gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લોહીનો નશો! યુવાનોમાં વધી રહેલું અજબ અને જીવલેણ વ્યસન ‘બ્લડ કિક’, જાણો આ ખતરનાક ટ્રેન્ડ વિશે | What …

G METRO NEWS by G METRO NEWS
April 16, 2026
in INDIA
0 0
0
લોહીનો નશો! યુવાનોમાં વધી રહેલું અજબ અને જીવલેણ વ્યસન ‘બ્લડ કિક’, જાણો આ ખતરનાક ટ્રેન્ડ વિશે | What …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Blood Kick Trend : સામાન્ય રીતે વ્યસન એટલે દારૂ, ડ્રગ્સ કે તમાકુ જેવી વસ્તુઓ. પરંતુ હવે એક એવું અજીબ અને ખતરનાક વ્યસન સામે આવી રહ્યું છે, જેનું નામ છે ‘બ્લડ કિક’. એક એવું વ્યસન, જેમાં નશો કરવાનો છે આપણા પોતાના જ લોહીથી! અને આ વ્યસનમાં જીવન બચાવનારા લોહીનો ઉપયોગ થતો હોવા છતાં અન્ય વ્યસનોની જેમ આ વ્યસન પણ ઘાતક બની રહ્યું છે. તો ચાલો જાણીએ કે શું છે ‘બ્લડ કિક’, અને શા માટે યુવાનો એના દિવાના થઈ રહ્યા છે.

ભોપાલમાં સામે આવી ચોંકાવનારી હકીકત

મધ્ય પ્રદેશના ભોપાલ શહેરમાં આવેલી હમીદિયા હોસ્પિટલમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં કેટલાક અજીબ કેસ સામે આવ્યા છે. અહીં આવેલા યુવાનો કોઈ દારૂ કે ડ્રગ્સના વ્યસની નહોતા, પરંતુ તેઓ પોતાના શરીરમાંથી લોહી કાઢીને ફરીથી શરીરમાં જ ચઢાવવાના આદી બની ગયા હતા! તેમની માન્યતા હતી કે આ પ્રક્રિયા તેમને તરત ઉર્જા આપે છે અને માનસિક શાંતિનો અનુભવ કરાવે છે. ડોક્ટરો માટે આ વર્તન આશ્ચર્યજનક અને ચિંતાજનક બની ગયું છે.

લોહી બની ગયો ‘નશો’

ભોપાલના યુવાનો જે વ્યસનના રવાડે ચઢીને આફત નોંતરી રહ્યા છે એને તબીબી ભાષામાં ‘ઓટોહેમોથેરાપી એબ્યુઝ’ (Autohemotherapy Abuse) કહેવામાં આવે છે. સામાન્ય ભાષામાં તેને ‘બ્લડ કિક’ (Blood Kick) તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રવૃત્તિમાં યુવાનો પહેલા પોતાનું લોહી શરીરની બહાર કાઢે છે, અને પછી ફરીથી પોતાના શરીરમાં દાખલ કરે છે. 

‘બ્લડ કિક’ શરીરમાં કેવા બદલાવ લાવે છે?

ડૉક્ટરોના જણાવ્યા મુજબ, ‘બ્લડ કિક’ એક માનસિક અને વર્તણૂકીય વ્યસન છે. વ્યક્તિ જ્યારે લોહી બહાર કાઢીને પોતાના શરીરને પીડા પહોંચાડે છે અને પછી ફરી લોહી શરીરમાં દાખલ કરીને રાહત અનુભવે છે, ત્યારે મગજ તેને એક પ્રકારના ‘ઈનામ’ (reward) તરીકે લેવાનું શરૂ કરે છે. આ એક પ્રકારનો ભ્રમ છે. આ પ્રક્રિયા ધીમેધીમે વ્યસન બની જાય છે. આમાં પીડા અને રાહત વચ્ચેનો અજબ અનુભવ થાય છે, જે વ્યક્તિને ફરી ફરી આ વર્તન કરવા પ્રેરિત કરે છે.

આ પણ વાંચો : અમરાવતી યૌન કેસ: 19 વર્ષના ‘શિકારી’એ 180 સગીરાને ફસાવી, 350 અશ્લીલ વીડિયો બનાવી કર્યું બ્લેકમેલિંગ

સ્વાસ્થ્ય માટે ભારે જોખમ

આ પ્રકારની પ્રવૃત્તિ શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. વારંવાર લોહી કાઢવું અને ચઢાવવું ઘણા ગંભીર રોગોને આમંત્રણ આપી શકે છે. તેમાં ચેપ (infection), સેપ્સિસ, HIV, હેપેટાઇટિસ, નસોને નુકસાન, લોહી ગંઠાવું, એનિમિયા અને ઓર્ગન ફેલ્યોર (અંગ નિષ્ફળતા) જેવા જોખમો સામેલ છે. શરીરની કુદરતી કાર્યપ્રણાલી બગડી જાય છે. અસ્થિમજ્જા (bone marrow) પર ખૂબ દબાણ આવે છે. ક્યારેક આ સ્થિતિ જીવલેણ પણ બની શકે છે.

