gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજીનામા બાદ પણ ‘પાવર’માં રહેવા માંગે છે સિદ્ધારમૈયા, હાઇકમાન્ડે પ્લાન ઠુરાવ્યો | Siddaramaiah Seeks…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in INDIA
0 0
0
રાજીનામા બાદ પણ ‘પાવર’માં રહેવા માંગે છે સિદ્ધારમૈયા, હાઇકમાન્ડે પ્લાન ઠુરાવ્યો | Siddaramaiah Seeks…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karnataka Politics News : કર્ણાટકના રાજકારણમાં આ અઠવાડિયે મોટો બદલાવ આવ્યો છે. સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. ડિકે શિવકુમાર હવે રાજ્યની રાજનીતિ અને પાર્ટી બંનેમાં મજબૂત થઈ ગયા છે. પરંતુ પૂર્વ સીએમ સિદ્ધારમૈયા શાંત બેસવાના મૂડમાં નથી. તેમણે પાર્ટી હાઇકમાન્ડ સમક્ષ એક એવી કમિટી બનાવવાનો પ્લાન રજૂ કર્યો છે જે તેમને સરકારની બહાર રહીને પણ રાજનીતિમાં શક્તિશાળી બનાવી રાખે.

શિવકુમારને મળશે સંગઠનની સાથે સરકાર

કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે. સિદ્ધારમૈયા (Siddaramaiah) હવે મુખ્યમંત્રી નથી. પરંતુ હવે નેતૃત્વ બદલાઈ ગયું છે અને ડિકે શિવકુમાર (DK Shivakumar) મુખ્યમંત્રી બનવાના છે. શિવકુમાર પહેલાથી જ કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ હતા, એટલે કે પાર્ટીનું સંગઠન તેમના હાથમાં હતું. હવે સરકાર પણ તેમની પાસે જઈ શકે છે. આનાથી તેઓ બંને તરફથી મજબૂત થઈ જશે.

પાવરમાં રહેવા માંગે છે સિદ્ધારમૈયા

સિદ્ધારમૈયા મુખ્યમંત્રીની ખુરશી પરથી હટી ચૂક્યા છે. પાર્ટીનું અધ્યક્ષ પદ પણ તેમની પાસે નથી. એટલે કે સીધી રીતે જોઈએ તો સરકાર અને સંગઠન બંનેમાં તેમનો કોઈ મોટો હોદ્દો રહ્યો નથી. પરંતુ સિદ્ધારમૈયા એક મોટા નેતા છે, તેમની પાસે સમર્થકો છે અને તેમની પોતાની રાજકીય તાકાત છે. તેઓ ઇચ્છે છે કે આ તાકાત જળવાઈ રહે.

સિદ્ધારમૈયા લાવ્યા કોઓર્ડિનેશનલ કમિટી બનાવાવનો પ્રસ્તાવ

સૂત્રોના જણાવ્યા અનુસાર, સિદ્ધારમૈયાએ પાર્ટી હાઇકમાન્ડ સમક્ષ એક ‘કોઓર્ડિનેશન કમિટી’ (સમન્વય સમિતિ) બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ એક એવી કમિટી હશે જે સરકાર અને પાર્ટી સંગઠન વચ્ચે કામ કરશે. એટલે કે સરકાર શું કરી રહી છે અને પાર્ટી શું ઇચ્છે છે, આ બંને વચ્ચે તાલમેલ જાળવી રાખશે. આ કમિટીની જવાબદારી સિદ્ધારમૈયાને મળી શકે છે. જોકે, કોંગ્રેસ હાઇકમાન્ડે સિદ્ધારમૈયાની આ માંગને ફગાવી દીધી છે.

આ પણ વાંચો : વિનેશ ફોગાટ એશિયન ગેમ્સ ટ્રાયલ્સમાં ભાગ લેવા સુપ્રીમ કોર્ટની મંજૂરી, જો કે ડોપિંગ ટેસ્ટ ચૂકી જવા બદલ ઉઠાવ્યા ગંભીર સવાલ

સિદ્ધારમૈયાની માંગમાં 2018 જેવા પ્રસ્તાવની વાત

2018માં કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ(JDS)એ મળીને સરકાર બનાવી હતી. ત્યારે એચડી કુમારસ્વામી મુખ્યમંત્રી હતા પરંતુ સિદ્ધારમૈયા તે સમયે બનાવવામાં આવેલી કોઓર્ડિનેશન કમિટીના અધ્યક્ષ હતા. તે કમિટીના માધ્યમથી તેઓ સરકારની બહાર રહીને પણ દરેક મોટા નિર્ણયમાં સામેલ રહેતા હતા અને તેમની વાત સાંભળવામાં આવતી હતી. હવે તેઓ ફરીથી એવું જ માળખું ઇચ્છે છે.

…આવી કમિટીની શું જરૂર છે?

