gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રેલવે દ્વારા 40 વર્ષ જૂનું એસઆરપી ફાટક બંધ કરી દેવાતા 15000 રહીશો મુશ્કેલીમાં | 15000 residents in t…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
રેલવે દ્વારા 40 વર્ષ જૂનું એસઆરપી ફાટક બંધ કરી દેવાતા 15000 રહીશો મુશ્કેલીમાં | 15000 residents in t…
3
VIEWS
Share on FacebookShare on Twitter

– નડિયાદ શહેરના કપડવંજ રોડ પર

– 70 થી વધુ સોસાયટીના રહીશોને 3 કિલોમીટરનો લાંબો ફેરો ફરવાની નોબત આવી, ચૂંટણીના બહિષ્કારની ચીમકી

નડિયાદ : નડિયાદ શહેરના કપડવંજ રોડ પર આવેલા ૪૦ વર્ષ જૂના એસઆરપી ફાટકને રેલવે વિભાગ દ્વારા કોઈપણ આગોતરી જાણ વગર અચાનક બંધ કરી દેવામાં આવતા સ્થાનિક રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ વિસ્તારની ૭૦થી વધુ સોસાયટીઓમાં વસતા અંદાજે ૧૫૦૦૦થી વધુ નાગરિકો માટે અવરજવરનો મુખ્ય માર્ગ બંધ થઈ જતા હવે તેમને ૩ કિલોમીટર જેટલો લાંબો ફેરો ફરવાની ફરજ પડી રહી છે. રેલવે તંત્રના આ નિર્ણયથી રોષે ભરાયેલા રહીશોએ એકઠા થઈને તંત્ર સામે બાંયો ચઢાવી છે અને જો આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

એસઆરપી કેમ્પ સામેનું આ ફાટક દાયકાઓથી હજારો લોકો માટે જીવાદોરી સમાન હતું, પરંતુ રેલવે વિભાગે વહીવટી પ્રક્રિયાના નામે લોકોની સુવિધાનો વિચાર કર્યા વગર જ રસ્તો રોકી દીધો છે. આ માર્ગ બંધ થવાથી દરરોજ સવારે શાળાએ જતા નાના બાળકો અને નોકરીયાત વર્ગને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, રેલવે દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જે સાઈડનો રસ્તો ફાળવવામાં આવ્યો છે તે અત્યંત સાંકડો અને કાચો છે, જ્યાંથી વાહન પસાર કરવું પણ જોખમી બની ગયું છે. સાંકડા રસ્તા પર સામસામે વાહનો આવી જતા સતત ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને લોકોનો કિંમતી સમય તેમજ ઈંધણ વેડફાઈ રહ્યું છે. સ્થાનિક રહીશ બળદેવસિંહ રાજે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા માત્ર દેખાડો કરવા માટે જ સાંકડો રસ્તો બનાવ્યો છે જે વાહનચાલકો માટે જોખમી છે. તેવી જ રીતે રહીશ ભવરસિંહ ગઢવીએ ચિંતા વ્યક્ત કરી હતી કે, ફાટક બંધ થતા હવે ઈમરજન્સીના સમયે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ પણ સમયસર પહોંચી શકે તેમ નથી. જો કોઈ મોટી જાનહાની થશે તો તેની જવાબદારી કોની રહેશે તેવા ગંભીર સવાલો રહીશો પૂછી રહ્યાં છે. લોકોના જીવ જોખમમાં મૂકીને લેવાયેલા આ નિર્ણય સામે રહીશોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે અને આંદોલનની રણનીતિ ઘડવામાં આવી રહી છે.

