज्ज का नया अवतार

November 14, 2026
ભાવનગર મંડળમાં આયોજિત બે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ શિબિરોનો 120થી વધુ રેલવે પેન્શનરોએ લીધો લાભ
GUJARAT

ભાવનગર મંડળમાં આયોજિત બે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ શિબિરોનો 120થી વધુ રેલવે પેન્શનરોએ લીધો લાભ

November 14, 2026
Next Post
કચ્છ-મુંબઈ વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો, 26 ઓક્ટોબરથી સીધી વિમાન સેવા શરૂ થશે | bhuj mumbai new dire…

કચ્છ-મુંબઈ વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો, 26 ઓક્ટોબરથી સીધી વિમાન સેવા શરૂ થશે | bhuj mumbai new dire...

કેશ ઓન ડિલિવરી પર એક્સ્ટ્રા ફી વસૂલતી ઈ-કોમર્સ કંપનીઓ સામે સરકારની લાલ આંખ | Extra fee on cash on de…

કેશ ઓન ડિલિવરી પર એક્સ્ટ્રા ફી વસૂલતી ઈ-કોમર્સ કંપનીઓ સામે સરકારની લાલ આંખ | Extra fee on cash on de...

વડોદરાના ફતેગંજ અને હરિનગર બ્રિજ નીચેની જગ્યામાં ઈન્ડોર રમત ગમત સાથે આનંદ પ્રમોદની પ્રવૃત્તિ કરાવાશે…

વડોદરાના ફતેગંજ અને હરિનગર બ્રિજ નીચેની જગ્યામાં ઈન્ડોર રમત ગમત સાથે આનંદ પ્રમોદની પ્રવૃત્તિ કરાવાશે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મને નવા ઈનપુટ મળ્યા! સરકાર તપાસ કરે: કોંગ્રેસ સાંસદનો દાવો | Ahmedabad Pla…

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મને નવા ઈનપુટ મળ્યા! સરકાર તપાસ કરે: કોંગ્રેસ સાંસદનો દાવો | Ahmedabad Pla…

10 months ago
ગ્રામીણ ભારત દેશના અર્થતંત્રનું નવું ગ્રોથ એન્જિન : ટેક્નોલોજીના ઉપયોગમાં શહેરો કરતા આગળ | Rural Ind…

ગ્રામીણ ભારત દેશના અર્થતંત્રનું નવું ગ્રોથ એન્જિન : ટેક્નોલોજીના ઉપયોગમાં શહેરો કરતા આગળ | Rural Ind…

11 months ago
જામનગર શહેર ભાજપ દ્વારા લેવાયેલી સેન્સ પ્રક્રિયા બે દિવસના મંથન બાદ પૂર્ણ થઇ : કુલ 583 દાવેદારો નોંધ…

જામનગર શહેર ભાજપ દ્વારા લેવાયેલી સેન્સ પ્રક્રિયા બે દિવસના મંથન બાદ પૂર્ણ થઇ : કુલ 583 દાવેદારો નોંધ…

7 months ago
કચ્છ: ભચાઉ હાઈવે પર ચાર વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત,માસૂમ બાળક સહિત બેના મોત | Tragic Accident on Bha…

કચ્છ: ભચાઉ હાઈવે પર ચાર વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત,માસૂમ બાળક સહિત બેના મોત | Tragic Accident on Bha…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News