gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુપી અને હરિયાણાએ વાયુ પ્રદૂષણને ડામવા વર્લ્ડ બેન્ક પાસેથી 4977 કરોડની લોન લીધી | india world bank a…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in INDIA
0 0
0
યુપી અને હરિયાણાએ વાયુ પ્રદૂષણને ડામવા વર્લ્ડ બેન્ક પાસેથી 4977 કરોડની લોન લીધી | india world bank a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

World Bank funding for India clean air program: વર્લ્ડ બેન્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ બોર્ડે આજે ભારતના બે મહત્ત્વપૂર્ણ રાજ્ય – ઉત્તર પ્રદેશ(યુપી) અને હરિયાણામાં હવાની ગુણવત્તા સુધારવા માટે બે મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોને ભંડોળ મંજૂર કર્યું છે. આ કાર્યક્રમોનો ઉદ્દેશ્ય 270 મિલિયન લોકોને સ્વચ્છ હવા પૂરી પાડવાનો છે, જેના લાભ અન્ય રાજ્યોમાં પણ જોવા મળશે. આ પ્રોજેક્ટ્સનો હેતુ આ બંને રાજ્યોને બિઝનેસ ડેસ્ટિનેશન તરીકે વધુ આકર્ષક બનાવવાનો અને રોજગાર સર્જનને વેગ આપવાનો પણ છે.

એરશેડ-આધારિત પ્રથમ બહુ-ક્ષેત્રીય પહેલ

વર્લ્ડ બેન્કના કાર્યકારી કન્ટ્રી ડાયરેક્ટર, પૉલ પ્રોસીએ જણાવ્યું હતું કે, ‘દક્ષિણ એશિયામાં વાયુ પ્રદૂષણના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ રહી છે. જેના કારણે ઉત્પાદકતા ઘટી રહી છે અને જીવનની ગુણવત્તા બગડી છે. હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં શરૂ કરાયેલા આ કાર્યક્રમો ખાસ છે. કારણ કે, રાજ્ય સરકારએ પ્રથમ વખત ‘એરશેડ-આધારિત’ અનેક ક્ષેત્રોને આવરી લેતા પ્રોજેક્ટ્સ દ્વારા વાયુ પ્રદૂષણના પ્રશ્નનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે.’

તેમણે વધુમાં કહ્યું કે, ‘આ કાર્યક્રમો દ્વારા ઉત્પાદકતા વધારવા અને યુવાનો અને મહિલાઓ માટે ગ્રીન જોબ્સ કેવી રીતે ઊભી કરી શકાય છે તે દર્શાવવામાં આવશે.’

ઉત્તર પ્રદેશ ક્લીન એર મેનેજમેન્ટ પ્રોગ્રામ(UPCAMP) મંજૂર 

યુપી ક્લીન એર મેનેજમેન્ટ પ્રોગ્રામ(UPCAMP) માટે $299.66 મિલિયન એટલે કે આશરે  2487 કરોડ રૂપિયાનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુપી સરકારના ક્લીન એર પ્લાન પર આધારિત છે, જે વાહનવ્યવહાર, કૃષિ અને ઉદ્યોગ જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં રોકાણ કરીને રાજ્યમાં વાયુની ગુણવત્તામાં સુધારો લાવશે. 

આ પ્રોજેક્ટ હેઠળ, 3.9 મિલિયન ઘરોને સ્વચ્છ રસોઈની સુવિધા પ્રાપ્ત થશે. પરિવહનના ક્ષેત્રમાં, લખનઉ, કાનપુર, વારાણસી અને ગોરખપુર જેવા શહેરોમાં 15,000 ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર અને 500 ઇલેક્ટ્રિક-બસ શરૂ કરીને સ્વચ્છ પરિવહનને પ્રોત્સાહન આપવામાં આવશે. 

આ ઉપરાંત, 13,500 પ્રદૂષણ ફેલાવતા હેવી-ડ્યુટી વાહનોને ઓછા ઉત્સર્જનવાળા વાહનોથી રિપ્લેસ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. આ કાર્યક્રમ ‘એરશેડ અભિગમ’ અપનાવશે, જેનો અર્થ છે કે તે આંતર-રાજ્ય ઉત્સર્જનને નિયંત્રિત કરવા માટે અન્ય રાજ્યો સાથે સહયોગ કરશે. કૃષિ ક્ષેત્રે, તે ખેડૂતોને ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરવા અને પશુધનના કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવા પ્રોત્સાહિત કરશે.

હરિયાણા ક્લીન એર પ્રોજેક્ટ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઓપરેશન

હરિયાણા ક્લીન એર પ્રોજેક્ટ માટે $300 મિલિયન એટલે કે 2490 કરોડ રૂપિયાનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે હરિયાણા સરકારની એક્શન પ્લાનને ટેકો આપવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ, રાજ્યમાં વાયુ ગુણવત્તા અને ઉત્સર્જન દેખરેખ પ્રણાલીમાં રોકાણ કરીને પ્રદૂષણના સ્ત્રોતોની અસરને વધુ સારી રીતે માપવાની રાજ્યની ક્ષમતા વધારવામાં આવશે. 

