gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ઇ-વાહનોની સંખ્યા-18000 : મ્યુ.કોર્પોરેશને PPP ધોરણે શરૂ કરેલા 15 પૈકી 7 EV ચાર્જિંગ સ્ટેશન…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ઇ-વાહનોની સંખ્યા-18000 : મ્યુ.કોર્પોરેશને PPP ધોરણે શરૂ કરેલા 15 પૈકી 7 EV ચાર્જિંગ સ્ટેશન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુ. કોર્પોરેશન દ્વારા પીપીપી (પબ્લિક પ્રાઈવેટ પાર્ટિસિપેશન) ધોરણે શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત કરાયેલા 15 પબ્લિક ઈલેક્ટ્રિક હિકલ ચાર્જિંગ સ્ટેશનો પૈકી 7 ચાર્જિંગ સ્ટેશનો બંધ પડ્યા છે.

વડોદરામાં ઈલેક્ટ્રિક વ્હિકલનું ચલણ દિન પ્રતિદિન વધતું જોવા મળી રહ્યું છે. દરજીપુરા આરટીઓ ખાતે 18 હજારથી વધુ ઈલેક્ટ્રિક વાહનો રજીસ્ટર થયા છે. વડોદરા મ્યુ. કોર્પોરેશન દ્વારા કેન્દ્ર સરકારની ઈલેક્ટ્રિક વ્હિકલ પ્રોત્સાહન યોજના અંતર્ગત વિવિધ વિસ્તારોમાં પબ્લિક ઈલેક્ટ્રિક વ્હિીકલ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવાનું આયોજન કર્યું હતું. વર્ષ 2024માં મ્યુ. કોર્પોરેશનની સામાન્ય સભામાં કોર્પોરેશનની જગ્યા પર રેવન્યુ શેરિંગ મોડેલ આધારિત શહેરમાં જુદા જુદા 20થી વધુ સ્થળોએ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવા અદાણી ટોટલ એનર્જિ ઈમોબિલિટી લિ.ની દરખાસ્તને વોટિંગ બાદ મંજૂરી મળી હતી. જેમાં ઓપરેશન અને મેન્ટેનન્સ 10 વર્ષ માટે આ કંપની કરશે. ચાર્જિંગ સ્ટેશનના વીજ વપરાશના એક યુનિટ દીઠ દોઢ રૂપિયો પ્રથમ છ વર્ષ માટે અને ત્યારબાદ એક યુનિટના બે રૂપિયા કોર્પોરેશનને રેવન્યૂ શેરિંગ પેટે આપશે તથા વીજ વપરાશ બિલ કંપની ચૂકવશે અને કોર્પોરેશનને કોઈ ખર્ચ થશે નહીં તેવો ઉલ્લેખ હતો.

વડોદરામાં ઇ-વાહનોની સંખ્યા-18000 : મ્યુ.કોર્પોરેશને PPP ધોરણે શરૂ કરેલા 15 પૈકી 7 EV ચાર્જિંગ સ્ટેશનો બંધ 2 - image

આ નિર્ણય સામે વિપક્ષની દરખાસ્ત હતી કે, કોર્પોરેશનના માથે કોઈ ખર્ચનું ભારણ નથી, પરંતુ જે જમીન કોર્પોરેશને આપી છે તેની કિંમત હોય છે. માર્કેટ ભાવે જમીનનું ભાડું વસૂલવામાં આવે અને જમીનના બદલામાં કોર્પોરેશનના ઈલેક્ટ્રિક વાહનો મફતમાં ચિાર્જિંગ કરી આપે. કોર્પોરેશન હાલ શહેરમાં 15 સ્થળોએ ચાર્જિંગ સ્ટેશનો કાર્યરત હોવાનો દાવો કરે છે. પરંતુ હકીકતમાં 7 સ્થળોએ ચાર્જિંગ સ્ટેશનો બંધ જણાયા હતા, અને આ ચાર્જિંગ સ્ટેશનો ખાતે ઝાડી ઝાંખરા અને ગંદકી જોવા મળી છે. કંપની એક યુનિટના કોર્પોરેશનને દોઢ રૂપિયો ચૂકવે છે. દર ત્રણ મુહિને કોર્પોરેશનને નક્કી કરેલા રૂપિયા!!(6 આપે છે, જેમાં અત્યાર સુધીમાં 12 મહિનામાં મ્યુ. કોર્પોરેશનને રૂ.1.85 લાખની આવક થઈ છે. દર 3 મહિને પેમેન્ટ થાય છે. ડિસેમ્બર 2024માં પહેલું પેમેન્ટ  રૂા.35000નું થયું હતું.

આ ચાર્જિંગ સ્ટેશનો બંધ હાલતમાં

(1) રાત્રિ બજાર, કારેલીબાગ

(2) રાત્રિ બજાર, આજવારોડ

(3) કમલાનગર તળાવ

(4) બાપોદ તળાવ

(5) કપુરાઈ ચોકડી

(6) દરજીપુરા આરટીઓ 

(7) હરણી તળાવ

વધુ 9 સ્થળોએ ચાર્જિંગ સ્ટેશનો બનશે

પંડિત દીન દયાલ ઉપાધ્યાય નગર ગૃહ, મકરપુરા બસ ડેપો, માંજલપુર સ્પોર્ટ કોમ્પલેક્સ અને ભાયલી બીએપીએસ હોસ્પિટલ પાસે નવા ચાર્જિંગ સ્ટેશન પ્રગતિ હેઠળ છે. જયારે વર્ષ 2026 માં તપોવન મંદિર, વડોદરા ક્રિકેટ એકેડમી, કારેલીબાગ સ્વિમિંગપૂલ અયપ્પા ગ્રાઉન્ડ અને રેવા પાર્ક ગાર્ડન ખાતે ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવાનું મ્યુ. કોર્પોરેશનનું આયોજન છે.

