gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

લૉકરને કંઈ થયું તો 100 ગણું વળતર, સાયબર ફ્રોડમાં પણ જવાબદારી બેન્કની: નિયમોમાં મોટાપાયે ફેરબદલની તૈય…

G METRO NEWS by G METRO NEWS
October 24, 2025
in Business
0 0
0
લૉકરને કંઈ થયું તો 100 ગણું વળતર, સાયબર ફ્રોડમાં પણ જવાબદારી બેન્કની: નિયમોમાં મોટાપાયે ફેરબદલની તૈય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

RBI New Banking Rule : આગામી કેટલાક મહિનાઓમાં દેશના બેન્કિંગ કામકાજમાં મોટા ફેરફારો થવાના છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ કુલ 237 બેન્કિંગ નિયમોનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આરબીઆઈએ ડ્રાફ્ટ પર સામાન્ય જનતા પાસેથી 10 નવેમ્બર સુધી સૂચનો માંગ્યા છે. આ નવા નિયમો વર્ષ 2026ની શરૂઆતથી લાગુ થઈ શકે છે. આરબીઆઈના પૂર્વ ગવર્નર આર. ગાંધીએ કહ્યું કે, નિયમનકારી કાયદાઓમાં સુધારા માટે પહેલીવાર આવો ડ્રાફ્ટ જાહેર કરીને લોકોના સૂચનો માંગવામાં આવ્યા છે.

નવા નિયમોમાં બેન્કના ગ્રાહકોને અનેક ફાયદો

આરબીઆઈએ ડ્રાફ્ટ જાહેર કરી દીધો છે અને તેના નવા નિયમો 2026ની શરૂઆતથી લાગુ થશે. નવા નિયમ મુજબ, જો ગ્રાહક સાયબર ફ્રોડની જાણકારી ત્રણ દિવસની અંદર બેન્કને આપી દેશે, તો ગ્રાહકની જવાબદારી શૂન્ય થઈ જશે. જો બેન્ક સમયસર કાર્યવાહી નહીં કરે તો તેના પર રૂ. 25000 સુધીનો દંડ લાગી શકે છે. હાલમાં આવી કોઈ સમયમર્યાદા નક્કી નથી. જ્યારે બેન્કના લોકરમાં ચોરી કે અન્ય કોઈ નુકસાન થાય તો બેન્કે ગ્રાહકને લોકરના ભાડાના 100 ગણા સુધીનું વળતર ચૂકવવું પડશે. 

પ્રીપેમેન્ટ પર પેનલ્ટી સમાપ્ત, વૃદ્ધોને ઘરે બેઠા બેન્કિંગ સુવિધા

લોન વ્યાજ દર નક્કી કરવા માટે સમાન ફોર્મ્યૂલા લાગુ થશે. તમામ પ્રકારની લોન પર સમય પહેલાં લોન ચૂકવણી પર લાગુ પડતી પેનલ્ટી બંધ કરી દેવાશે. એટલે કે પ્રીપેમેન્ટ કરનારા ગ્રાહકોને કોઈપણ પ્રકારનો ચાર્જ નહીં ચુકવવો પડે. આ ઉપરાંત 70 વર્ષથી વધુ ઊંમરના ગ્રાહકોને ઘરે બેઠા બેન્કિંગ સુવિધા મળશે. આ સૂચનો પર વિચારણા ચાલી રહી છે. ત્યારબાદ પહેલી જાન્યુઆરીથી પહેલી એપ્રિલ-2026 સુધીમાં તમામ નિયમો લાગુ કરી દેવાશે.

કયા ખાતાની KYC ક્યારે કરવી પડશે?

  • સામાન્ય ખાતાઓની કેવાયસી દર 10 વર્ષમાં એકવાર
  • મધ્યમ જોખમવાળા ખાતાઓની 8 વર્ષમાં એકવાર
  • ઉચ્ચ જોખમવાળા ખાતાઓની દર 2 વર્ષે કરવી પડશે
  • કેવાયસી આઉટસોર્સિંગ : બેન્ક પોતે જ કેવાયસી કરવાની રહેશે, એજન્સી દ્વારા નહીં. અત્યાર સુધી ઘણી બેન્કો આઉટસોર્સિંગ દ્વારા કેવાયસી કરાવતી હતી. આનાથી ગ્રાહકનો ડેટા વધુ સુરક્ષિત રહેશે.