આ પણ વાંચો: કફ સીરપ મામલે ઈડીની મોટી કાર્યવાહી, ગુજરાતથી લઈને યુપી-ઝારખંડમાં અનેક ઠેકાણે દરોડા

સ્વચ્છ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે, ગુરુગ્રામ, સોનીપત અને ફરીદાબાદ જેવા શહેરોમાં ઇલેક્ટ્રિક બસ સેવાઓ અને ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સમાં રોકાણ કરવામાં આવશે, જે ખાસ કરીને મહિલાઓ માટે રોજગારની વધુ સારી તકો અને સુલભતા પૂરી પાડશે. 

આ ઉપરાંત, આ પ્રોજેક્ટ MSMEને સ્વચ્છ ટેકનોલોજી અપનાવવામાં મદદ કરશે, કૃષિ કચરાના વ્યવસ્થાપન માટે મશીનરીને પ્રોત્સાહન આપશે અને ડાંગરના ઠૂંઠાના ઉત્પાદક પુનઃઉપયોગ માટે રાજ્યના પ્રયત્નોને સમર્થન આપશે. મહત્ત્વની વાત એ છે કે, હરિયાણાએ સંબંધિત એજન્સીઓ વચ્ચે સંકલન અને દેખરેખ માટે ‘ARJUN’ નામનું સ્પેશિયલ પર્પઝ વ્હીકલ(SPV) સ્થાપિત કર્યું છે અને આ કાર્યક્રમ ખાનગી મૂડીમાંથી $127 મિલિયનથી વધુનું રોકાણ પણ એકઠું કરવાનો લક્ષ્ય ધરાવે છે.

પ્રાદેશિક કાર્યક્રમનો ભાગ

આ બંને કાર્યક્રમો વર્લ્ડ બેન્કના ઈન્ડો-ગંગાના મેદાનો અને હિમાલયની તળેટી પ્રદેશમાં પ્રાદેશિક વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન કાર્યક્રમનો ભાગ છે, જે વૈશ્વિક વાયુ પ્રદૂષણનું હોટસ્પોટ છે.

ઉત્તર પ્રદેશનો કાર્યક્રમ(UPCAMP) કુલ 10 વર્ષ માં પૂરો થશે, જેમાં બે વર્ષનો ગ્રેસ પીરિયડ સામેલ છે. જ્યારે હરિયાણાનો કાર્યક્રમ વધુ લાંબો છે, તેની અંતિમ પાકતી મુદત છ વર્ષના ગ્રેસ પીરિયડ સહિત 23.5 વર્ષ છે.

યુપી અને હરિયાણાએ વાયુ પ્રદૂષણને ડામવા વર્લ્ડ બેન્ક પાસેથી 4977 કરોડની લોન લીધી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગરના શેખપાટ ગામમાં ખેતીની જમીનના ભાગના પ્રશ્ને બે ભાઈઓ વચ્ચે તકરાર : નાનાભાઈએ મોટાભાઈનું માથું ફ…

જામનગરના શેખપાટ ગામમાં ખેતીની જમીનના ભાગના પ્રશ્ને બે ભાઈઓ વચ્ચે તકરાર : નાનાભાઈએ મોટાભાઈનું માથું ફ...

કફ સીરપ મામલે ઈડીની મોટી કાર્યવાહી, ગુજરાતથી લઈને યુપી-ઝારખંડમાં અનેક ઠેકાણે દરોડા | Cough Syrup Smu…

કફ સીરપ મામલે ઈડીની મોટી કાર્યવાહી, ગુજરાતથી લઈને યુપી-ઝારખંડમાં અનેક ઠેકાણે દરોડા | Cough Syrup Smu...

સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકમાં શશી થરુર ગેરહાજર, મનીષ તિવારી પણ ન પહોંચતા તર્કવિતર્ક | one more M…

સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકમાં શશી થરુર ગેરહાજર, મનીષ તિવારી પણ ન પહોંચતા તર્કવિતર્ક | one more M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે PMJAY-મા યોજનાની ૧૨ ગવર્નિગ બોડીની બેઠકમાં સર્વગ્રાહી સમી…

આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે PMJAY-મા યોજનાની ૧૨ ગવર્નિગ બોડીની બેઠકમાં સર્વગ્રાહી સમી…

1 year ago
પેરાલીસીસ પેશન્ટ કેરટેકરને મેસેજ પાસ કરવા રોબોટીક ઉપકરણનો આવિષ્કાર | Robotic device invented to pass…

પેરાલીસીસ પેશન્ટ કેરટેકરને મેસેજ પાસ કરવા રોબોટીક ઉપકરણનો આવિષ્કાર | Robotic device invented to pass…

9 months ago
કચ્છમાં વધુ એક પ્રેમ સંબંધનો લોહિયાળ અંત, ગાંધીધામની હોટેલમાં પ્રેમીએ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી | K…

કચ્છમાં વધુ એક પ્રેમ સંબંધનો લોહિયાળ અંત, ગાંધીધામની હોટેલમાં પ્રેમીએ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી | K…

4 months ago
ગઢડાના ઢસા રોડ ઉપર ટ્રક સાથે બાઇકનો અકસ્માત સર્જાતા યુવાનનું સ્થળ પર મોત | A young man died on the s…

ગઢડાના ઢસા રોડ ઉપર ટ્રક સાથે બાઇકનો અકસ્માત સર્જાતા યુવાનનું સ્થળ પર મોત | A young man died on the s…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News