gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વક્ફ કરતાં પણ વધુ 7 કરોડ હેક્ટર જમીન કેથોલિક ચર્ચ પાસે, આરએસએસએ સરકારનું ધ્યાન દોર્યું | The Catholi…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in INDIA
0 0
0
વક્ફ કરતાં પણ વધુ 7 કરોડ હેક્ટર જમીન કેથોલિક ચર્ચ પાસે, આરએસએસએ સરકારનું ધ્યાન દોર્યું | The Catholi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અંગ્રેજોએ ખ્રિસ્તીઓને આપેલી જમીન તરફ સંઘના મુખપત્ર ઓર્ગેનાઈઝરે કેન્દ્રનું ધ્યાન દોર્યું

– અંગ્રેજો સમયની લીઝને 1965માં સરકારે રદ કરી હોવા છતાં આગળ કોઇ કાર્યવાહી કરવામાં ના આવી હોવાનો દાવો

– વિવાદો વચ્ચે ઓર્ગેનાઇઝરે વેબસાઇટ પરથી આર્ટિકલ હટાવી લીધો

Waqf and Catholic church Land News : સંસદમાં વકફ કાયદામાં સુધારા કરતા બિલને સફળતાપૂર્વક સંસદમાંથી પસાર કરી દેવામાં આવ્યું છે. એવામાં હવે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ આરએસએસ સાથે સંકળાયેલા મેગેઝિને કેન્દ્ર સરકારનું ધ્યાન ખ્રિસ્તી ધાર્મિક સ્થળોની જમીન તરફ દોર્યું છે. ઓર્ગેનાઇઝર વેબપોર્ટલમાં વકફ અને કેથોલિક ચર્ચ બન્નેમાંથી કોની પાસે વધુ જમીન છે તેના પર ચર્ચા કરતો એક આર્ટિકલ પ્રકાશિત કર્યો છે. 

સંઘ સાથે જોડાયેલા ઓર્ગેનાઇઝરના આ આર્ટિકલમાં દાવો કરવામાં આવ્યો છે કે કેથોલિક (ખ્રિસ્તી) સંસ્થાઓ પાસે ભારતમાં 7 કરોડ હેક્ટર જમીન છે જે બિનસરકારી સંસ્થા તરીકે સૌથી વધુ જમીન પર માલિકી ધરાવે છે. જ્યારે વકફ બિલ પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે કેરળના કેરલા કેથોલિક બિશોપ્સ કાઉન્સિલે બિલનો વિરોધ કરનારાઓની ટિકા કરી હતી અને વકફ બિલનું સમર્થન કર્યું હતું, જેનો બાદમાં ભાજપના નેતાઓએ સ્વબચાવમાં ઉપયોગ કર્યો હતો. હવે ખ્રિસ્તીઓની જમીન પર સંઘના મેગેઝિન દ્વારા સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે. 

વક્ફ કરતાં પણ વધુ 7 કરોડ હેક્ટર જમીન કેથોલિક ચર્ચ પાસે, આરએસએસએ સરકારનું ધ્યાન દોર્યું 2 - image

સંઘના મેગેઝિનમાં જણાવવામાં આવ્યું છે કે સરકારની જમીન માહિતી વેબસાઇટમાં જણાવવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2021ના આંકડા મુજબ ભારત સરકાર પાસે આશરે 15531 સ્ક્વેર કિમી જમીન છે, જ્યારે વકફ બોર્ડ પાસે પણ મોટા પ્રમાણમાં જમીન છે. જોકે તેમ છતા આ જમીન કેથોલિક ચર્ચ પાસે રહેલી જમીન કરતા ઓછી છે. રિપોર્ટ મુજબ ભારતમાં કેથોલિક ચર્ચ ઓફ ઇન્ડિયા પાસે સાત કરોડ હેક્ટર જમીન છે. 

આ તમામ સંપત્તિની આશરે વેલ્યૂ 20 હજાર કરોડ રૂપિયા આંકવામાં આવે છે. જેને પગલે ભારતના રીઅલ એસ્ટેટમાં ચર્ચ અત્યંત મહત્વપૂર્ણ ભાગ ધરાવે છે. ચર્ચો પાસે રહેલી મોટાભાગની જમીન બ્રિટિશકાળથી જ છે. અગાઉ 1965માં સરકાર દ્વારા એક સર્ક્યુલર બહાર પડાયો હતો અને ચર્ચોને લીઝ પર અપાયેલી જમીન પાછી લેવાની વાત કરાઇ હતી જોકે તેનો યોગ્ય રીતે અમલ નહોતો થયો. ભારત સરકારના આ સર્ક્યુલરમાં જણાવાયું હતું કે બ્રિટિશ સરકાર દ્વારા ચર્ચોને અપાયેલી લીઝ હાલ કોઇ મહત્વ નથી ધરાવતી. વકફની જમીન પર કાર્યવાહી વચ્ચે શું હવે સરકાર ખ્રિસ્તીઓની ધાર્મિક સ્થળોની જમીનને લઇને પણ કોઇ પગલા લેશે કે કેમ તે અંગે ચર્ચા ચાલી રહી છે. હાલ સંઘે આ દિશામાં સરકારનું ધ્યાન દોર્યું છે. જોકે એવા પણ અહેવાલો છે કે સંઘના મુખપત્ર દ્વારા આ આર્ટિકલને બાદમાં પોતાની વેબસાઇટ પરથી હટાવી લેવામાં આવ્યો છે. 