આ પણ વાંચો : પુતિનથી નારાજ ટ્રમ્પના ફરમાનથી પેટ્રોલ-ડિઝલની કિંમતો પર થશે અસર? જાણો ભારત પાસે હવે શું છે વિકલ્પ

નવા નિયમો હેઠળ નીચે મુજબના ફેરફારો જોવા મળશે

સાયબર ફ્રોડ : જો ગ્રાહક ત્રણ દિવસની અંદર બેન્કને જાણ કરશે તો જવાબદારી શૂન્ય થઈ જશે. જો બેન્ક પછી એક્શન ન લે અથવા એક્શન લેવામાં મોડું કરે તો 25000 દંડ ભરવો પડશે. હાલમાં કોઈ સમયસીમા નક્કી નથી. આનાથી બેન્ક જવાબદેહ બનશે.

સિબિલ અપડેટ : પેમેન્ટ અને ડિફોલ્ટ દર મહિનાની 15 તારીખ સુધીમાં અપડેટ કરવામાં આવશે. હાલમાં સિબિલ અપડેટ કરવાની સમયસીમા 90 દિવસ છે. આનાથી ક્રેડિટ સ્કોરનો રિપોર્ટ સુધરશે.

લોકર ચોરી/નુકસાન : લોકરમાં ચોરી કે અન્ય કોઈ નુકસાન થાય તો બેન્કે ભાડાના 100 ગણા સુધીનું વળતર આપવું પડશે. જ્યારે હાલમાં બેન્ક પર કોઈ જવાબદેહી નથી. આનાથી મજબૂત સુરક્ષા ગેરંટી મળશે.

લોનનું વિવરણ : બેન્કે લોન આપતી વખતે વ્યાજ, ફીસ અને પેનલ્ટીનું પૂરી વિગતો આપવી પડશે. પહેલાં માહિતી અસ્પષ્ટ રહેતી હતી. આનો ફાયદો એ થશે કે છૂપો ચાર્જ ખતમ થઈ જશે.

લોન ડાઉનપેમેન્ટ : નવા નિયમ હેઠળ 20 લાખથી વધુની હોમ લોન પર 80 ટકા જ લોન મળશે. અત્યાર સુધી તમામ લોન પરની સીમા 90 ટકા હતી. એટલે કે, ગ્રાહકે વધુ ડાઉનપેમેન્ટ આપવું પડશે.

ઓછા સમયગાળાની લોન : ઓછા સમયગાળાની એટલે કે 3 વર્ષથી ઓછા સમયગાળાની લોન MCLRથી નીચે નહીં મળે. અત્યાર સુધી ઓછા દરે આપી શકાતી હતી. આનાથી વ્યાજ દરોમાં ભેદભાવ ખતમ થશે.

લોન વ્યાજ ફોર્મ્યુલા : એકીકૃત ફોર્મ્યુલાથી વ્યાજ નક્કી કરવામાં આવશે. જ્યારે અત્યાર સુધી બેન્ક પોતાનો દર નક્કી કરતી હતી. આ નિયમથી સમાનતા વધશે.

પ્રીપેમેન્ટ પેનલ્ટી ખતમ : પ્રીપેમેન્ટ કરવા પર તમામ પ્રકારની લોન પર કોઈ વધારાનો ચાર્જ લાગશે નહીં. પહેલાં રાહત માત્ર રિટેલ લોન પર હતી. આનાથી ગ્રાહકને વહેલી લોન ચૂકવવી સરળ બની જશે.

લોન ડોક્યુમેન્ટ : ગ્રાહક લોન ચૂકવે તેના 30 દિવસની અંદર બેન્કે ડોક્યુમેન્ટ પાછા આપવા પડશે, નહીં તો બેન્ક પર દરરોજ 5000નો દંડ લાગશે. 