કઈ એપથી ચાર્જ કરવું, ગ્રાહકો મૂંઝવણમાં

આજે સુરતથી અમદાવાદ તરફ જતું એક પરિવાર કાર ચાર્જિંગ કરવા માટે મ્યુ. કોર્પોરેશનના વડસર ટ્રી મ્યુઝિયમ પાસેના ચાર્જિંગ  સ્ટેશન ખાતે પહોંચ્યું હતું. તેમણે છે અલગ અલગ એપ્લિકેશન વડે કાર ચાર્જ કરવા માટે પ્રયાસ કર્યો હતો. ઘણી મથામણ બાદ સફળતા ન મળતા તેઓ કાર ચાર્જ કર્યા વગર પરત ગયા હતા. તેમનું કહેવું હતું કે, ચાર્જિંગ સ્ટેશન ખાતે ચાર્જિંગની પદ્ધતિ દર્શાવતું બોર્ડ જરૂરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેઘાણીનગરમાં અકસ્માત: સ્પીડમાં બાઈક પરથી પટકાયા બે યુવક, એકનું મોત | Emon a mano emon a feiengau mwi…
GUJARAT

મેઘાણીનગરમાં અકસ્માત: સ્પીડમાં બાઈક પરથી પટકાયા બે યુવક, એકનું મોત | Emon a mano emon a feiengau mwi…

May 18, 2026
વડોદરા ચકચારી ગોરવા મર્ડર કેસ: CCTV ફૂટેજ અને સાક્ષીઓને કારણે હત્યારાની જામીન અરજી નામંજૂર | Court r…
GUJARAT

વડોદરા ચકચારી ગોરવા મર્ડર કેસ: CCTV ફૂટેજ અને સાક્ષીઓને કારણે હત્યારાની જામીન અરજી નામંજૂર | Court r…

May 18, 2026
બે મહિનામાં જ પ્રેમનો કરુણ અંત! અમદાવાદમાં નેપાળી યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર પ્રેમી ઝડપાયો | Ahm…
GUJARAT

બે મહિનામાં જ પ્રેમનો કરુણ અંત! અમદાવાદમાં નેપાળી યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર પ્રેમી ઝડપાયો | Ahm…

May 18, 2026
Next Post
દુબઈના ટુર પેકેજના નામે બિલ્ડર પાસેથી વધુ રૂપિયા પડાવી લેનાર ટ્રાવેલ્સ એજન્સીના સંચાલક સામે ગુનો દાખ…

દુબઈના ટુર પેકેજના નામે બિલ્ડર પાસેથી વધુ રૂપિયા પડાવી લેનાર ટ્રાવેલ્સ એજન્સીના સંચાલક સામે ગુનો દાખ...

અમદાવાદમાં મોટી કાર્યવાહી: PI એન.કે. રબારી સસ્પેન્ડ, નિકોલ તોડકાંડની તપાસમાં બેદરકારી ભારે પડી | ahm…

અમદાવાદમાં મોટી કાર્યવાહી: PI એન.કે. રબારી સસ્પેન્ડ, નિકોલ તોડકાંડની તપાસમાં બેદરકારી ભારે પડી | ahm...

સુરત: સરથાણામાં ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ 9મા માળેથી છલાંગ લગાવી, મોતનું કારણ અકબંધ | surat physiothera…

સુરત: સરથાણામાં ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ 9મા માળેથી છલાંગ લગાવી, મોતનું કારણ અકબંધ | surat physiothera...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ સમાપ્ત! શશી થરૂરની રાહુલ ગાંધી અને ખડગે સાથે બેઠક, જુઓ શું કહ્યું | shash…

કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ સમાપ્ત! શશી થરૂરની રાહુલ ગાંધી અને ખડગે સાથે બેઠક, જુઓ શું કહ્યું | shash…

4 months ago
SIR ફોર્મ નથી ભર્યું અને ડ્રાફ્ટ યાદીમાં નામ નથી તો મતદારોએ શું કરવાનું? જાણી લો | what to do if nam…

SIR ફોર્મ નથી ભર્યું અને ડ્રાફ્ટ યાદીમાં નામ નથી તો મતદારોએ શું કરવાનું? જાણી લો | what to do if nam…

6 months ago
વડોદરાના ફતેગંજ અને હરિનગર બ્રિજ નીચેની જગ્યામાં ઈન્ડોર રમત ગમત સાથે આનંદ પ્રમોદની પ્રવૃત્તિ કરાવાશે…

વડોદરાના ફતેગંજ અને હરિનગર બ્રિજ નીચેની જગ્યામાં ઈન્ડોર રમત ગમત સાથે આનંદ પ્રમોદની પ્રવૃત્તિ કરાવાશે…

8 months ago
ગુજરાતનું હવામાન બગડ્યું, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં માવઠાની આજે પણ આગાહી | Western Disturbance in Gu…

ગુજરાતનું હવામાન બગડ્યું, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં માવઠાની આજે પણ આગાહી | Western Disturbance in Gu…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News