‘બ્લડ કિક’નો માનસિક સમસ્યાઓ સાથે સંબંધ

ડોક્ટરો માને છે કે આ વૃત્તિ પાછળ ઘણીવાર માનસિક તણાવ, હતાશા, અથવા પોતાને નુકસાન પહોંચાડવાની વૃત્તિ જવાબદાર હોય છે. કેટલાક લોકો માટે આ પ્રવૃત્તિ બીજાનું ધ્યાન ખેંચવાનો અથવા અંદરની પીડાને બહાર લાવવાનો રસ્તો બની જાય છે. એટલે કે, આ માત્ર શારીરિક નહીં પરંતુ ગંભીર માનસિક સમસ્યાનું લક્ષણ છે. આ ‘કિક’ નથી, આ તો મોત તરફનું ઘાતક પગલું છે.

સોશિયલ મીડિયા: વ્યસનની શરૂઆતનો દરવાજો

આ વ્યસન ફેલાવામાં સોશિયલ મીડિયા મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. ઘણા યુવાનો ઇન્ટરનેટ પર જોયેલા વીડિયો કે પોસ્ટ્સથી પ્રેરાઈને આ પ્રકારના પ્રયોગો કરવા લાગે છે. શરૂઆતમાં તે માત્ર જિજ્ઞાસા કે મજાક માટે થાય છે, પરંતુ સમય જતાં તે વ્યસનમાં ફેરવાઈ જાય છે. જ્યારે વ્યક્તિને આ ખતરાની ગંભીરતા સમજાય છે, ત્યારે ઘણીવાર મોડું થઈ ગયું હોય છે.

ઉપચાર દવા નથી, સમજ અને સહારો છે

આ સમસ્યાનો ઉકેલ દવાઓમાં નથી, પરંતુ યોગ્ય કાઉન્સેલિંગ અને માનસિક સહાયમાં છે. પરિવારનો સહકાર, મિત્રોનો આધાર અને નિષ્ણાતોનું માર્ગદર્શન ખૂબ મહત્ત્વનું છે. સમયસર ઓળખ અને યોગ્ય સારવારથી વ્યક્તિને આ ખતરનાક આદતમાંથી બહાર લાવી શકાય છે.

જીવનદાયી લોહી, જીવલેણ ન બની જવું જોઈએ 

લોહી જીવન માટે અનિવાર્ય છે. પણ એ જ વસ્તુ સાથે ખતરનાક ખેલ કરવામાં આવે ત્યારે તે જીવ માટે જોખમી બની શકે છે. ‘બ્લડ કિક’નો ટ્રેન્ડ એક ચેતવણી છે કે યુવાનોમાં વધતી આવી અજાણી વૃત્તિઓને ગંભીરતાથી સમજવાની અને સમયસર રોકવાની જરૂર છે.

આ પણ વાંચો : નાસિક TCS કેસ હવે સુપ્રીમ કોર્ટમાં: ધર્માંતરણને ‘આતંકવાદી કૃત્ય’ જાહેર કરવા માંગ, અરજીમાં વિદેશી ફંડિંગનો આરોપ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
6 મહિના પહેલાં વડોદરા સ્ટેશનેથી મળેલા મૂકબધિર કિશોરનું રાજસ્થાની શૈલીનું ચિત્ર પરિવાર સુધી દોરી ગયું…

6 મહિના પહેલાં વડોદરા સ્ટેશનેથી મળેલા મૂકબધિર કિશોરનું રાજસ્થાની શૈલીનું ચિત્ર પરિવાર સુધી દોરી ગયું...

ટ્રેનમાંથી ઉતરવા જતા પડી ગયેલી યુવતીનું મોત | Girl dies after falling while getting off train

ટ્રેનમાંથી ઉતરવા જતા પડી ગયેલી યુવતીનું મોત | Girl dies after falling while getting off train

તુલસીવાડીમાંથી દારૃની ૩૦૫ બોટલ સાથે આરોપી ઝડપાયો | Accused arrested with 305 bottles of liquor from …

તુલસીવાડીમાંથી દારૃની ૩૦૫ બોટલ સાથે આરોપી ઝડપાયો | Accused arrested with 305 bottles of liquor from ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નારોલ ઘટના મામલે એડીશનલ ઈજનેરને શો-કોઝ અપાશે, વીજપોલ મામલે કોન્ટ્રાકટરની બેદરકારી મળશે તો પોલ દીઠ ૫૦…

નારોલ ઘટના મામલે એડીશનલ ઈજનેરને શો-કોઝ અપાશે, વીજપોલ મામલે કોન્ટ્રાકટરની બેદરકારી મળશે તો પોલ દીઠ ૫૦…

10 months ago
ભાવનગરના ખ્યાતનામ તબીબનો પોતાના હોસ્પિટલમાં જ આપઘાત

ભાવનગરના ખ્યાતનામ તબીબનો પોતાના હોસ્પિટલમાં જ આપઘાત

9 months ago
”અમે ખાલી હાથે પાછા ફર્યા” : અફઘાનિસ્તાન સાથેની પાકિસ્તાનની શાંતિ- મંત્રણા નિષ્ફળ રહી

”અમે ખાલી હાથે પાછા ફર્યા” : અફઘાનિસ્તાન સાથેની પાકિસ્તાનની શાંતિ- મંત્રણા નિષ્ફળ રહી

8 months ago
વધુ એક પ્લેન ક્રેશ! કર્ણાટકમાં એક ખેતરમાં ખાબક્યું ખાનગી વિમાન, 2 ઈજાગ્રસ્ત | Private Jet Crashes in…

વધુ એક પ્લેન ક્રેશ! કર્ણાટકમાં એક ખેતરમાં ખાબક્યું ખાનગી વિમાન, 2 ઈજાગ્રસ્ત | Private Jet Crashes in…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News