![]()
વડોદરા,નેશનલ હાઇવે ઇંટોલા ચોકડી પાસે રોડ ક્રોસ કરતી બે મહિલાઓને કારચાલકે ટક્કર મારતા બંનેના મોત થયા હતા. વરણામા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સાવલી તાલુકાના ભાદરવા નજીક પ્રથમપુરા ગામ મોટા ફળિયામાં રહેતા કપીલાબેન અર્જુનભાઇ ડોડિયા (ઉં.વ.૬૧), તેમની પુત્રવધૂ ફાલ્ગુનીબેન, ૧૪ વર્ષનો પૌત્ર, તેમજ ફળિયામાં રહેતા અન્ય મહિલાઓ તારાબેન ભગવાનસિંહ ડોડિયા, કૈલાસબેન રાજુભાઇ ચાવડા, વિમળાબેન રમણભાઇ, રાજુભાઇ પ્રભાતસિંહ ચાવડા, લીલાબેન પ્રભાતભાઇ રબારી આજે સવારે પોર મંદિરે દર્શન કરવા ખાનગી વાહન કરીને ગયા હતા. બપોરે ૧૨ વાગ્યે તેઓ વડોદરાથી સુરત જતા નેશનલ હાઇવે – ૪૮ પર આવેલી ઇંટોલા ચોકડી પાસે ચાલતા રોડ ક્રોસ કરતા હતા. તે સમયે વડોદરા તરફથી પૂરઝડપે આવતી કારના ચાલકે કપીલાબેન તથા લીલાબેન રબારીને ટક્કર મારતા તેઓને ગંભીર ઇજા થઇ હતી. કપીલાબેનનું સ્થળ પર જ કરૃણ મોત થયું હતું. જ્યારે લીલાબેનનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.










