gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે! દર 5 વર્ષે આ કામ જરૂર કરજો નહીંતર કોઈ લાભ નહીં મળે | ration card hol…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in INDIA
0 0
0
રાશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે! દર 5 વર્ષે આ કામ જરૂર કરજો નહીંતર કોઈ લાભ નહીં મળે | ration card hol…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ration Card Policy Change: કેન્દ્ર સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા (PDS)ને વધુ પારદર્શક, સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવા માટે એક મહત્ત્વનું પગલું લીધું છે. સરકારે બુધવારે હાલના PDS નિયમોમાં સુધારો કર્યો છે અને દર પાંચ વર્ષે તમામ રાશનકાર્ડ ધારકો માટે ઇલેક્ટ્રોનિક e-KYC પ્રક્રિયા ફરજિયાત બનાવી છે. જેનો હેતુ રાશન વિતરણ પ્રક્રિયામાં છેતરપિંડી, ડુપ્લિકેટ કાર્ડ્સને દૂર કરવા અને સબસિડીને યોગ્ય લાભાર્થી સુધી પહોંચાડવાનું સુનિશ્ચિત કરવાનો છે. 

શું છે નિયમ?

કેન્દ્ર સરકારના ગ્રાહક તેમજ ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે બુધવારે સત્તાવાર સૂચના બહાર પાડી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘લક્ષ્યાંકિત જાહેર વિતરણ વ્યવસ્થા (નિયંત્રણ) સંશોધન આદેશ, 2025’ હેઠળ, પારદર્શિતા વધારવા, ડુપ્લિકેશન અટકાવવા અને સબસિડીના લક્ષ્યાંકને સુધારવા માટે PDSમાં મહત્ત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. જે હેઠળ, રાજ્ય સરકારોએ બધા યોગ્ય પરિવારો માટે દર પાંચ વર્ષે ફરજિયાત રીતે ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. આ પ્રક્રિયામાં, અયોગ્ય પરિવારોને લાભાર્થીઓની યાદીમાંથી દૂર કરવામાં આવશે અને નવા યોગ્ય પરિવારોનો સમાવેશ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં હારનું કારણ જણાવ્યું, રાજકારણમાંથી નિવૃત્તિ અંગે પણ તોડ્યું મૌન

નવા રાશન કાર્ડ માટેની લઘુતમ ઉંમર

નવા નિયમો મુજબ, અલગ રાશન કાર્ડ માટે લઘુતમ ઉંમર હવે 18 વર્ષ નક્કી કરવામાં આવી છે. આ પગલાથી ખાતરી થશે કે ફક્ત યોગ્ય વ્યક્તિઓને જ રાશન કાર્ડ દ્વારા સબસિડી મળશે. કોઈપણ વ્યક્તિ 18 વર્ષની ઉંમર સિવાય પોતાનું આગવું રાશન કાર્ડ નહીં મેળવી શકે.  પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોના આધાર નંબર (જો ઉપલબ્ધ હોય તો) એકત્રિત કરવા જોઈએ અને તે પાંચ વર્ષના થાય ત્યાર બાદ એક વર્ષની અંદર e-KYC કરાવવું જરૂરી છે.

આ લાભાર્થીઓના રાશન કાર્ડ થઈ જશે નિષ્ક્રિય

જાહેરનામાંમાં કહેવામાં આવ્યું કે, ‘જે લાભાર્થીઓ છેલ્લાં 6 મહિનામાં પોતાના અધિકારોનો લાભ નહીં લે, તેમના રાશન કાર્ડ અસ્થાયી રૂપે નિષ્ક્રિય કરી દેવામાં આવશે. રાજ્ય સરકારને લાયકાતનું પુનર્મૂલ્યાંકન કરવા અને આગળની કાર્યવાહી કરવા માટે ત્રણ મહિનાની અંદર ફિલ્ડ વેરિફિકેશન અને e-KYC પૂર્ણ કરવું પડશે.

વધુમાં, જો એક જ રાજ્યમાં રાશન કાર્ડ ડુપ્લિકેટ હોવાનું જણાય અથવા અલગ અલગ રાજ્યોમાં કામચલાઉ ધોરણે નિષ્ક્રિય કરવામાં આવે, તો લાભાર્થીઓને માન્ય દસ્તાવેજો સબમિટ કરીને અને e-KYC પૂર્ણ કરીને પોતાની લાયકાત સાબિત કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવશે. 

આ પણ વાંચોઃ ઈરાદાપૂર્વક લોન ન ચૂકવનારા 1600 ડિફોલ્ટર્સે બેન્કોના 1.62 લાખ કરોડ ચાંઉ કર્યા, સંસદમાં આંકડો જાહેર

કેન્દ્રએ કહ્યું કે, નવા રાશન કાર્ડ જાહેર કરવા માટે First In, First Out (FIFO) પદ્ધતિ અનુસરવામાં આવશે. રાજ્યોએ પોતાના સાર્વજનિક વેબ પોર્ટલ પર એક વાસ્તવિક સમયની પારદર્શી પ્રતિક્ષા યાદી પ્રકાશિત કરવી જોઇએ, જેનાથી અરજદાર પોતાની અરજીની સ્થિતિ પર નજર રાખી શકે.’