ગોલ્ડ લોન હરાજી : લોન ન ચૂકવા પર ગોલ્ડની હરાજી માટે ગ્રાહકની હાજરી અને શપથ પત્ર ફરજિયાત હશે. અત્યાર સુધી કંપનીઓ મનમાનીથી હરાજી કરી દેતી હતી. આનાથી નિષ્પક્ષ હરાજી થઈ શકશે.

ડિજિટલ લોન : લોન આપવા માટે ઓછામાં ઓછા 1 દિવસનો ‘કૂલિંગ ઓફ પિરિયડ’ જરૂરી. અત્યાર સુધી કોઈ સમયસીમા નક્કી ન હતી. લોન રદ કરવા માટે સમય મળશે.

ક્લેમ સેટલમેન્ટ : બેન્કો માટે ક્લેમ 15 દિવસની અંદર જ પતાવવો ફરજિયાત હશે. અત્યાર સુધી કોઈ સમયસીમા નક્કી નથી, જેથી સમાધાન મળવામાં મોડું થાય છે.

બિનદાવાકૃત જમા : દાવો આવતા જ બેન્ક પૈસા પરત કરશે પછી RBI પાસેથી લઈ લેશે. પહેલાં રકમ RBI ફંડમાં જતી રહેતી હતી. આનાથી ગ્રાહકની જમા રકમ મળવી સરળ થશે.

જપ્ત સંપત્તિ : જપ્ત કરાયેલી સંપત્તિઓ દર મહિને વેબસાઇટ પર અપડેટ કરવામાં આવશે. અત્યાર સુધી તેનું વિવરણ જાહેર કરવામાં આવતું ન હતું. આ સુધારાથી ગ્રાહકને પૂરી જાણકારી મળશે.

વરિષ્ઠ નાગરિક બેન્કિંગ : નવા નિયમ મુજબ બેન્ક 70 વર્ષથી ઉપરના લોકોને ઘરબેઠા સેવા આપશે. પહેલાં આના પર સ્પષ્ટ નિયમ ન હતો. 

સંપત્તિની ઘોષણા : તમામ ખાનગી બેન્કના કર્મચારીઓને સંપત્તિનું વિવરણ આપવું પડશે. પહેલાં ફક્ત સરકારીમાં જ લાગુ હતું.

લોટરી/ચિટફંડ પર રોક : બેન્કો આવા ખાતાઓ કે ટ્રાન્ઝેક્શનને મંજૂરી નહીં આપે. અત્યાર સુધી લોટરી પર કોઈ રોક નથી. આ નિયમથી નકલી સ્કીમથી સુરક્ષા મળશે.

આ પણ વાંચો : ‘સંયુક્ત રાષ્ટ્રનો એક સભ્ય આતંકી સંગઠનનો હિતેચ્છુ’ UNના કાર્યક્રમમાં જયશંકરના પાકિસ્તાન પર પ્રહાર

તમે પણ RBIને મોકલાવી શકો છો સૂચન

ભારતીય રિઝર્વ બેંકે 238 બેન્કિંગ નિયમોના ડ્રાફ્ટ પર 10 નવેમ્બર સુધી સામાન્ય લોકોના સૂચનો માંગ્યા છે, જેના પર ભારતનો કોઈપણ નાગરિક સૂચન આપી શકે છે.

1. RBIની વેબસાઇટ rbi.org.in પર જાઓ.

2. તેમાં અંગ્રેજીનો વિકલ્પ પસંદ કરો.

3. હોમપેજ પર ‘What’s New’ (નવું શું છે) દેખાશે, તેના પર ક્લિક કરો.

4. સૂચિમાં 5માં નંબર પર ‘Drafts for Comments’ (સૂચનો માટેના ડ્રાફ્ટ) પર ક્લિક કરો.

5. હવે ‘Drafts of the 238 consolidated…’ પર ક્લિક કરો.

6. પહેલા જ નંબર પર ‘Connect to Regulate’ (નિયમન સાથે જોડાઓ) લખેલું દેખાશે, તેના પર ક્લિક કરો.

7. ‘Submit Comment’ (સૂચન સબમિટ કરો) પર ક્લિક કરો.

8. હવે બોક્સમાં ટિક કરીને ‘Proceed to Comment…’ પર ક્લિક કરો.