વકફ બાદ સંઘની નજર હવે ખ્રિસ્તીઓની જમીન પર : રાહુલ

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ આરએસએસની નજર વકફ બાદ હવે ખ્રિસ્તી સમુદાયની જમીન પર છે, બંધારણીય ઢાલથી જ આ તમામ લોકોની રક્ષા થઇ શકે. સંઘના મુખપત્ર ઓર્ગેનાઇઝરમાં ખ્રિસ્તીઓની ધાર્મિક સંસ્થાઓ પાસે રહેલી જમીન અને મુસ્લિમોના વકફ પાસે રહેલી જમીન વચ્ચે સરખામણી કરતો એક આર્ટિકલ છપાયો હતો. જેને લઇને રાહુલ ગાંધીએ સંઘ અને કેન્દ્ર સરકાર પર આ સવાલો ઉઠાવ્યા હતા, સાથે જ દાવો કર્યો હતો કે મે કહ્યું હતું કે વકફ બિલ હાલ માત્ર મુસ્લિમોને ટાર્ગેટ કરવા લવાયું છે પરંતુ ભવિષ્યમાં અન્ય ધર્મના લોકોને પણ નિશાન બનાવવા આ બિલનો ઉદાહરણ તરીકે ઉપયોગ થઇ શકે છે. ખ્રિસ્તીઓ તરફ સરકારનું ધ્યાન દોરવામાં સંઘે થોડુ પણ મોડુ ના કર્યું. બંધારણ જ એકમાત્ર ઢાલ છે કે આપણા લોકોને આ હુમલાથી બચાવી શકે છે.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઇંધણમાં કરકસર અને સોનું ન ખરીદવાની PMની અપીલ બાદ સરકારના 5 મોટા નિર્ણય, બૅન્કોને કડક આદેશ | Oil Cris…
INDIA

ઇંધણમાં કરકસર અને સોનું ન ખરીદવાની PMની અપીલ બાદ સરકારના 5 મોટા નિર્ણય, બૅન્કોને કડક આદેશ | Oil Cris…

May 19, 2026
‘જરૂર પડે તો હડકાયા કૂતરાઓને દયા મૃત્યુ આપો…’ સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સની અરજીઓ ફગાવી | supreme cou…
INDIA

‘જરૂર પડે તો હડકાયા કૂતરાઓને દયા મૃત્યુ આપો…’ સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સની અરજીઓ ફગાવી | supreme cou…

May 19, 2026
‘વિદેશ પ્રવાસ અને રેલીઓનો ખર્ચ ગરીબો પાસેથી વસૂલાય છે…’ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસનો…
INDIA

‘વિદેશ પ્રવાસ અને રેલીઓનો ખર્ચ ગરીબો પાસેથી વસૂલાય છે…’ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસનો…

May 19, 2026
Next Post
કોંગ્રેસના બે પૂર્વ MLA તું-તારી, ગાળાગાળી પર ઉતર્યા, રાષ્ટ્રીય અધિવેશન પૂર્વે જૂથવાદ ચરમસીમાએ | Guj…

કોંગ્રેસના બે પૂર્વ MLA તું-તારી, ગાળાગાળી પર ઉતર્યા, રાષ્ટ્રીય અધિવેશન પૂર્વે જૂથવાદ ચરમસીમાએ | Guj...

હિંસાના 11 મહિના બાદ પહેલીવાર મણિપુરમાં કૂકી અને મૈતેઈ વચ્ચે શાંતિ માટે બેઠક યોજાઈ | First meeting b…

હિંસાના 11 મહિના બાદ પહેલીવાર મણિપુરમાં કૂકી અને મૈતેઈ વચ્ચે શાંતિ માટે બેઠક યોજાઈ | First meeting b...

ગુજરાતની 1711 આંગણવાડીમાં શૌચાલય, 719માં પીવાનું પાણી નથી, શિક્ષણના પ્રથમ પગથિયામાં જ સુવિધાનો અભાવ …

ગુજરાતની 1711 આંગણવાડીમાં શૌચાલય, 719માં પીવાનું પાણી નથી, શિક્ષણના પ્રથમ પગથિયામાં જ સુવિધાનો અભાવ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

UAEના પ્રમુખ-PM મોદીની બેઠકમાં ગુજરાત અંગે 2 મોટા નિર્ણય, નકશીકામ કરેલો હીંચકો ભેટમાં આપ્યો | Meetin…

UAEના પ્રમુખ-PM મોદીની બેઠકમાં ગુજરાત અંગે 2 મોટા નિર્ણય, નકશીકામ કરેલો હીંચકો ભેટમાં આપ્યો | Meetin…

4 months ago
ભાજપના પૂર્વ પ્રવક્તાને હાઈકોર્ટના જજ બનાવવાની ભલામણ થતાં જ હોબાળો, રાજકારણ ગરમાયું | sc collegium r…

ભાજપના પૂર્વ પ્રવક્તાને હાઈકોર્ટના જજ બનાવવાની ભલામણ થતાં જ હોબાળો, રાજકારણ ગરમાયું | sc collegium r…

10 months ago
ભારતમાં ૩૫ ટકા બેંક ખાતાઓ નિષ્ક્રિય, તેમાં મહિલાઓનો હિસ્સો સૌથી વધુ | 35% of bank accounts in India …

ભારતમાં ૩૫ ટકા બેંક ખાતાઓ નિષ્ક્રિય, તેમાં મહિલાઓનો હિસ્સો સૌથી વધુ | 35% of bank accounts in India …

10 months ago
માર્ગ અકસ્માતમાં પીડિતોને મળશે મફત સારવાર, દેશભરમાં કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ લાગુ | govt notifies cas…

માર્ગ અકસ્માતમાં પીડિતોને મળશે મફત સારવાર, દેશભરમાં કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ લાગુ | govt notifies cas…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News