આ મામલે અગ્રણીઓએ ધારાસભ્યો, સાંસદ અને જિલ્લા કલેક્ટરથી લઈને રેલવેના ઉચ્ચ અધિકારીઓ સુધી લેખિતમાં રજૂઆતો કરી છે. વારંવારની ફરિયાદો અને રૂબરૂ મુલાકાતો પછી પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. જનતાના પાયાના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહેલા તંત્ર સામે હવે રહીશોએ મક્કમ નિર્ધાર કર્યો છે કે જ્યાં સુધી રસ્તો નહીં મળે ત્યાં સુધી તેઓ ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહેશે. રેલવે અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચે સંકલનના અભાવે સામાન્ય જનતા પીસાઈ રહી છે ત્યારે આ મામલો હવે નડિયાદમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

કટોકટીના સમયે સર્જાનારી મુશ્કેલીની ભીતિ

ફાટક બંધ થવાના કારણે આરોગ્ય વિષયક સેવાઓ ખોરવાઈ જવાની દહેશત વર્તાઈ રહી છે. સોસાયટી વિસ્તારમાં કોઈ બીમાર વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવી હોય કે આગની કોઈ ઘટના બને ત્યારે ફાયરની ગાડીને પ્રવેશવામાં ભારે મુશ્કેલી પડશે. તંત્રએ વૈકલ્પિક રોડ બનાવવામાં કરેલી વેઠ ઉતારવાની કામગીરીના કારણે એમ્બ્યુલન્સ જેવા મોટા વાહનો ફસાઈ જવાની પણ પૂરેપૂરી શક્યતા છે.

રજૂઆતોનું પરિણામ શૂન્ય રહેતા આંદોલનનું એલાન 

સ્થાનિક રહીશોએ છેલ્લા ઘણા સમયથી નડિયાદના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના દ્વાર ખખડાવ્યા છે. ધારાસભ્ય અને સાંસદ સભ્યને આ બાબતે ગંભીરતાથી દરમિયાનગીરી કરવા વિનંતી કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર ખાતરી મળી નથી. વારંવારની અવગણનાથી કંટાળેલા રહીશોએ હવે લોકશાહીના પર્વ સમાન ચૂંટણીના બહિષ્કારને જ એકમાત્ર શસ્ત્ર બનાવવાનું નક્કી કર્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
ST બસના મુસાફરો માટે ખુશખબર: હવે ઘરે બેઠા મોબાઈલથી નીકળશે ઓનલાઈન પાસ, QR કોડથી કરી શકાશે પેમેન્ટ | G…

ST બસના મુસાફરો માટે ખુશખબર: હવે ઘરે બેઠા મોબાઈલથી નીકળશે ઓનલાઈન પાસ, QR કોડથી કરી શકાશે પેમેન્ટ | G...

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સામે ફરિયાદ નોંધાઈ, જાણો કયા નિવેદનના કારણે થઈ કાર્યવાહી | Complaint Filed Aga…

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સામે ફરિયાદ નોંધાઈ, જાણો કયા નિવેદનના કારણે થઈ કાર્યવાહી | Complaint Filed Aga...

આંધળો પ્રેમ : 26 વર્ષની સાળીને 55 વર્ષના બનેવી સાથે પ્રેમ થયો, ઘરેણાં લઈ રફૂચક્કર | Bihar Shocker: 2…

આંધળો પ્રેમ : 26 વર્ષની સાળીને 55 વર્ષના બનેવી સાથે પ્રેમ થયો, ઘરેણાં લઈ રફૂચક્કર | Bihar Shocker: 2...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વીમા સંશોધન કાયદો ચોમાસુ સત્રમાં રજૂ કરાય તેવી શક્યતા | insurance amendment act may produce in moons…

વીમા સંશોધન કાયદો ચોમાસુ સત્રમાં રજૂ કરાય તેવી શક્યતા | insurance amendment act may produce in moons…

1 year ago
બિહારના મજૂરના ખાતામાં અબજોના અબજો રૂપિયા આવ્યા

બિહારના મજૂરના ખાતામાં અબજોના અબજો રૂપિયા આવ્યા

11 months ago
પત્રકાર ટેલિફોન સંપર્ક ડિરેક્ટરી – 2025 અંગે વડોદરામાં બેઠક

પત્રકાર ટેલિફોન સંપર્ક ડિરેક્ટરી – 2025 અંગે વડોદરામાં બેઠક

10 months ago
અમદાવાદમાં 12 હજાર હરિભક્તોએ કરી વિશ્વશાંતિની પ્રાર્થના, BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે મહાયાગનું સમાપ…

અમદાવાદમાં 12 હજાર હરિભક્તોએ કરી વિશ્વશાંતિની પ્રાર્થના, BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે મહાયાગનું સમાપ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News