gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાત-દિવસ ધમધમતી માયાનગરી ભારે વરસાદના કારણે થંભી, શાળા-કોલેજોમાં રજા, ઠેર ઠેર ચક્કાજામ | /maharashtr…

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in INDIA
0 0
0
રાત-દિવસ ધમધમતી માયાનગરી ભારે વરસાદના કારણે થંભી, શાળા-કોલેજોમાં રજા, ઠેર ઠેર ચક્કાજામ | /maharashtr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mumbai Heavy Rain Today:  મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયુ છે. રાત દિવસ ધમધમતી માયાનગરી મુંબઈમાં છેલ્લા 72 કલાકથી અનરાધાર વરસાદના કારણે જનજીવન થંભી ગયુ છે. મુંબઈ ઉપરાંત અન્ય શહેરો અને ગામડાંઓમાં પણ મૂશળધાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ પર ટ્રાફિક જામ થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

અંધેરી-બોરીવલીથી માંડી દાદર-ચર્ચગેટમાં પાણીઓ ભરાતાં ગાડીઓ ફસાઈ છે. હવામાન વિભાગે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરતાં બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને (BMC) શાળાઓ અને કોલેજોમાં રજા આપી છે. 

BMCએ નાગરિકો માટે 1916 હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. તેમજ લોકોને ઘરમાં રહેવા અને નીચાણવાળા વિસ્તારોથી દૂર ખસી જવા અપીલ કરી છે. મુંબઈમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર ચક્કાજામ થયો છે. રાત-દિવસ દોડતું શહેર આ વરસાદના કારણે અચાનક થંભી ગયુ છે.

રાત-દિવસ ધમધમતી માયાનગરી ભારે વરસાદના કારણે થંભી, શાળા-કોલેજોમાં રજા, ઠેર ઠેર ચક્કાજામ 2 - image

હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ

હવામાન વિભાગે (IMD)એ આજે સવારે બે વાગ્યે જુદા-જુદા શહેરો-વિસ્તારો માટે વરસાદના એલર્ટ આપ્યા હતાં. જે મુજબ, આગામી ત્રણથી ચાર કલાકમાં મુંબઈ અને ઉપનગરોમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. મહારાષ્ટ્રના કોકણ ક્ષેત્ર જેમાં મુંબઈ, પાલઘર, રાયગઢ, રત્નાગિરી, સિંધુ દુર્ગ અને ગોવામાં ફ્લેશ ફ્લડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેથી દરિયા કિનારા અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. 24 કલાકમાં રત્નાગિરીમાં  109 mm, સાંતા ક્રુઝમાં 71 mm, પણજીમાં 69 mm વરસાદ થયો છે. આગામી બે દિવસમાં મુંબઈ, થાણે, સહિત કોંકણ અને મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. મરાઠાવાડા અને વિદર્ભના અમુક હિસ્સા માટે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

રાત-દિવસ ધમધમતી માયાનગરી ભારે વરસાદના કારણે થંભી, શાળા-કોલેજોમાં રજા, ઠેર ઠેર ચક્કાજામ 3 - image

તમામ શાળા-કોલેજોમાં રજા

BMC કમિશનર અને વહીવટી અધિકારી ભૂષણ ગગરાણીએ આજે બપોરે 12 વાગ્યા પછી મુંબઈની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે. બીએમસી વહીવટીતંત્ર નાગરિકોને અપીલ કરી રહ્યું છે કે તેઓ ફક્ત જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળે. કોઈપણ જરૂરિયાતના કિસ્સામાં, સહાય અને સત્તાવાર માહિતી માટે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય હેલ્પલાઇન નંબર 1916 પર સંપર્ક કરો. સવારે 8:30 થી 11:30 વાગ્યા સુધીમાં ટાટા પાવર ચેમ્બુરમાં સૌથી વધુ 91.5 મીમી વરસાદ નોંધાયો હતો. વિક્રોલીમાં 78.5 મીમી, જુહુમાં 60.0 મીમી, સાયનમાં 58.5 મીમી, બાંદ્રામાં 50.0 મીમી, સાંતાક્રુઝમાં 47.2 મીમી અને કોલાબામાં 29.0 મીમી વરસાદ નોંધાયો છે.