9. પછી જે વિન્ડો દેખાય તેમાં તમારું નામ, સંસ્થાનું નામ અને તમારું સૂચન (જે મહત્તમ 65 હજાર કેરેક્ટર્સનું હોઈ શકે છે) લખો.

10. ત્યારબાદ મોબાઈલ નંબર અને ઈ-મેલ OTP દ્વારા વેરિફાય કરો અને સબમિટ કરી દો.

આ પણ વાંચો : Hockey World Cup : પાકિસ્તાની ટીમ ભારત નહીં આવે, વર્લ્ડ કપમાંથી નામ પરત લીધું

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…
Business

શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…

March 26, 2026
રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…
Business

રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…

March 26, 2026
LPG, ATMથી લઈને પાન કાર્ડ સુધી… 1 એપ્રિલથી થશે 6 મોટા ફેરફાર, સીધા તમારા ખિસ્સા પર થશે અસર | New R…
Business

LPG, ATMથી લઈને પાન કાર્ડ સુધી… 1 એપ્રિલથી થશે 6 મોટા ફેરફાર, સીધા તમારા ખિસ્સા પર થશે અસર | New R…

March 26, 2026
Next Post
પુતિનથી નારાજ ટ્રમ્પના ફરમાનથી પેટ્રોલ-ડિઝલની કિંમતો પર થશે અસર? જાણો ભારત પાસે હવે શું છે વિકલ્પ | …

પુતિનથી નારાજ ટ્રમ્પના ફરમાનથી પેટ્રોલ-ડિઝલની કિંમતો પર થશે અસર? જાણો ભારત પાસે હવે શું છે વિકલ્પ | ...

27 ઓકટોબર પછી વાવાઝોડાનો ખતરો: આ રાજ્ય પર સૌથી વધુ સંકટ, 3 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

27 ઓકટોબર પછી વાવાઝોડાનો ખતરો: આ રાજ્ય પર સૌથી વધુ સંકટ, 3 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

BAPS સ્વામિનારાયણ મંદિર, મહુવા દ્વારા. ઐતિહાસિક ભવ્યાતિભવ્ય ત્રિ દિવસિય અન્નકૂટ ઉત્સવ નું સંપન્ન થયે…

BAPS સ્વામિનારાયણ મંદિર, મહુવા દ્વારા. ઐતિહાસિક ભવ્યાતિભવ્ય ત્રિ દિવસિય અન્નકૂટ ઉત્સવ નું સંપન્ન થયે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

થાન ઓવરબ્રિજ પર હાઇટગેજમાં થ્રેશર મશીન ફસાતાં ટ્રાફિકજામ | Traffic jam on Thane Overbridge after thr…

થાન ઓવરબ્રિજ પર હાઇટગેજમાં થ્રેશર મશીન ફસાતાં ટ્રાફિકજામ | Traffic jam on Thane Overbridge after thr…

1 month ago
એસટી બસ સાથે ટકરાતા થાર ગાડીનો કચ્ચરઘાણ : ચાલકનું મોત | Thar vehicle overturns after colliding with …

એસટી બસ સાથે ટકરાતા થાર ગાડીનો કચ્ચરઘાણ : ચાલકનું મોત | Thar vehicle overturns after colliding with …

12 months ago
દેશનું ફોરેક્સ રિઝર્વ 6.725 અબજ ડોલર ઘટ્યું, ગોલ્ડ-ફોરેન કરન્સી એસેટ્સમાં ઘટાડાનું પરિણામ | india fo…

દેશનું ફોરેક્સ રિઝર્વ 6.725 અબજ ડોલર ઘટ્યું, ગોલ્ડ-ફોરેન કરન્સી એસેટ્સમાં ઘટાડાનું પરિણામ | india fo…

5 months ago
કચ્છમાં SMCના સૌથી મોટા દરોડા, 6 ગાડીઓ ભરીને દારૂ પકડાયો, 5 કરોડનો મુદ્દામાલ જપ્ત | kutch bhuj bigge…

કચ્છમાં SMCના સૌથી મોટા દરોડા, 6 ગાડીઓ ભરીને દારૂ પકડાયો, 5 કરોડનો મુદ્દામાલ જપ્ત | kutch bhuj bigge…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News