![]()
વડોદરા : એલ્ગો ટ્રેડિંગ સોફ્ટવેરની મદદથી ડોલરમાં નાણાં કમાવવાની લાલચ
આપી રૃા.૧૦.૪૮ લાખની ઠેગાઇ કરવાના બનાવમાં સંડોવાયેલા કર્ણાટકના આરોપીએ આગોતરા
જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.
કેસની વિગત એવી છે કે, ફરિયાદીને રુપાલી નામની યુવતીએ ફોન કરી તે
ટ્રેડ રીઓન કંપનીની કર્મચારી હોવાનું જણાવી એલ્ગો ટ્રેડિંગ કેવી રીતે કામ કરે છે
અને તમે ડોલરમાં કેવી રીતે કમાઇ શકો તેની વિગતો આપી હતી. ત્યાર બાદ એલ્ગો ટ્રેડિંગ
સોફ્ટવેર ખરીદવુ હોય તો રૃા.૧૮,૦૦૦ ભરવા પડશે તેમ જણાવતા
ફરિયાદીએ આ રકમ ભરી હતી.ત્યાર બાદ આરોપીઓએ વધુ એક લાખ ભરાવીને જો તમે ૧૦,૦૦૦ ડોલર જમા કરાવશો તો ૫૦ ટકા બોનસ મળશે તેમ કહી ૧૦ હજાર ડોલર મેળવી લઇ
કુલ રૃા.૧૦,૪૮,૦૦૦ની છેતરપિંડી કરી
હતી.
આ બનાવ અંગે સાઇબર ક્રાઇમે ગુનો દાખલ કરતા બનાવમાં સંડોવાયેલા
કર્ણાટકના આરોપી અરુણ બી.એન. નારાયણચારીએ આગોતરા જામીન અરજી મુકી હતી. અરજીની
સુનાવણીમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, અરજદાર મુખ્ય આરોપી છે અને તેના એકાઉન્ટમાં
નાણાં જમા થયા છે એટલે તેના કસ્ટોડીયલ ઇન્ટ્રોગેશનની જરુર છે.










