![]()
વડોદરા,હરણી રોડ સંગમ ચાર રસ્તા પાસે રોંગ સાઇડ આવતી રિક્ષા સાથે પોલીસ જવાનને અકસ્માત થતા ઝઘડો થયો હતો.જેના પગલે રિક્ષા ચાલક અને પોલીસ જવાન વચ્ચે ઝપાઝપી થઇ હતી.
આજે બપોરે હરણી રોડ સંગમ ચાર રસ્તા પાસેથી એક પોલીસ જવાન બાઇક લઇને જતા હતા. તે દરમિયાન રોંગ સાઇડ આવતી રિક્ષા સાથે અકસ્માત થતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ અંગે દેણા ગામના રહીશે જણાવ્યું હતું કે, અકસ્માતના પગલે પોલીસ જવાન અને રિક્ષા ચાલક વચ્ચે ઝપાઝપી થઇ હતી. ત્યારબાદ રિક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓ તેઓને છોડાવવા વચ્ચે પડતા તેઓની સાથે પણ પોલીસે ઝપાઝપી કરી હતી. ત્યારબાદ સમગ્ર મામલો કુંભારવાડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. દેણા ગામના અગ્રણીઓ પણ દોડી આવ્યા હતા. બંને પક્ષ વચ્ચે સમાધાન થઇ જતા કોઇ પોલીસ ફરિયાદ થઇ નહતી.