નાંદેડમાં આભ ફાટ્યું

સોમવાર સવારથી મહારાષ્ટ્રના નાંદેડના મુખેડ તાલુકામાં ભારે વરસાદ ચાલુ છે. ભીંગોલી, ભેંડેગાંવ, હસનાલ, રાવનગાંવ, ભસવાડી અને સાંગવી ભદેવ જેવા ગામોમાં પૂરની સ્થિતિ છે. સ્થાનિક વહીવટીતંત્રે NDRF ટીમો સ્થળ પર મોકલી છે લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. ગામડાઓ પાણીમાં ગરકાવ થયા છે. ખેતરોમાં ઉભો પાક નાશ પામ્યો છે. વહીવટીતંત્રે રાહત અને બચાવ કામગીરી વધુ તીવ્ર બનાવી છે.

વાવાઝોડા સાથે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાક મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો માટે ભારે હોવાનું જણાવ્યું છે. આ વિસ્તારોમાં ભારે પવન સાથે ધુઆંધાર વરસાદ થવાની સંભાવના છે. 40-50 કિમી પ્રતિ કલાકની સ્પીડે વાવાઝોડાની સાથે વરસાદ વરસવાની આગાહી કરી છે. 

રાત-દિવસ ધમધમતી માયાનગરી ભારે વરસાદના કારણે થંભી, શાળા-કોલેજોમાં રજા, ઠેર ઠેર ચક્કાજામ 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરાથી કારમાં મોરબી જઈ એક જ રાતમાં ત્રણ મકાનમાં ત્રાટકેલી ટોળકી પકડાઈ | Gang caught after going fr…

વડોદરાથી કારમાં મોરબી જઈ એક જ રાતમાં ત્રણ મકાનમાં ત્રાટકેલી ટોળકી પકડાઈ | Gang caught after going fr...

આ વિમાન તો ઉપયોગને લાયક જ નથી..’ એર ઈન્ડિયાનું પ્લેન ઉડાવવાનો પાઇલટનો ઈનકાર | /air india flight koch…

આ વિમાન તો ઉપયોગને લાયક જ નથી..' એર ઈન્ડિયાનું પ્લેન ઉડાવવાનો પાઇલટનો ઈનકાર | /air india flight koch...

GSFCમાં કોન્ટ્રાકટ કર્મીઓને છૂટા કરી દેવાતા ગ્રામજનો દ્વારા હલ્લાબોલ | Villagers protest against the…

GSFCમાં કોન્ટ્રાકટ કર્મીઓને છૂટા કરી દેવાતા ગ્રામજનો દ્વારા હલ્લાબોલ | Villagers protest against the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એર ટિકિટ 48 કલાકમાં કેન્સલ કરાવાય તો કેન્સલેશન ચાર્જ નહીં લાગે

એર ટિકિટ 48 કલાકમાં કેન્સલ કરાવાય તો કેન્સલેશન ચાર્જ નહીં લાગે

8 months ago
ગૂગલ ભારતમાં રૂ. 1.33 લાખ કરોડનું રોકાણ કરશે | Google to invest Rs 1 33 lakh crore in India

ગૂગલ ભારતમાં રૂ. 1.33 લાખ કરોડનું રોકાણ કરશે | Google to invest Rs 1 33 lakh crore in India

8 months ago
કારગિલ વિજય દિવસ: શહેરાના ખટકપુરના શહીદ ભલાભાઈ બારીયાની વીરગાથા, જેમનું બલિદાન આજે પણ અમર છે | Kargi…

કારગિલ વિજય દિવસ: શહેરાના ખટકપુરના શહીદ ભલાભાઈ બારીયાની વીરગાથા, જેમનું બલિદાન આજે પણ અમર છે | Kargi…

11 months ago
હે રામ! પત્નીના મોતથી વ્યથિત પિતાએ 5 બાળકો સહિત ગળે ફાંસો ખાધો, બેના જ જીવ બચ્યાં | muzaffarpur fath…

હે રામ! પત્નીના મોતથી વ્યથિત પિતાએ 5 બાળકો સહિત ગળે ફાંસો ખાધો, બેના જ જીવ બચ્યાં | muzaffarpur fath…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News