gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રેલવેની તત્કાલ ટિકિટ IRCTCની ‘સેવા’ નહીં પણ મજાક છે, જાણીતા ઉદ્યોગપતિએ કરી ઝાટકણી | Railway Tatkal t…

G METRO NEWS by G METRO NEWS
June 4, 2025
in INDIA
0 0
0
રેલવેની તત્કાલ ટિકિટ IRCTCની ‘સેવા’ નહીં પણ મજાક છે, જાણીતા ઉદ્યોગપતિએ કરી ઝાટકણી | Railway Tatkal t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IRCTC પર કોઈપણ ટ્રેનની તત્કાલ ટિકિટ બુક કરવી અઘરું કામ છે. પ્રવાસ ઈચ્છુક ભારતીયો દરરોજ સવારે 10 વાગ્યે તત્કાલ ટિકિટ બુક કરવા માટે ટાંપીને બેઠા હોય છે. શરૂઆતની ક્ષણોમાં સીટ દેખાય છે, પરંતુ પછી તરત જ વેબસાઈટ ફ્રીઝ થઈ જાય છે અને તે જ્યારે ફરી કામ કરતી થાય છે ત્યાં સુધીમાં તમામ ટિકિટો વેચાઈ ગઈ હોય છે. ટૂંકમાં, રેલવેની તત્કાલ સેવા સામાન્ય ભારતીય નાગરિક માટે સેવા નહીં, એક મજાક છે. 

તત્કાલ સેવાના ત્રાસ વિશે તો અનેક મુસાફરો અવારનવાર બળાપો ઠાલવતા રહે છે. ઘણીવાર જાણીતી હસ્તીઓ પણ આ બાબતે હતાશા વ્યક્ત કરતી હોય છે. એવી એક હસ્તી છે ભારતની અગ્રણી હેલ્થકેર સેવા પ્રદાતા ‘થાયરોકેર’ના સ્થાપક ડૉ. એ. વેલુમની. એક્સ પર વાયરલ એક તસવીર શેર કરતા તેમણે તત્કાલ ટિકિટ બુક કરતી વખતે પડતી હાલાકીને ‘આઘાતજનક’ ગણાવીને રેલવેની સેવાને ‘વિશ્વાસઘાત’ સમાન ગણાવી હતી. 

શું લખ્યું છે પોસ્ટમાં?

એ તસવીર-પોસ્ટમાં તત્કાલ બુકિંગની મિનિટ-દર-મિનિટની અંધાધૂંધીનો ઉલ્લેખ છે. તેમાં લખ્યું છે કે, રેલવેની તત્કાલ બુકિંગ સેવા હાસ્યાસ્પદ છે. IRCTCની વેબસાઈટ પર 10 વાગ્યા સુધી બધું બરાબર લાગે છે, સીટો ઉપલબ્ધ બતાવે છે અને જેવી ઘડિયાળ 10નો કાંટો વટાવે ત્યાં તો વેબસાઈટ પડી ભાંગે છે. 10 વાગ્યાને ત્રણ મિનિટે બધી ટિકિટો વેચાઈ ગઈ હોવાનું દેખાડે છે અને 10 વાગ્યાને ચાર મિનિટથી વેબસાઈટ ફરી સરસ ચાલવા લાગે છે. 

ડૉ. વેલુમનીએ વ્યવહારુ ઉકેલ સૂચવ્યો 

આ વાતની ટીકા કરતા ડૉ. વેલુમનીએ વ્યવહારુ ઉકેલ પણ સૂચવ્યો છે. તેમણે એક્સ પોસ્ટમાં લખ્યું છે કે, ‘એક સમયે થાઈરોકેરને પણ સર્વર ઓવરલોડની સમાન સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. મોંઘા સ્પેર સર્વર ઉમેરવાનું શક્ય ન હોવાથી, મારી ટીમે યુઝર્સ ઍક્સેસ મર્યાદિત કરીને એ સમસ્યાનો ઉકેલ લાવી દીધો. IRCTC એ પણ એવું કરવું જોઈએ. સવારે દસ વાગ્યે ટિકિટો બુક કરવા તૂટી પડતા લોકોને નાથવા માટે દર કલાકે ફક્ત થોડી ટ્રેનોની ટિકિટો બુક કરવાની જ મંજૂરી આપવી જોઈએ. આમ કરવાથી આપોઆપ લોકોનો ધસારો ઓછો થઈ જશે.’ આ પોસ્ટ તેમણે IRCTC ને પણ ટેગ કરી છે. 

લોકોએ શું પ્રતિક્રિયા આપી? 

સોશિયલ મીડિયા પર યુઝર્સે તત્કાલ બુકિંગની તુલના લોટરી સાથે કરી હતી, લાગી તો લાગી, નહીં તો કંઈ નહીં. અમુક લોકોએ લખ્યું હતું કે બુકિંગ એજન્ટો દ્વારા ઉપયોગમાં લેવાતી ઓટોમેટિક ટિકિટ બુકિંગ સિસ્ટમ તત્કાલ બુકિંગમાં વિલનની ભૂમિકા ભજવે છે. તેઓ ગણતરીની સેકન્ડોમાં ટિકિટો બુક કરી લે છે અને લોકો વેબસાઈટ હેન્ગ થઈ જતાં લટકી પડે છે. તો ઘણાં યુઝર્સનું કહેવું હતું કે, આ સમસ્યા સર્વર લોડ કરતાં વધુ ઊંડી છે; એમાં છટકબારીઓ છે અને અમુક વર્ગને ફાયદા થાય છે.

It is simple. When you enter your train number it can show “ tatkal booking” for this train starts at 13.00Hrs.