શું છે e-KYC પ્રક્રિયા?

e-KYC એક ડિજિટલ ચકાસણી પ્રક્રિયા છે જેમાં રાશન કાર્ડ ધારકોએ આધાર કાર્ડ દ્વારા તેમની ઓળખ ચકાસવાની હોય છે. આ પ્રક્રિયા આધાર-આધારિત બાયોમેટ્રિક પ્રમાણીકરણ (ફિંગરપ્રિન્ટ અથવા આંખ સ્કેન) અથવા વન-ટાઇમ પાસવર્ડ (OTP) દ્વારા પૂર્ણ કરી શકાય છે. આધાર પ્રમાણીકરણ પછી, લાભાર્થીનું નામ, જન્મ તારીખ, સરનામું, લિંગ અને ફોટો જેવી મૂળભૂત માહિતી Unique Identification Authority of India (UIDAI) દ્વારા રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગોને પૂરી પાડવામાં આવશે. લાભાર્થીની ઓળખની પુષ્ટિ કરવા માટે આ ડેટાને PDS ડેટાબેઝ સાથે મેચ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ગેસની અછત માત્ર અફવા વચ્ચે 60 દિવસનો સ્ટોક હોવાનો સરકારનો દાવો | Government claims to have 6…
INDIA

પેટ્રોલ-ગેસની અછત માત્ર અફવા વચ્ચે 60 દિવસનો સ્ટોક હોવાનો સરકારનો દાવો | Government claims to have 6…

March 27, 2026
નાયરાએ પેટ્રોલના ભાવ રૂ. 5 જ્યારે ડીઝલમાં રૂ. 3 વધાર્યા | Naira increases petrol price by Rs 5 and d…
INDIA

નાયરાએ પેટ્રોલના ભાવ રૂ. 5 જ્યારે ડીઝલમાં રૂ. 3 વધાર્યા | Naira increases petrol price by Rs 5 and d…

March 27, 2026
ભાજપને લોટરી ! ઔદ્યોગિક ગૃહો તરફથી 6014 કરોડનું  'પાર્ટીફંડ'નું નજરાણું
INDIA

ભાજપને લોટરી ! ઔદ્યોગિક ગૃહો તરફથી 6014 કરોડનું 'પાર્ટીફંડ'નું નજરાણું

March 27, 2026
Next Post
ભાવનગર મહાપાલિકાને છેલ્લા 5 વર્ષમાં કુલ રૂા. 26.14 કરોડની વ્યવસાય વેરાની આવક | The municipality has …

ભાવનગર મહાપાલિકાને છેલ્લા 5 વર્ષમાં કુલ રૂા. 26.14 કરોડની વ્યવસાય વેરાની આવક | The municipality has ...

સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં હારનું કારણ જણાવ્યું, રાજકારણમાંથી નિવૃત્તિ અંગે પણ તોડ્યું મૌન | smriti iran…

સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં હારનું કારણ જણાવ્યું, રાજકારણમાંથી નિવૃત્તિ અંગે પણ તોડ્યું મૌન | smriti iran...

ભાલેજ ગામેથી કતલ કરવાના ઇરાદે લવાતા સાત પશુઓ બચાવાયા | Seven cattle brought from Bhalej village for …

ભાલેજ ગામેથી કતલ કરવાના ઇરાદે લવાતા સાત પશુઓ બચાવાયા | Seven cattle brought from Bhalej village for ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પડતર પ્રશ્નો ઉપરાંત ટેકોની ઓનલાઈન કામગીરી સામે આશાવર્કરોનું હલ્લાબોલ | Asha workers protest against …

પડતર પ્રશ્નો ઉપરાંત ટેકોની ઓનલાઈન કામગીરી સામે આશાવર્કરોનું હલ્લાબોલ | Asha workers protest against …

5 months ago
નેતાઓ એકબીજાનું માન જાળવી ચૂંટણી લડે, દેશમાં ભાઇચારો વધારે : સુપ્રીમ | Leaders should contest electi…

નેતાઓ એકબીજાનું માન જાળવી ચૂંટણી લડે, દેશમાં ભાઇચારો વધારે : સુપ્રીમ | Leaders should contest electi…

1 month ago
પાદરાના કોટણા ગામે કોઝવે પર ગોઝારી દુર્ઘટના : બે બાળકો તણાયા : માતા-પિતાનો બચાવ | Accident on causew…

પાદરાના કોટણા ગામે કોઝવે પર ગોઝારી દુર્ઘટના : બે બાળકો તણાયા : માતા-પિતાનો બચાવ | Accident on causew…

6 months ago
કપડવંજની રાજસ્થાન કોલોનીમાં બે મકાનના તાળા તોડી 6 લાખની ચોરી | Locks of two houses broken in Rajasth…

કપડવંજની રાજસ્થાન કોલોનીમાં બે મકાનના તાળા તોડી 6 લાખની ચોરી | Locks of two houses broken in Rajasth…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News