![]()
ધ્રાંગધ્રાના
મોચીવાડ પાસે
અકસ્માત
સર્જાય તે પહેલા જોખમી લોખંડના સળિયાને રસ્તા પરથી દૂર કરવા માંગ
ધ્રાંગધ્રા –
ધ્રાંગધ્રાના મોચીવાડ પાસે રોડ પર લોખંડના ઉભા સળિયાથી
અકસ્માતનો ભય ઉભો થયો છે. અકસ્માત સર્જાય તે પહેલા જોખમી લોખંડના સળિયાને રસ્તા
પરથી દૂર કરવા રહિશોમાં માંગ ઉઠી છે.
ધ્રાંગધ્રા
શહેરના મોચીવાડ ત્રણ રસ્તા નજીક રોડમાંથી બહાર નીકળેલા ઉભા લોખંડના સળિયાને કારણે
રાહદારીઓ અને વાહનચાલકો માટે ગંભીર જોખમ ઊભું થયું છે. રસ્તા પરના આ સળિયા કોઈપણ
સમયે મોટી દુર્ઘટના સર્જી શકે છે. ખુલ્લી ગટર અને આ ઉભા સળિયાને કારણે ખાસ કરીને
રાત્રિના સમયે અહીંથી પસાર થવું જોખમી બન્યું છે. અનેક રજૂઆતો છતાં નિંદ્રાધીન
તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે
કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ જોખમી લોખંડના
સળિયાને રસ્તા પરથી દૂર કરવામાં આવે.










