![]()
Vadodara Liquor Smuggling : દારૂની હેરાફેરી માટે ટ્રાન્સપોર્ટના ધંધાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો કિસ્સા બની રહ્યા છે. વડોદરાની વધુ એક ટ્રાન્સપોર્ટ ઓફિસમાં આવેલા દારૂના જથ્થાને પોલીસે ઝડપી પાડી ચાર જણની અટકાયત કરી છે.
કારેલીબાગ બહુચરાજી રોડ ખાસવાડી સ્મશાન ગૃહ પાસે ગુજરાત ગુડ્સ સર્વિસ નામની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં દારૂનો જથ્થો મોકલવામાં આવ્યો હોવાની વિગતો મળતા પોલીસે દરોડો પાડયો હતો. આ વખતે ટેમ્પો લઈ પાર્સલ લેવા આવેલો સંદીપ લાલજી પરમાર (વડુ ગામ પાદરા), બીજાએ ટેમ્પામાં દારૂનો જથ્થો લઈ જનાર અજહર ખાન પઠાણ (રસુલજીની ચાલ, નવા યાર્ડ), ટેમ્પોમાં માલ ભરાવનાર મોહમ્મદ કલામ પઠાણ ( રસુલજીની ચાલ), અને મેનેજર મોહમ્મદ હસન હકીમ અલી શેખ (રાજા મહોલ્લો, બોરસદ,આણંદ) પકડાઈ ગયા હતા. જ્યારે વડુના ટેમ્પલ ડ્રાઇવર ને માલ લેવા મોકલનાર પરેશ સોલંકી (ખોખરપુરા પાદરા) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે 3.74 લાખની કિંમતની દારૂની 1152 બોટલ, બે ટેમ્પા અને પાંચ મોબાઈલ સહિત પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કર્યો છે.