પાર્ટી હાઇકમાન્ડે હજુ સુધી આ પ્રસ્તાવ પર કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. હાઇકમાન્ડનું વિચારવું એવું છે કે 2018ની સ્થિતિ અને આજની સ્થિતિમાં ઘણો તફાવત છે. ત્યારે બે પાર્ટીઓની ગઠબંધન સરકાર હતી, જ્યાં તાલમેલ બનાવવો જરૂરી હતો. અત્યારે કોંગ્રેસ એકલી બહુમતીમાં છે, તો પછી આવી કમિટીની શું જરૂર છે. તેથી હાઇકમાન્ડ સંપૂર્ણપણે આ વિચારની તરફેણમાં નથી.

અસલી ખેલ સત્તાના સંતુલનનો

રાજનીતિના વિશ્લેષકો આ સમગ્ર મામલાને સત્તાની લડાઈ તરીકે જોઈ રહ્યા છે. નેતૃત્વ બદલાયા પછી શિવકુમાર રાજ્યની રાજનીતિ અને સંગઠન બંનેમાં મજબૂત થયા છે. સિદ્ધારમૈયા નથી ઇચ્છતા કે તેમની રાજકીય પકડ નબળી પડે. તેઓ ઇચ્છે છે કે તેમની પાસે કોઈ એવો સંસ્થાગત એટલે કે સત્તાવાર હોદ્દો રહે જેનાથી તેમના સમર્થકો પણ તેમની સાથે જોડાયેલા રહે અને નિર્ણયો લેવામાં પણ તેમની ભૂમિકા જળવાઈ રહે.

આ પણ વાંચો : CBSEના 12માં ધોરણના રી-વેલ્યુએશન માટે 1 જૂનથી ખુલશે પોર્ટલ, જાણો કઈ રીતે કરશો ઓનલાઈન અરજી?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઈસ્ટની કટોકટી અને વધતા ખર્ચે બગાડી ઇન્ડિગોની રમત : માત્ર 3 મહિનામાં થયું ₹2500 કરોડથી વધુનું નુ…
INDIA

મિડલ ઈસ્ટની કટોકટી અને વધતા ખર્ચે બગાડી ઇન્ડિગોની રમત : માત્ર 3 મહિનામાં થયું ₹2500 કરોડથી વધુનું નુ…

May 29, 2026
CBSEના 12માં ધોરણના રી-વેલ્યુએશન માટે 1 જૂનથી ખુલશે પોર્ટલ, જાણો કઈ રીતે કરશો ઓનલાઈન અરજી? | CBSE Cl…
INDIA

CBSEના 12માં ધોરણના રી-વેલ્યુએશન માટે 1 જૂનથી ખુલશે પોર્ટલ, જાણો કઈ રીતે કરશો ઓનલાઈન અરજી? | CBSE Cl…

May 29, 2026
રિક્ષા ચાલકોની વેદના સાંભળવા પાર્કમાં પહોંચ્યા રાહુલ ગાંધી, જમીન પર બેસીને કર્યું ભોજન | Rahul Gandh…
INDIA

રિક્ષા ચાલકોની વેદના સાંભળવા પાર્કમાં પહોંચ્યા રાહુલ ગાંધી, જમીન પર બેસીને કર્યું ભોજન | Rahul Gandh…

May 29, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દારૂ વેચાણનો વીડિયો ઉતાર્યાંની દાઝે પિતા-પુત્રને માર મારી ધમકી આપી | Father and son threatened with …

દારૂ વેચાણનો વીડિયો ઉતાર્યાંની દાઝે પિતા-પુત્રને માર મારી ધમકી આપી | Father and son threatened with …

2 months ago
વડોદરા જિ.પંચાયતની ટર્મ પુરી થશેઃ5માંથી એક પણ ધારાસભ્ય પંચાયતની મીટિંગમાં હાજર રહ્યા નથી | None of t…

વડોદરા જિ.પંચાયતની ટર્મ પુરી થશેઃ5માંથી એક પણ ધારાસભ્ય પંચાયતની મીટિંગમાં હાજર રહ્યા નથી | None of t…

4 months ago
ગેંગરેપ બાદ પીડિતાને 90ની સ્પીડે જતી વેનમાંથી રોડ પર ફેંકી દીધી

ગેંગરેપ બાદ પીડિતાને 90ની સ્પીડે જતી વેનમાંથી રોડ પર ફેંકી દીધી

5 months ago
નસવાડી: ઓપરેશન બાદ મહિલાઓ સાથે પશુ જેવો વ્યવહાર! એમ્બ્યુલન્સમાં ઠાંસી ઠાંસીને ભરી 40 કિ.મી.ની મુસાફર…

નસવાડી: ઓપરેશન બાદ મહિલાઓ સાથે પશુ જેવો વ્યવહાર! એમ્બ્યુલન્સમાં ઠાંસી ઠાંસીને ભરી 40 કિ.મી.ની મુસાફર…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News