Make sure all trains are put in 10 buckets.

Server will have only 1/10th load.
Any Tech guy can code for it. https://t.co/JdiknlVvQS

— Dr. A. Velumani.PhD. (@velumania) June 3, 2025

સર્વે શું કહે છે?

બિઝનેસ સ્ટાન્ડર્ડ દ્વારા એપ્રિલ અને મે 2025 વચ્ચે હાથ ધરાયેલા એક સર્વેનું તારણ કહે છે કે, મોટા ભાગના ભારતીય પ્રવાસીઓ માટે તત્કાલ ટ્રેન ટિકિટ મેળવવી એ નિરાશાજનક અનુભવ બની રહે છે. આ સર્વેમાં 396 જિલ્લામાં 55,000થી વધુ પ્રવાસીઓને આવરી લેવાયા હતા. આ સર્વેના તારણ નીચે મુજબ છે. 

– ગયા વર્ષે ઓનલાઈન બુકિંગનો પ્રયાસ કરનારા 73 % લોકોએ કહ્યું હતું કે તત્કાલ ટિકિટ ખુલ્યાની પહેલી મિનિટમાં જ તેઓ વેઈટિંગ લિસ્ટમાં આવી ગયા હતા. 

– છેલ્લા 12 મહિનામાં તત્કાલ બુકિંગનો પ્રયાસ કરનારા 18,851 લોકોમાંથી 29% લોકોએ કહ્યું હતું કે તેઓ ફક્ત 0-25 % સમય જ સફળ થયા હતા. અન્ય 29% લોકોએ કહ્યું હતું કે તેઓ ક્યારેય સફળ થયા નથી. વારંવાર ટિકિટ બુક કરનારાને પણ તેમના તમામ પ્રયાસો પૈકી માત્ર 10% પ્રયાસ દરમિયાન જ ટિકિટ મળી હતી.

– સર્વેમાં સામેલ થયેલા લોકોમાંથી માત્ર 40 % લોકોએ જ માન્યું હતું કે નિયમિત ઓનલાઈન પ્રક્રિયા તત્કાલ ટિકિટ મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ છે, જ્યારે 30% થી વધુ લોકોએ સ્વીકાર્યું કે તેના બદલે ટ્રાવેલ એજન્ટોનો સંપર્ક કરવો. 

– અમુક લોકોએ કહ્યું હતું કે તેમણે તત્કાલ ટિકિટ મેળવવા માટે બહુવિધ ઉપકરણોનો ઉપયોગ કરવાનો, રેલ્વે સ્ટાફનો સંપર્ક કરવાનો અથવા સાંસદોનો સંપર્ક કરવાનો પણ આશરો લીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

April 1, 2026
દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…
INDIA

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

April 1, 2026
Next Post
ઈન્દોરમાં 15 લાખની લાંચ ન આપી તો બિલ્ડિંગને ગેરકાયદે ગણાવી તોડી પાડી, કોર્પોરેશનના એન્જિનિયરની સંડોવ…

ઈન્દોરમાં 15 લાખની લાંચ ન આપી તો બિલ્ડિંગને ગેરકાયદે ગણાવી તોડી પાડી, કોર્પોરેશનના એન્જિનિયરની સંડોવ...

વિપક્ષની માગ વચ્ચે કેન્દ્રીયમંત્રીની જાહેરાત, 21 જુલાઈથી ચોમાસું સત્ર શરૂ થશે, હોબાળાની શક્યતા | mon…

વિપક્ષની માગ વચ્ચે કેન્દ્રીયમંત્રીની જાહેરાત, 21 જુલાઈથી ચોમાસું સત્ર શરૂ થશે, હોબાળાની શક્યતા | mon...

VIDEO: ‘અમારી બહાર નીકળી જવું હતું, પરંતુ જવા ન દીધા’, ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ દરમિયાન હાજર …

VIDEO: 'અમારી બહાર નીકળી જવું હતું, પરંતુ જવા ન દીધા', ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ દરમિયાન હાજર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત કોંગ્રેસની સ્ટેટ લેવલ સમિતિઓની જાહેરાત, સ્થાનિક ચૂંટણી માટે જૂના જોગીઓના શીરે જવાબદારી | Guja…

ગુજરાત કોંગ્રેસની સ્ટેટ લેવલ સમિતિઓની જાહેરાત, સ્થાનિક ચૂંટણી માટે જૂના જોગીઓના શીરે જવાબદારી | Guja…

4 weeks ago
હાલ મારું ધ્યાન મિશન પર, ભારત પરત આવી જવાબ આપીશ: કોંગ્રેસ નેતાઓ પર થરૂરનો પલટવાર | shashi tharoor on…

હાલ મારું ધ્યાન મિશન પર, ભારત પરત આવી જવાબ આપીશ: કોંગ્રેસ નેતાઓ પર થરૂરનો પલટવાર | shashi tharoor on…

10 months ago
ભુજમાં સહકારી મંડળીનો કારોબારી સભ્ય અને શિક્ષક લાંચ લેતા પકડાયો, બિલ પાસ કરાવવા માગ્યા હતા 2.8 લાખ ર…

ભુજમાં સહકારી મંડળીનો કારોબારી સભ્ય અને શિક્ષક લાંચ લેતા પકડાયો, બિલ પાસ કરાવવા માગ્યા હતા 2.8 લાખ ર…

3 months ago
હરિયાણામાં ભારે વરસાદ, વિવિધ ઘટનાઓમાં વધુ 12 લોકોનાં મોત

હરિયાણામાં ભારે વરસાદ, વિવિધ ઘટનાઓમાં વધુ 12 લોકોનાં મોત

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News