gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રોકાણકારોના રૂ.10 લાખ કરોડનું ધોવાણઃ સેન્સેક્સ 1547 પોઈન્ટ તૂટી 80722 | Investors lose Rs 10 lakh cr…

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in Business
0 0
0
રોકાણકારોના રૂ.10 લાખ કરોડનું ધોવાણઃ સેન્સેક્સ 1547 પોઈન્ટ તૂટી 80722 | Investors lose Rs 10 lakh cr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એસટીટીમાં તીવ્ર વધારાની બજેટ જોગવાઈની અસર

– FPIs/FIIની રૂ. 588 કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.683 કરોડની ચોખ્ખી વેચવાલી

– સેન્સેક્સમાં છેલ્લા સાત વર્ષમાં બજેટ દિવસનો સૌથી મોટો કડાકો ઇન્ટ્રાડે ૮૦૦૦૦ની સપાટી તૂટી ઃ નિફટી ૪૯૫ પોઇન્ટ તૂટીને ૨૪૮૨૫

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ: નાણા પ્રધાન નિર્મલા સીતારામને આજે મોદી સરકારનું નાણા વર્ષ ૨૦૨૬-૨૭ માટેનું ઉદ્યોગોના વિકાસ, રોજગાર વૃદ્વિ અને ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે નવા પ્રોજેક્ટો સાથેનું વિકાસલક્ષી કેન્દ્રિય બજેટ રજૂ કર્યા છતાં શેર બજારના મોટા વર્ગ માટે એક મોટી ઘાતક જોગવાઈ સિક્યુરિટીઝ  ટ્રાન્ઝેકશન ટેક્ષ (એસટીટી)માં અનપેક્ષિત, અણધાર્યો વધારો કરી દેતાં ફંડો, મહારથીઓ, ખેલંદાઓ, ટ્રેડરોએ બજેટ પર ફીટકાર વર્ષાવી શેરોમાં ઓલ રાઉન્ડ ધૂમ વેચવાલી કરી હતી. બજેટની આ અનપેક્ષિત નેગેટીવ જોગવાઈ સામે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષ (એલટીસીજી)માં ઘટાડા કે કેશ સેગ્મેન્ટમાં શેરોની ડિલિવરી માટે એસટીટીમાં કોઈ રાહત નહીં આપીને રોકાણકાર વર્ગને પણ નિરાશ કરવામાં આવતાં હતાશામાં આજે અનેક રોકાણકારોએ શેરોમાં મોટી વેચવાલી કરતાં બજાર ધડામ કરતું પછડાયું હતું.

 એસટીટીની નેગેટીવ જોગવાઈ સામે બાયબેકની આવકને આવકને બદલે કેપિટલ ગેઈન્સ તરીકે વેરાપાત્ર ગણવાની પોઝિટીવ બજેટની જોગવાઈ થવા છતાં એસટીટીની પરિબળે એક તબક્કે અર્થતંત્રનું બેરોમીટર ગણાતા સેન્સેક્સ અને નિફટી પત્તાના મહેલની માફક તૂટતાં ગયા હતા. વિશ્વાસની કટોકટીએ અને ફંડો, ખેલંદાઓ નારાજગી વ્યક્ત કરવા કરેલી અંધાધૂંધ વેચવાલી કરતાં એક દિવસમાં જ રોકાણકારોની સંપતિમાં રૂ.૧૦ લાખ કરોડ જેટલું ધોવાણ થઈ ગયું હતું. સેન્સેક્સ ૮૨૭૨૬.૬૫ના વધ્યામથાળેથી ૨૮૨૭.૨૩ પોઈન્ટ તૂટી ૮૦૦૦૦ની સપાટી ગુમાવી નીચામાં ૭૯૮૯૯.૪૨ સુધી ખાબકી રોલરકોસ્ટર રાઈટમાં અસાધારણ વોલેટીલિટી બતાવી અંતે ૧૫૪૬.૮૪ પોઈન્ટ ગબડીને ૮૦૭૨૨.૯૪ બંધ રહ્યો હતો. આ સાથે છેલ્લા સાત વર્ષમાં બજેટ રજૂ થવાના દિવસનો આજે સૌથી મોટો કડાકો નોંધાયો હતો. 

એનએસઈનો નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ પણ આજે ૨૫૪૪૦.૯૦ના વધ્યામથાળે ૮૬૯.૧૫ પોઈન્ટ તૂટીને નીચામાં એક તબક્કે ૨૪૫૭૧.૭૫ સુધી પટકાઈ ભારે અફડાતફડીના અંતે ૪૯૫.૨૦ પોઈન્ટ ગબડીને ૨૪૮૨૫.૪૫ બંધ રહ્યો હતો. તમામ સેક્ટર ઈન્ડેક્સ તૂટીને આજે નેગેટીવ ઝોનમાં રહ્યા હતા. મેટલ-માઈનીંગ, ઓટો, બેંકિંગ, એફએમસીજી, કેપિટલ ગુડઝ, ઓઈલ-ગેસ શેરોમાં સાર્વત્રિક ગાબડાં પડયા હતા.

