
Vadodara Crime : વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં પૈસાની લેતીદેતીના મામલે જાહેરમાં ઝપાઝપી કરતા યુવકોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ સફાળી જાગેલી લક્ષ્મીપુરા પોલીસે તપાસ હાથ ધરી હતી અને જાહેરમાં ગાળો બોલી ઝપાઝપી કરતા છ યુવકોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે પોલીસે માત્ર અટકાયતિ પગલા લઈને સંતોષ માણયો હતો.
અટકાયત કરવામાં આવેલા યુવકોમાં (1) અમિત અશોકભાઈ માળી (2) અર્જુન અશોકભાઈ માળી (3) હિમાંશુ હરિશંકરભાઈ કેથવાસ (ત્રણેય રહે-સંતોષ નગર, હાઈટેન્શન રોડ, સુભાનપુરા) (4) નરેન્દ્ર સિંહ પ્રતાપસિંહ સિંધા (5) વૃશાંક કિરણભાઈ જાદવ (બંને રહે-જાગૃતિ સોસાયટી, યસ કોમ્પ્લેક્સ પાસે, ગોત્રી રોડ ) તથા (6) મયુરસિંહ સુરેન્દ્રસિંહ રાણા (રહે-વૃંદાલય એવન્યુ, લક્ષ્મીપુરા રોડ) નો સમાવેશ થાય છે.