સેન્સેક્સના તમામ ૩૦ શેરોના ભાવો તૂટયા હતા. જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૬૦.૪૦ તૂટીને રૂ.૧૦૧૭.૧૫,  આઈટીસી લિમિટેડ રૂ.૧૨.૬૦ તૂટીને રૂ.૩૦૯.૬૦, ટાટા સ્ટીલ રૂ.૭.૫૦ ઘટીને રૂ.૧૮૫.૬૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૯.૯૦ તૂટીને રૂ.૧૩૪૬, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૧૨૦.૪૫ તૂટીને રૂ.૩૮૧૩, અલ્ટ્રાટેક સિમેન્ટ રૂ.૪૧૪.૧૫ તૂટીને રૂ.૧૨,૨૮૫.૯૦, એશીયન પેઈન્ટ રૂ.૬૯.૬૫ તૂટીને રૂ.૨૩૫૯, મારૂતી સુઝુકી રૂ.૪૦૦.૮૫ તૂટીને રૂ.૧૪,૨૦૦.૭૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬૮.૯૫ તૂટીને રૂ.૩૩૬૩.૨૫ રહ્યા હતા.

શેરોમાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કપિટલાઈઝેશન આજે એક દિવસમાં જ ઈન્ટ્રા-ડે રૂ.૧૧ લાખ કરોડ જેટલું ધોવાઈ જઈને  અંતે રૂ.૯.૪૧ લાખ કરોડ ઘટીને રૂ.૪૫૦.૬૧ લાખ કરોડ રહ્યું હતું. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-રવિવારે  બજેટ દિવસે કેશમાં રૂ.૫૮૮.૩૪  કરોડની ચોખ્ખી વેચવાલી રહી  હતી.જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૬૮૨.૭૩ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. 

બજેટ  દિવસે સેન્સેક્સમાં ઘટાડો

નાણા વર્ષ

સેન્સેક્સ

ઘટાડો

૨૦૨૬-૨૭

૮૦૭૨૩

૨.૦%

૨૦૨૫-૨૬

૭૭૫૦૬

૦.૦%

૨૦૨૪-૨૫

૮૦૩૫૬

૦.૧%

૨૦૨૪-૨૫

૭૧૫૩૮

૦.૨%

૨૦૨૩-૨૪

૫૯૭૦૮

૦.૫%

૨૦૨૦-૨૧

૩૯૭૩૬

૨.૫%

૨૦૧૯-૨૦

૩૯૫૧૩

૧.૨%

૨૦૧૬-૧૭

૨૩૦૦૨

૧.૦%

૨૦૧૫-૧૬

૨૯૦૦૮

૦.૪%

૨૦૧૪-૧૫

૨૫૦૦૭

૦.૩%

૨૦૧૩-૧૪

૧૮૮૬૨

૨.૧%

૨૦૧૨-૧૩

૧૭૪૬૬

૧.૧%

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…
Business

શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…

March 30, 2026
ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…
Business

ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…

March 29, 2026
લોન લેનારા માટે ખુશખબર: 1 એપ્રિલથી બદલાશે લોન અને CIBIL સ્કોરના નિયમો | New Loan & CIBIL Rules from …
Business

લોન લેનારા માટે ખુશખબર: 1 એપ્રિલથી બદલાશે લોન અને CIBIL સ્કોરના નિયમો | New Loan & CIBIL Rules from …

March 29, 2026
Next Post
ડાકોર બ્રિજ નીચેથી કારમાંથી 630 લિટર દેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા | Two men arrested with 630 liter…

ડાકોર બ્રિજ નીચેથી કારમાંથી 630 લિટર દેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા | Two men arrested with 630 liter...

વિદેશ પ્રવાસના પેકેજ પર હવે માત્ર બે ટકા જ ટીસીએસ કરવો પડશે | Now only 2% TCS will have to be paid o…

વિદેશ પ્રવાસના પેકેજ પર હવે માત્ર બે ટકા જ ટીસીએસ કરવો પડશે | Now only 2% TCS will have to be paid o...

કનીજ ગામના ખેડૂત સાથે ‘પીએમ કિસાન યોજના’ના નામે રૂ. 2.89 લાખની ઠગાઈ | Farmer from Kanij village chea…

કનીજ ગામના ખેડૂત સાથે 'પીએમ કિસાન યોજના'ના નામે રૂ. 2.89 લાખની ઠગાઈ | Farmer from Kanij village chea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફ પર બ્રેક લગાવી ટ્રમ્પે, ફાયદો થયો મસ્કને: જાણો કઈ કંપનીના શેર એક દિવસમાં કેટલા વધ્યા | trump t…

ટેરિફ પર બ્રેક લગાવી ટ્રમ્પે, ફાયદો થયો મસ્કને: જાણો કઈ કંપનીના શેર એક દિવસમાં કેટલા વધ્યા | trump t…

12 months ago
હડાદ પોલીસે અંતરિયાળ વિસ્તારમાં દિવાળીની અનોખી ઉજવણી કરી

હડાદ પોલીસે અંતરિયાળ વિસ્તારમાં દિવાળીની અનોખી ઉજવણી કરી

5 months ago
લીંબડીના રાણાગઢમાં ઘરે ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught running a clinic at ho…

લીંબડીના રાણાગઢમાં ઘરે ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught running a clinic at ho…

6 months ago
મુળીના જશાપરમાં પીજીવીસીએલની ટીમને પિતા-પુત્રએ ધમકી આપી

મુળીના જશાપરમાં પીજીવીસીએલની ટીમને પિતા-પુત્રએ ધમકી આપી

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News